વિદ્યાર્થિનીની કારની ટક્કર થઈ પછી વડોદરા પોલીસે તેને પરીક્ષા કેન્દ્ર પર પહોંચાડી

ગુજરાતમાં વડોદરા પોલીસે ફરી એકવાર પોતાના કામથી એક ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યું છે. હાઈવે પર પેટ્રોલિંગ કરી રહેલી પોલીસે એક વિદ્યાર્થીનીને ત્યારે મદદ કરી જ્યારે તેની કાર એક્સિડન્ટમાં ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી. કારમાં આવી રહેલી વિદ્યાર્થીનીએ પરીક્ષા માટે વડોદરા પહોંચવાનું હતું. પોલીસે જરા પણ વિલંબ કર્યા વિના વિદ્યાર્થીનીને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડી. તેને પગલે વિદ્યાર્થીની TET (પ્રાથમિક શિક્ષક પરીક્ષા) પરીક્ષા આપી શકી હતી. મુશ્કેલ સમયમાં વિદ્યાર્થીનીની મદદની આ ઘટનાના ચારેબાજુએ વખાણ થઈ રહ્યા છે. આ જ મહિને 9 એપ્રિલે કચ્છ પોલીસના એક PIએ વિદ્યાર્થીનીને સાચા પરીક્ષા કેન્દ્ર પર પહોંચાડીને સૌનું દિલ જીતી લીધુ હતું. એ તસવીર પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી. લોકોએ તેના ખૂબ જ વખાણ કર્યા હતા.

ગુજરાતમાં રવિવારે પ્રાથમિક શિક્ષકની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. પંચમહાલ જિલ્લાના કલોલ તાલુકાના ડેરોલમાં રહેતી વિદ્યાર્થીની પરીક્ષા આપવા માટે કાર દ્વારા વડોદરા જઈ રહી હતી. વડોદરાના એક પરીક્ષા કેન્દ્ર પર એક્ઝામ આપવા જઈ રહેલી ગાયત્રી વલંદા નામની વિદ્યાર્થીનીની કાર જેવી તરસાલી બાઈપાસ પર પહોંચી તો એક હોટેલની પાસે કારની એક ટ્રેલર સાથે ટક્કર થઈ ગઈ. હાઈવે પર પેટ્રોલિંગ કરી રહેલી વડોદરા પોલીસની જીપ ઘટના સ્થળ પર પહોંચી. તપાસ દરમિયાન પોલીસકર્મીઓને જાણકારી મળી કે, કારમાં સવાર વિદ્યાર્થીનીએ મકરપુરા સ્થિત ન્યૂ એરા સ્કૂલમાં TET ની પરીક્ષા આપવા માટે જવાનું છે તો પોલીસે વિદ્યાર્થીનીને સમયસર પરીક્ષા કેન્દ્ર પર પહોંચડવાની વ્યવસ્થા કરતા તેને PCR વાનમાં ન્યૂ એરા સ્કૂલ લઈ ગઈ.

પોલીસની મદદથી પરીક્ષા આપવામાં સફળ રહેલી પંચમહાલ જિલ્લાની નિવાસી ગાયત્રી વલંદાએ એક વીડિયો મેસેજમાં પોલીસનો આભાર વ્યક્ત કર્યો છે. આ વીડિયો મેસેજમાં ગાયત્રીએ પોલીસને થેંક યૂ કહ્યું છે. ગાયત્રીએ પોલીસના વખાણ કરતા કહ્યું કે, ટ્રેલર સાથે કારની ટક્કર બાદ તે ખૂબ જ ગભરાઈ ગઈ હતી અને તેને લાગ્યું હતું કે, હવે તે પરીક્ષા આપી નહીં શકશે. ગાયત્રીએ કહ્યું કે, તે પોલીસની કાર્યવાહીથી ખુશ છે. તેને આશા છે કે, પોલીસ ટક્કર મારનારા ટ્રેલર ચાલકને પણ પકડી લેશે. તે પોલીસની મદદથી પરીક્ષા આપી શકી. 9 એપ્રિલે જૂનયિર ક્લાર્કની પરીક્ષામાં પણ વડોદરા પોલીસે બે પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડ્યા હતા.

About The Author

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.