વડોદરા: 1.44 કરોડના મિકેનિકલ સામાનની ચોરી થઇ હતી, 8 મહિલા ભંગાર સમજીને લઇ ગઇ હતી

PC: jagran.com

એક કંપનીમાં ગેસ સ્ટોરેજ ટેન્કનું કામ ચાલી રહ્યું હતું,જેના માટેનો જરૂરી સામાન એક પતરાવાળા શેડમાં રાખવામાં આવ્યો હતો જેની કિંમત 1.44 કરોડ રૂપિયા હતી. હવે આ પતરાવાળાં શેડમાંથી સામાનની ચોરી થઇ રહી હતી અને 3 દિવસમાં બધો સામાન ચોરી થઇ ગયો હતો. કંપનીના કર્મચારીઓ પણ અચંબામાં પડી ગયા હતા કે આટલો ભારે અને કિંમતી સામાન કોણ ચોરી ગયું હશે? પોલીસમાં ફરિયાદ થઇ ત્યારે આખો ભેદ બહાર આવ્યો.

વડોદરામાં એક કંપનીમાંથી 1.44 કરોડ રૂપિયાના મિકેનિકલ સામાનની ચોરી થઇ હતી, એ બાબતે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસે આ કેસમાં 8 મહિલાની ધરપકડ કરી હતી, તેમણે પોલીસને કહ્યું હતું કે અમને શું ખબર?  આટલી મોંઘી વસ્તુઓ હશે. અમે તો ભંગાર સમજીને ઉપાડી ગયા હતા. પોલીસે આ આઠેય મહિલાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 3 દિવસથી ચોરીઓ થઇ રહી હતી એટલે પોલીસને ફરિયાદ કરવામાં આવી હતી.

વડોદરાના ગોરવા વિસ્તારમાં રહેતા અખ્તર હુસેન અહમદભાઇ ઇન્ડસ્ટ્રીઅલ એક્સ રે એન્ડ એલાઇડ રેડિયોગ્રાફર્સ ઇન્ડિયમાં 10 વર્ષથી સિનિયર એક્ઝિક્યુટીવ તરીકે કામ કરે છે. કંપનીનો ફેબ્રિકેશન શેડ વડોદરાના કરચીયા ખાતે આવેલો છે. કંપની દ્રારા ગેસ સ્ટોરેજ ટેન્ક બનાવવામાં આવે છે.જેમાં ગેસનો સંગ્રહ થાય છે અને આ ટેન્ક કરચિયા ખાતે આવેલી IOCL કંપનીને આપવામાં આવે છે.

IOCL કંપનીએ એસેસરીઝ મુકવા માટે પતરાંનો સવિર્સ રૂમ આપ્યો હતો, જેમાં જરૂરી મિકેનિકલ સામાન રાખવામાં આવ્યો હતો. 30 એપ્રિલથી 2- મે સુધી આ સામાનની ચોરી થઇ હતી. જે બાબતે કંપનીના કર્મચારીઓએ અખ્તર હુસેનને જાણ કરતા જવાહર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. ફરિયાદમાં કહેવામાં આવ્યું હતું કે 1.44, 23000 કરોડ રૂપિયાનો સામાન પતરાનો શેડ તોડીને ચોરી થઇ છે.

પોલીસે તપાસ શરૂ કરી તો માહિતી મળી હતી કે પાર્વતી નગરમાં રહેતી અને ભંગાર વીણતી મહિલાઓ સામાનની ચોરી કરી જાય છે.પોલીસે બાતમીના આધારે એક પછી એક એમ 8 મહિલાઓની ધરપકડ કરી હતી. પોલીસે જે 8 મહિલાઓની ધરપકડ કરી હતી તેમાં લીલા પરમાર, અમીતા મહેશભાઇ, પારુલ ચૌહાણ, જીવી રાજેન્દ્રભાઇ, કપિલા ભગવાનભાઇ, સંગીતા રમેશભાઇ, રેશ્મા પરમાર અને રેવા બુધાભાઇની ધરપકડ કરી હતી. પોલીસ હવે એ વાતની તપાસ કરી રહી છે કે મહિલાઓ ખરેખર ભંગાર સમજીને ચોરી કરી ગઇ હતી?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp