8 દિવસમાં કોરોનાના 200% વધ્યા કેસ, ચીફ જસ્ટિસે વકીલોને આપી આ છૂટ

PC: indiatoday.in

દેશમાં કોરોના વાયરસની ચોથી લહેરની અસર ઝડપથી વધતી જઈ રહી છે. રોજિંદા કોરોનાના કેસનો આંકડો બુધવારે સવારે 163 દિવસ બાદ પહેલી વખત 4 હજારને પાર પહોંચી ગયો છે. દેશમાં છેલ્લા 24 કલાક દરમિયાન 4435 નવા કોરોનાના નવા કેસ નોંધાયા છે. સાથે જ ડેઇલી એક્ટિવ કેસ એટલે કે સારવાર કરાવી રહેલા દર્દીઓની સંખ્યા પણ 23,091 થઈ ગઈ છે. કોરોનાના ડેઇલી કેસ અને એક્ટિવ કેસનો આંકડો છેલ્લા 8 દિવસ દરમિયાન જ 200  ટકા સુધી વધી ચૂક્યો છે. એવામાં ફરીથી પરિસ્થિતિ ખતરનાક થતી દેખાઈ રહી છે. પરિસ્થિતિની ગંભીરતાને જોતા સુપ્રીમ કોર્ટે બુધવારે એક મોટી પહેલ કરી છે.

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડી.વાઇ. ચંદ્રચૂડે વકીલોને વર્ચુઅલ રીતે એટલે કે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી કામ કરવાની મંજૂરી આપી દીધી છે. દેશમાં છેલ્લી વખત 20 માર્ચના રોજ 1000 કરતા ઓછા ડેઇલી કેસ નોંધાયા હતા. ત્યારબાદ રોજ મળતા કોરોનાના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. જો કે, 27 માર્ચ સુધી એ સંખ્યા ડેઇલી 2 હજારથી ઓછી હતી. 28 માર્ચના રોજ 2151 નવા દર્દી સામે આવ્યા હતા. ત્યારબાદ માત્ર 31 માર્ચને છોડીને ડેઇલી કોરોનાના નવા કેસો 3 હજારથી વધારે રહી છે.

માત્ર 8 દિવસ બાદ એટલે કે બુધવારે આ આંકડો 2151 થી 200 ટકા ઊછળીને 4435 પર પહોંચી ગયો છે. આ પ્રકારે દેશમાં 28 માર્ચના રોજ 11 હજાર 903 ડેઇલી એક્ટિવ કેસ નોંધાયા હતા એટલે કે એટલા કોરોના વાયરસના દર્દીઓની સારવાર થઈ રહી હતી. આ આંકડો પણ 8 દિવસમાં 200 ટકા ઊછળીને બુધવારે 23 હજાર 91 પર પહોંચી ગયો છે. દેશમાં બુધવારે કોરોના વાયરસના કારણે મૃત્યુ પામનારા લોકોની સંખ્યા 15 રહી. તે 5 માર્ચના રોજ શૂન્ય મોત નોંધાયા બાદ એક મહિના દરમિયાન એક દિવસમાં સૌથી વધુ મોત છે. આ અગાઉ 29 માર્ચના રોજ 14 લોકોના મોત કોરોના વાયરસની જટિલતાઓના કારણે થયા હતા.

દેશમાં 1 એપ્રિલથી 4 એપ્રિલ સુધી 4 દિવસમાં 40 લોકોના મોત થયા છે એટલે કે કોરોના વાયરસથી થનારી મોત 200 ટકા વધી ગઈ છે. કોરોના વાયરસના આ ખતરનાક આંકડાઓને જોયા બાદ ચીફ જસ્ટિસ ડી.વાઇ. ચંદ્રચૂડે સુપ્રીમ કોર્ટમાં હાઇબ્રીડ મોડમાં કામકાજની વ્યવસ્થા લાગૂ કરી દીધી છે. ચીફ જસ્ટિસ ડી.વાઈ. ચંદ્રચૂડે બુધવારે પોતાના આદેશમાં કહ્યું કે, મીડિયા રિપોર્ટ્સના હિસાબે દેશમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. એવામાં જો વકીલ ઈચ્છે તો હાઇબ્રીડ મોડમાં કામ કરી શકે છે. તેઓ કોર્ટ આવવા ઈચ્છે તો આવે, નહિતર હાઇબ્રીડ મોડમાં કામ કરી શકે છે. તેઓ કોર્ટ આવવા માગે છે તો આવે નહીં તો કોર્ટ સામે વર્ચુઅલ રીતે પોતાનો પક્ષ રાખી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp