વડોદરાના સફાઇકર્મીને 16 કરોડની વસૂલીની નોટિસ, જાણો શું છે મામલો

PC: divyabhaskar.co.in

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC)ના એક સફાઇ કર્મચારીને 16 કરોડ રૂપિયાની વસૂલીની નોટિસ આપવામાં આવી છે. લોનની ચૂકવણી ન કરવા પર પ્રોપર્ટી સીલ કરવાની ચેતવણી આપવામાં આવી છે. સફાઇકર્મીનું કહેવું છે કે તેણે ક્યારેય બેંક પાસેથી લોન લીધી નથી. સફાઇકર્મીને આ નોટિસ વડોદરા મામલતદારના કાર્યાલયથી જાહેર કરવામાં આવી છે. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે સફાઇકર્મીના નામ પર કોઈ બીજાએ મોટી લોન લઈ લીધી છે. નોટિસ મળ્યા બાદ પરિવાર આઘાતમાં છે.

સફાઇકર્મીને નોટિસમાં 4 મે સુધીનો સમય આપવામાં આવ્યો છે. રિપોર્ટ્સ મુજબ, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ ઓફિસમાં સફાઇ કર્મચારી તરીકે કાર્યરત શાંતિલાલ માહીજીભાઈ સોલંકીને મામલતદાર અને કાર્યકારી મેજિસ્ટ્રેટ વડોદરા સિટી ઈસ્ટ કાર્યાલયથી તારીખ 3 એ 2023ના રોજ વસૂલીની નોટિસ મળી છે. શહેરના સયાજીપુરા વિસ્તારમાં રાજલક્ષ્મીના એક ફ્લેટમાં રહેતા શાંતિલાલ સોલંકીનું કહેવું છે કે તેણે ક્યારેય લોન લીધી નથી. સફાઇકર્મીને આ નોટિસ વર્ષ 2021ના આદેશ મુજબ નાણાકીય સંપત્તિ અને સિક્યોરિટી ઇન્ટરેસ્ટ એનફોર્સમેન્ટ અધિનિયમ 2002 હેઠળ જાહેર કરવામાં આવી છે.

તેમાં બાકી રકમ ભરવા માટે 4 મે 2023 સુધીનો સમય આપવામાં આવ્યો છે. લોનની કુલ વસૂલી 16 કરોડ 50 હજાર રૂપિયા બતાવવામાં આવી છે. શાંતિલાલ સોલંકીએ કહ્યું કે, પંજાબ નેશનલ બેંક (PNB)માં મારું કોઈ ખાતું નથી અને મેં ત્યાંથી લોન લીધી નથી. એટલું જ નહીં મારી પાસે હપ્તા લેવા કોઈ આવ્યું નથી તો આ કેવી નોટિસ છે? મારું ખાતું બેંક ઓફ બરોડ (BOB) અને બેંક ઓફ ઈન્ડિયા (BOI)માં જ છે. પંજાબ નેશનલ બેંક સાથે મારું કોઈ લેવું-દેવું નથી. હું જે ઘરમાં રહું છું તેની કિંમત મુશ્કેલીથી 10 લાખ રૂપિયા છે. એવા આટલી મોટી લોન કેવી રીતે મળી શકે છે?

શાંતિલાલ સોલંકીએ પંજાબ નેશનલ બેંકની લોન ન લીધી હોવાની વાત સામે આવ્યા બાદ એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે તેના નામ પર કોઈએ છેતરપિંડી કરીને લોન લીધી છે. નોટિસની તપાસમાં સામે આવ્યું કે, આર.સી. દત્ત રોડ પર સ્ટર્લિંગ સેન્ટરની સંપત્તિના નામ પર લોન લેવામાં આવી છે. નોટિસમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જો તેઓ લોન નહીં ચૂકવે તો તે સંપત્તિ પર કબજો કરી લેવામાં આવશે. તો ચલ સંપત્તિ સહિતને સીલ કરી દેવામાં આવશે.

મામલતદારની સહીવાળી નોટિસ મળતા જ શાંતિલાલ સોલંકીનો પરિવાર ચિંતિત છે. વડોદરાના અલ્કાપુરી વિસ્તારમાં એક સંપત્તિ પર લેવામાં આવેલી રકમ માટે એક સામાન્ય સફાઇ કર્મચારીને નોટિસ જાહેર કર્યા બાદ એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે લોન એક કૌભાંડ છે. શાંતિલાલને આજ સુધી હપ્તાની કોઈ જાણકારી મળી નથી અને હવે સીધી ફોજદારી જાણકારી આવી ગઈ. એવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે શાંતિલાલના આધારકાર્ડનો બેંક કર્મચારી સાથે કોઈએ ખોટો ઉપયોગ કર્યો હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp