રથયાત્રા સમયે આ મુસ્લિમે એવું કામ કર્યું હતું કે, પોલીસે તેમનું સન્માન કર્યું

અમદાવાદના રથયાત્રા દેશની સૌથી મોટી રથયાત્રામાં સામેલ છે. તાજેતરમાં અમદાવાદમાં 146મી રથયાત્રા સફળતાપૂર્વક સંપન્ન થઇ હતી. રથયાત્રા દરમિયાન શાહપુર વિસ્તારમાં રહેતા સલીખ શેખે સહયોગનું એક અનોખેં ઉદાહરણ પુરુ પાડ્યું હતું. સલીમ શેખે રથયાત્રાની વ્યવસ્થામાં ખેલલ ન પડે તેના માટે પોતાની પત્નીના અંતિમ સસ્કાર રોકી દીધા હતા.
ગુજરાતના અમદાવાદમાં છેલ્લાં 145 વર્ષથી રથયાત્રા નિકળે છે અને રથયાત્રાના સફળ બનાવવા માટે ગુજરાત પોલીસ મહિનાઓથી મહેનત કરતી હોય છે. તાજેતરમાં પણ અમદાવાદમાં 146મી રથયાત્રા શાંતિથી અને ઉત્સાહથી નિકળી હતી. રથયાત્રામાં બધા ધર્મના લોકોનો સહયોગ જોવા મળ્યો. પરંતુ અમદાવાદના શાહપુર વિસ્તારમાં રહેતા સલીન શેખે સહયોગનું અનોખું ઉદાહરણ પુરુ પાડ્યું. તેમના આ સહયોગની પ્રસંશા થઇ રહી છે અને અમદાવાદ પોલીસે સલીમ શેખને બોલાવીને તેમનું સન્માન કર્યું છે.
શાહપુરમાં રહેતા સલીમ શેખની પત્નીએ રથયાત્રાના દિવસે જ અંતિમ શ્વાસ લીઘા હતા. સલીમ શેખ જે વિસ્તારમાં રહે છે ત્યાંથી રથયાત્રા પસાર થવાની હતી. પત્નીના નિધન પછી સલીમ શેખ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને પોલીસને કહ્યુ હતું કે પત્નીનો મૃતદેહને ઘરે લઇ જવાનો છે અને ઘરેથી પછી કબ્રસ્તાન લઇ જવાનો છે. પોલીસે રથયાત્રા વચ્ચે માર્ગ કાઢીને સલીમની પત્નીનો મૃતદેહ ઘર સુધી પહોંચાડી દીધો હતો. પોલીસે સલીમ શેખને પુછ્યું કે દફન વિધી માટે ક્યારે લઇ જવાના છો? તો સલીમ શેખે કહ્યુ હતું કે આજે રથયાત્રાનો પવિત્ર પર્વ છે અને રથયાત્રા મારા ઘર પાસેથી જ પસાર થવાની છે, એટલે રથયાત્રા પસરા થયા પછી જ દફન વિધી માટે લઇ જઇશું.
સલીમ શેખે પોલીસ સાથે જે પ્રમાણે વાત કરી હતી તે પ્રમાણે જ કર્યું, જ્યારે ભગવાન જગન્નાથની રથયાત્રા તેમના ઘરના દરવાજા પાસેથી પસાર થઇ એ પછી તેઓ સ્વજનો સાથે પત્નીનો મૃતદેહ કબ્રસ્તાન લઇ ગયા હતા.
અમદાવાદ પોલીસે રથયાત્રાના સંવેદનશીલ પ્રસંગે ભાઈચારાનો દાખલો બેસાડનાર સલીમ શેખનું સન્માન કર્યું હતું. આ પ્રસંગે અમદાવાદ પોલીસ કમિશનર પ્રેમવીર સિંહ પણ હાજર રહ્યા હતા. તેમણે સલીમ શેખની ભાવના અને સહકારની પ્રશંસા કરી હતી.
કદાચ કોઇકને આ વાત નાનકડી લાગે, પરંતુ ભાઇચારો અને કોમી એકતા જાળવવામાં આવી નાની નાની વાતો મોટું મહત્ત્વ દર્શાવતી હોય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp