કોરોનામુક્ત થયા પછી પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા શું કરી રહ્યા છે?

કોરોના પોઝિટીવ થયા પછી રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સારવાર લઇને સાજા થઇને ઘરે ગયા છે પરંતુ તેઓ અત્યારે શું કરી રહ્યાં છે તેવો પ્રશ્ન થાય તે સ્વાભાવિક છે, કારણ કે કોરોના થયા પહેલાં તેઓ હોસ્પિટલોમાં જઇને દર્દીઓની ખબર અંતર પૂછતાં હતા. કોઇને દાખલ કરવા હોય તો મદદ કરતા હતા. સરકારની ટીકાઓ કરીને આરોગ્યની સુવિધા સારી મળે તે માટે પ્રયત્નશીલ હતા.

 હવે શંકરસિંહ વાઘેલા તેમના ઘરમાં છે. તેઓ રોજ સવારે અને સાંજે ફિટનેસ બનાવી રહ્યાં છે. શરીરની ઇમ્યુનિટી સિસ્ટમ મજબૂત કરી રહ્યાં છે. તેઓ તેમનું વજન પણ ઉતારી રહ્યાં છે. કોરોના સંક્રમણમાં તેમને ફરજીયાત હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. હવે જાતજાતના ફિટનેસ મશીનો પર કસરત કરી રહ્યાં છે.

 શંકરસિંહ વાઘેલાએ ટ્વિટર પર ફિટનેસના પ્રયોગો કરતી તસવીર અપલોડ કરી છે અને લખ્યું છે કે બોડી ફીટ વત્તા મન ફીટ એટલે કે લાઇફ હિટ... 80 વર્ષની વયે તેઓ તેમની ફિટનેસ પર ધ્યાન આપી રહ્યાં છે. તેમને કોરોના સંક્રમણના કારણે સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ફોનથી તેમની ખબર અંતર પૂછી હતી.

 હોસ્પિટલમાં એક સપ્તાહની સારવાર બાદ તેમને રજા આપવામાં આવી હતી. રજા પછી તેઓ તેમના વસંત વગડો નિવાસસ્થાને છે. રોજ સવારે ઇમ્યુનિટી વધારતા પ્રયોગો કરી રહ્યાં છે. ફિટનેસ સેન્ટર તેમણે તેમના ઘરમાં જ ઉભું કર્યું છે. આટલી જૈફ વયે પણ તંદુરસ્ત રહેતાં શંકરસિંહ વાઘેલા શેના માટે ફીટ થઇ રહ્યાં છે તે મોટો પ્રશ્ન છે. તેમણે કોરોના સંક્રમણ પહેલાં નવી પાર્ટીની રચના કરી છે તેથી તેઓ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં ઝંપલાવવા માગે છે તે નિશ્ચિત છે.

 ઉલ્લેખનીય છે કે હાલ શંકરસિંહ કોઇ પક્ષમાં નથી પરંતુ ગુજરાતના રાજકારણમાં એક યા બીજી રીતે તેમનું નામ બોલાયા કરતું હોય છે. હવે આગામી ચૂંટણીઓમાં તેઓ શું કરે છે તે જોવાનું રહ્યું કારણ કે આમ આદમી પાર્ટી પણ ગુજરાતમાં સક્રિય બની રહી છે. દર વખતે જ્યારે ચૂંટણી આવે ત્યારે ગુજરાતમાં કોઇ ત્રીજો મોરચો ઊભો થાય છે અને તેનો ફાયદો ભાજપને અને નુકસાન કોંગ્રેસને થતું હોય છે. 
 
 

About The Author

Top News

1483 પોઈન્ટના કડાકા સાથે આજે રોકાણકારોના 5 લાખ કરોડ સાફ, જાણો શેરબજાર ક્રૅશ થવાનું કારણ

સોમવારે ઘરેલૂ શેરબજારોમાં મોટો કડાકો જોવા મળ્યો હતો. બંને મુખ્ય સૂચકાંક નિફ્ટી અને સેન્સેક્સ આજે લાલ નિશાન પર બંધ થયા...
Business 
1483 પોઈન્ટના કડાકા સાથે આજે રોકાણકારોના 5 લાખ કરોડ સાફ, જાણો શેરબજાર ક્રૅશ થવાનું કારણ

હવે ટ્રેનથી જઈ શકશો નેપાળ, અયોધ્યાથી નેપાળ જવા ફક્ત આ બે જ દસ્તાવેજો જરૂરી

ભગવાન રામના જન્મસ્થળ અયોધ્યા (ભારત)થી માતા સીતાના ઘર જનકપુર ધામ (નેપાળ) સુધી એક નવી સાપ્તાહિક ટ્રેન સેવા શરૂ થઈ રહી...
National 
હવે ટ્રેનથી જઈ શકશો નેપાળ, અયોધ્યાથી નેપાળ જવા  ફક્ત આ બે જ દસ્તાવેજો જરૂરી

‘મુંબઈમાં મારી સામે 32 કેસ હતા, છતા બધામાં મને છોડી દેવો પડ્યો કારણ કે..’, સ્નેહમિલન સમારોહમાં મંત્રી પરસોત્તમ સોલંકીનું નિવેદન

22 નવેમ્બરે કોળી સમાજના દિગ્ગજ નેતા અને ગુજરાતના મત્સ્યોદ્યોગ રાજ્યમંત્રી પરસોત્તમ સોલંકી દ્વારા ભવ્ય સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું....
Gujarat 
‘મુંબઈમાં મારી સામે 32 કેસ હતા, છતા બધામાં મને છોડી દેવો પડ્યો કારણ કે..’, સ્નેહમિલન સમારોહમાં મંત્રી પરસોત્તમ સોલંકીનું નિવેદન

બોલો, કારની પાછળની લાઇટમાં નાખીને 3.83 કરોડનું સોનું છૂપાવીને લઈ જતા પકડાયા

ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI)એ સોનાના ગેરકાયદેસર પરિવહન પર કડક કાર્યવાહી કરી. હૈદરાબાદમાં DRI અધિકારીઓએ કોલકાતાથી હૈદરાબાદ દાણચોરી...
National 
બોલો, કારની પાછળની લાઇટમાં નાખીને 3.83 કરોડનું સોનું છૂપાવીને લઈ જતા પકડાયા
Copyright (c) Khabarchhe All Rights Reserved.