વિદેશથી ભારત આવનારા પ્રવાસીઓમાં મળી આવ્યા ઓમીક્રોનના 11 સબ વેરિયન્ટ

PC: indiatimes.com

ચીનમાં તો કોરોના તબાહી મચાવી જ રહ્યો છે, આપણા દેશમાં પણ બહારથી આવનારા યાત્રિઓમાં કોરોના મળી રહ્યો છે. પરંતુ, અહીં ચિંતિત કરનારી વાત એ છે કે, આ કોરોનાનો કોઈ એક વેરિયન્ટ નથી પરંતુ, ભારત આવનારા યાત્રિઓમાં ઓમીક્રોનના 11 સબ વેરિયન્ટ મળ્યા છે. તેના પરથી એ સ્પષ્ટ થઈ રહ્યું છે કે, કોરોના કઈ રીતે અલગ-અલગ રૂપ રાખીને પોતાની દશા બદલી રહ્યો છે. આટલા બધા સબ વેરિયન્ટના સામે આવ્યા બાદ આમ એકદમ અલગથી અંદાજો લગાવવો મુશ્કેલ છે કે, કયો વેરિયન્ટ કેટલો હાનિકારક છે અને તે કેટલી અસર કરશે.

ચીન, જાપાન, સાઉથ કોરિયા, અમેરિકાની સાથે જ દુનિયાના ઘણા દેશોમાં કોરોનાના મામલા ઝડપથી વધી રહ્યા છે. પાડોશી દેશ ચીનમાં પણ કોરોનાએ ભારે નુકસાન પહોંચાડ્યું છે. આ તબાહીને દુનિયા પણ સમજી રહી છે. આ બધા વચ્ચે વિદેશથી સમુદ્ર અને હવાઈ માર્ગે ભારત આવનારા યાત્રિઓમાં કોરોનાના એક, બે નહીં પરંતુ, 11 વેરિયન્ટ મળ્યા છે.

સુત્રોના જણાવ્યા અનુસાર, 24 ડિસેમ્બરથી 3 જાન્યુઆરી સુધી એરપોર્ટ અને સમુદ્ર માર્ગે ભારત આવનારા યાત્રિઓનું કોરોના ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. તેમા પોઝિટિવ મળેલા યાત્રિઓમાં કોરોના વાયરસના 11 વેરિયન્ટ મળ્યા છે. સમાચાર એજન્સીના સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, 24 ડિસેમ્બરથી 3 જાન્યુઆરી સુધી વિદેશથી આવેલા 19227 યાત્રિઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો. તેમાંથી 124 યાત્રિઓમાં કોરોના સંક્રમણ મળી આવ્યું. સંક્રમિત લોકોનું જીનોમ સિક્વન્સિંગ કરવામાં આવ્યું, તો તેમા કોરોનાના 11 અલગ-અલગ વેરિયન્ટ મળી આવ્યા. આ તમામ ઓમીક્રોનના સબ વેરિયન્ટ છે. એ વાત જરૂર છે કે તેમાંથી કોઈ પણ વેરિયન્ટ નવો નથી. તે પહેલા પણ ભારતમાં મળી ચુક્યા છે. પરંતુ, 11 અલગ-અલગ વેરિયન્ટની પુષ્ટિ થઈ છે. આ તમામ ઓમીક્રોનના બદલાતા વેષને દર્શાવે છે.

WHO એ જણાવ્યું કે, ચીન તરફથી જાહેર કરવામાં આવેલા ડેટા અનુસાર, ઓમીક્રોનના સબ વેરિયન્ટ્સ BA.5.2 અને BF.7 થી જ લોકો સંક્રમિત થઈ રહ્યા છે. આ વેરિયન્ટ 97.5 ટકા મામલાઓ માટે જવાબદાર છે. WHOએ જણાવ્યું કે, ડેટા ચીની રોગ નિયંત્રણ અને રોકથામ કેન્દ્ર દ્વારા 2000થી વધુ જીનોમ સિક્વન્સિંગના વિશ્લેષણ પર આધારિત હતા.

ભારતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના 188 નવા મામલા સામે આવ્યા છે. આ દરમિયાન 201 દર્દી સાજા થયા છે. એવામાં સક્રિય કેસ ઘટીને હવે 2554 રહી ગયા છે. રિકવરી રેટ 98.8% છે. તેમજ ડેઇલી પોઝિટિવિટી રેટ માત્ર 0.10% છે. છેલ્લાં 24 કલાકમાં જોવા જઈએ તો દેશમાં 193051 કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જ્યારે, આ દરમિયાન વેક્સીનના 61828 ડોઝ છેલ્લાં 24 કલાકમાં મુકવામાં આવ્યા છે. અત્યારસુધી દેશમાં કોરોના વેક્સીનના 220.12 કરોડ ડોઝ લાગી ચુક્યા છે. તેમા 95.13 કરોડ સેકન્ડ, 22.42 કરોડ બૂસ્ટર ડોઝ છે.

દુનિયાભરમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના 3.88 લાખ કેસ મળ્યા છે. જ્યારે 1517 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ચીન બાદ જાપાનમાં કોરોના તબાહી મચાવી રહ્યો છે. જાપાનમાં 1.04 લાખ મામલા મળ્યા છે. જ્યારે, દક્ષિણ કોરિયામાં 78 હજાર, અમેરિકામાં 39 હજાર, જર્મનીમાં 28 હજાર અને બ્રાઝિલમાં 30 હજાર કેસ મળ્યા છે. તેમજ, મોતની વાત કરીએ તો અમેરિકામાં સૌથી વધુ 346, ફ્રાન્સમાં 123, જર્મનીમાં 235, બ્રાઝિલમાં 207, દક્ષિણ કોરિયામાં 54 લોકોના મોત થયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp