સ્ટેચ્યૂ ઓફ યુનિટી જવાનો આવો તે કેવો રોડ બનાવ્યો કે જોતા વિશ્વાસ ના થાય

PC: x.com/ourvadodara

ભારે વરસાદના કારણે વડોદરાથી સ્ટેચ્યૂ ઓફ યુનિટીને જોડતો રસ્તો તૂટી ગયો છે. જેના કારણે એક તરફના રસ્તાના વહાનવ્યવહારને બંધ કરી દેવામાં આવ્યો છે. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે મુશળધાર વરસાદ અને ડેમમાંથી છોડવામાં આવેલા પાણીના કારણે રસ્તો તૂટી ગયો છે. રોડ એવા પ્રકારે તૂટ્યો છે કે તેને બનાવમાં ઘણા મહિના લાગી શકે છે. વરસાદ બંધ થવા પર જ રસ્તાને બનાવવાનું કામ શરૂ કરવામાં આવશે. સ્થાનિક ધારાસભ્યએ અહી જલદી કામ શરૂ કરાવવા કહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, ડભોઇ-વડોદરા રોડ ઉપર દેવ અને ઢાઢર નદીના પાણીએ નવો બનેલો ડામરનો રોડ ધોઇ નાખ્યો છે. થોડા મહિના અગાઉ જ નવો રોડ બનાવવામાં આવ્યા હતો, જે દેવ નદીના વહેણમાં ધોવાઇ ગયો છે. સોમવાર રાતથી જ ડભોઇ-વડોદરા રોડ ઉપર રાજલી ક્રોસિંગ નજીક ઢાઢર નદીનું પાણી વહેતું થયું હતું. તેના પરિણામે મંગળવારે ડભોઇ અને વડોદરા મુખ્ય માર્ગ બંધ કરવામાં આવ્યો હતો. પાણીના વહેણ સાથે જ રોડ ધોવાઇ ગયો છે. વડોદરા-ડભોઇ થઇને સ્ટેચ્યુ ઓફ યૂનિટી જતો માર્ગ ઉપર રાજલી ક્રોસિંગ પાસે નવો રોડ જ ધોવાઇ થતા વાહન વ્યવહાર ખોરવાયો હતો. સ્થાનિક રોડ નિર્માણમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ લગાવી રહ્યા છે.

વડાપ્રધાન બનવા અગાઉ નરેન્દ્ર મોદીએ ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની સૌથી ઊંચી પ્રતિમા બનાવવાનું સપનું જોયું હતું. ગુજરાતનાં મુખ્યમંત્રી રહેતા નરેન્દ્ર મોદીએ વર્ષ 2013માં તેનું શિલાન્યાસ કર્યું હતું અને વડાપ્રધાન બન્યા બાદ વર્ષ 2018માં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાના રૂપમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીને દેશને સમર્પિત કર્યું હતું. લગભગ 2989 કરોડ રૂપિયામાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા બનીને તૈયાર થઈ. આ પ્રતિમા બાદ સ્થાનિક લોકોને રોજગારના અવસર મળ્યા, સાથે જ ગુજરાત અને દેશના પર્યટકોને એક નવું પર્યટન સ્થળ પણ મળ્યું.

ક્યારે કેટલા પર્યટક આવ્યા?

વર્ષ 2018માં 4.53 લાખ

વર્ષ 2019માં 27.45 લાખ

વર્ષ 2020માં 12.81 લાખ (કોરોનાકાળ )

વર્ષ 2021માં 34.29 લાખ

વર્ષ 2022માં 41.32 લાખ

વર્ષ 2023માં 31.92 લાખ.

ગુજરાતનાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2010માં નર્મદા જિલ્લાના કેવડિયામાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીને બનાવવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ વર્ષ 2018માં આ પ્રતિમા દેશને સમર્પિત કરવામાં આવી. સ્ટેચ્યૂ ઓફ યુનિટી બન્યા બાદ એક બાદ એક 26 નવા પ્રોજેક્ટ બનાવવામાં આવ્યા અને કેવડિયા હવે એકતા નગર પણ બની ગયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp