વડોદરામાં પોતાને PMOનો અધિકારી કહીને 2 બાળકોને ખાનગી શાળામાં અપાવ્યું એડમિશન

PC: etvbharat.com

વડોદરામાં એક વ્યક્તિ પોતાને પ્રધાનમંત્રી કાર્યાલય (PMO)નો અધિકારી બતાવતા ખાનગી શાળામાં 2 બાળકોનું એડમિશન કરાવવા પહોંચ્યો હતો. તેણે નકલી ઓળખ દ્વારા મોટી રકમ ઠગાઇ કરવાનો પ્રયાસ કર્યો. આ અંગેની ફરિયાદ મળ્યા બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. પોલીસે શનિવારે આ જાણકારી આપી છે. પોલીસના જણાવ્યા મુજબ, શુક્રવારે મયંક તિવારી નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. શહેરના વાઘોડિયા પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું કે, ધરપકડ કરવામાં આવેલા આરોપીએ પોતાને નવી દિલ્હીમાં PMOમાં ડિરેક્ટર (વ્યૂહાત્મક સલાહકાર)ના રૂપમાં પોતાની ઓળખ બતાવી હતી.

તેનો એક ખાનગી શાળા અને તેના ટ્રસ્ટી સાથે સંપર્ક થઈ ગયો હતો. આ દરમિયાન એક વ્યક્તિએ આરોપી મયંક તિવારીને પોતાના 2 બાળકોના એડમિશનની વાત કહી. તેના પર મયંક તિવારીએ શાળાવાળાને કહ્યું કે, તેના પારિવારિક મિત્રનું ટ્રાન્સફર થઈ રહ્યું છે. શાળામાં તેમના બે બાળકોનું એડમિશન થવાનું છે. તેની સાથે આરોપીએ કેટલીક લાલચ પણ આપી હતી. FIRમાં કહેવામાં આવ્યું છે કે, પોતાની વાતોના પ્રભાવમાં લઈને આરોપીએ 2 બાળકોનું એડમિશન કરાવી દીધું હતું.

થોડા મહિના બાદ ટ્રસ્ટીને મયંક તિવારી PMO અધિકારી હોવા પર શંકા ગઈ. ટ્રસ્ટીએ લોકોની પૂછપરછ કરી તો ખબર પડી કે મયંક તિવારી PMOનો અધિકારી નથી. ત્યારબાદ ટ્રસ્ટીએ શાળા પ્રશાસનને સતર્ક કર્યું. શાળા પ્રશાસનની ફરિયાદ પર વાઘોડિયા પોલીસે શુક્રવારે મયંક તિવારી વિરુદ્ધ કેસ નોંધીને તેની ધરપકડ કરી. વાઘોડિયા પોલીસ સ્ટેશનના ઇન્વેસ્ટિગેશન અધિકારી જગદીશભાઇએ જણાવ્યું કે, PMOની ખોટી ઓળખ આપીને લોકોને વિશ્વાસમાં લઈ દેશને તેમજ સમગ્ર ગુજરાતને નુકસાન પહોંચાડનાર ઇસમની તાત્કાલિક ધરપકડ કરવામાં આવી છે અને તેની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.

એક રિપોર્ટ મુજબ માર્ચ 2022માં શાળામાં એડમિશની પ્રક્રિયા ચાલી હતી, એ દરમિયાન મયંક તિવારી પોતાની ઓળખ ડિરેક્ટર વ્યૂહાત્મક સલાહકાર PMO ઓફિસ તરીકે આપી હતી. તેના ફેમિલી મિત્રના દીકરાઓના એડમિશન માટે સંપર્ક કર્યો હતો, જેથી તેને ડિરેક્ટર, સ્કૂલના ટ્રસ્ટી દેવાંશું પટેલને મળવા જણાવ્યું હતું. મયંક તિવારીએ પારૂલ કોલેજમાં જઈને ડૉ. ગીતિકા પટેલ સાથે મુલાકાત કરી એ દરમિયાન તેણે ડિરેક્ટર વ્યૂહાત્મક સલાહકાર @PMO Direct Governtment Advisory @PMOની ઓળખ આપી હતી અને પોતે દિલ્હી PMO ઓફિસમાં કામ કરતો હોવાનું જણાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp