શું કોરોનાની ચોથી લહેર ભારતમાં તબાહી મચાવશે? IIT પ્રોફેસરે કહી મોટી વાત

ચીન અમેરિકા સહિત અનેક દેશોમાં કોરોનાએ ફરી કહેર મચાવ્યો છે. દુનિયામાં કોરોનાના વધી રહેલા પ્રકોપને ધ્યાનમાં રાખીને ભારત સરકાર પણ એલર્ટ થઇ ગઇ છે. ઓમીક્રોનનો BF.7 વેરિયન્ટનો કેસ ભારતમાં મળ્યા પછી લોકોને એ વાતની ચિંતા છે કે શું ભારતમાં પણ ચોથી લહેર આવશે? IITના પ્રોફેસર અને નિષ્ણાતે આ વિશે મોટી વાત કહી છે.

ભારતના આરોગ્ય મંત્રાલય સાથે જોડાયેલા સુત્રોનું કહેવું છે કે ભારતમાં જાન્યુઆરી મહિનામાં કોરાનાનું સંક્રમણ વધી શકે છે. આગામી 40થી 45 દિવસો મહત્ત્વના રહેશે. નિષ્ણાતોનું કહેવું છે કે જ્યારે જ્યારે ચીનમાંથી કોરોનાની લહેર આવી છે, તેના 40 દિવસ પછી ભારતમાં કોરોનાના કેસમાં વધારો જોવા મળ્યો છે.

IIT કાનપુરના પ્રોફેસર મનિન્દ્ર અગ્રવાલે કહ્યુ કે, ઓકટોબર મહિનાના અંત સુધીમાં ચીનની કુલ વસ્તીના 5 ટકા લોકોમાં પણ નેચરલ ઇમ્યુનિટી નહોતી બની. જ્યારે નવેમ્બરના અંત સુધીમાં આ આંકડો 20 ટકા નીચે રહ્યો હતો જેને કારણે કોરોનાના આ વેરિયન્ટ ચીનમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે. તેમણે કહ્યું કે હજુ પણ ચીનમાં 60 ટકા લોકોમાં ઇમ્યુનિટી નથી બની રહી. પ્રોફેસરે કહ્યું કે જ્યારે ચીનની મોટાભાદની વસ્તીમાં કોરોના સામેની નેચરલ ઇમ્યુનિટી આવી જશે, તેવી તરત ત્યાં સ્થિતિમાં સુધારો આવશે. તેમણે કહ્યું કે ભારત અને અન્ય દેશોમાં ઓમિક્રોનની લહેરનું વિશ્લેષણ કરીએ તો ખબર પડે છે કે નેચરલ ઇમ્યુનિટી એ કોવિડ-19 થી બચવાનું સૌથી સફળ હથિયાર છે.

IIT કાનપુરના પ્રોફેસર મનિન્દ્ર અગ્રવાલે ભારતમાં કોરાનાની નવી લહેર પર પુછાયેલા સવાલના જવાબમાં કહ્યું હતું કે, આગામી દિવસો થોડો મુશ્કેલ હોય શકે છે, પરંતુ ભારતમાં મને કોઇ ગભરાટ કરવાનું કારણ દેખાતું નથી. તેમણે કહ્યુ કે ચીનમાં જયાં સુધી કુલ વસ્તતીના 90 ટકા લોકો કોરોના પોઝિટિવ ન થઇ જાય ત્યાં સુધી ચીનમાં કોરોનાનું સંક્રમણ વધતું રહેશે.

પ્રોફેસરે કહ્યુ કે, ચીન સરકારની ઝીરો કોવિડ પોલીસેને કારણે ત્યાંના લોકોની  નેચરલ ઇમ્યુનિટી બની શકી નથી અને ચીનની સરકાર કોવિડ પ્રતિબંધોમાં ઢીલ મુકી રહી છે. ભારતમાં કોરોનાની ચોથી લહેર વિશે પ્રોફેસરે કહ્યુ કે, ભારતમાં કુલ વસ્તીના 98 ટકા લોકોમાં નેચરલ ઇમ્યુનિટી બની ગઇ છે, એટલા માટે ભારતના લોકોએ ચિંતા કરવાની જરૂર નથી.

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના પૂર્વ ચીફ સાયન્ટિસ્ટ સૌમ્યા સ્વામીનાથને કહ્યું કે, કોરોનાની ભવિષ્યવાણી કરવી અઘરી છે, આ ધીમ ધીમે સ્થાનિક સંક્રમણની જેમ થઇ જશે. પરંતુ આનાથી બચવાનો એક માત્ર ઉપાય વેક્સીન છે. વેક્સીનના ત્રીજા ડોઝને સુરક્ષા તરીકે ઉપયોગ કરી શકાય. વેક્સીનનો ત્રીજો ડોઝ ઇમ્યુનિટી બુસ્ટ કરવામાં ઉપયોગી થશે.

એક અંગ્રેજી અખબારને આપેલા ઇન્ટરવ્યૂમાં ડો. સ્વામીનાથને કહ્યું કે વેક્સીન કોરોનાના ગંભીર સંક્રમણ અને મૃત્યુને રોકવા માટે સક્ષમ છે. તેમણે કહ્યું કે વેક્સીનના ચોથા ડોઝની જરૂર છે કે નહીં તે હજુ સ્પષ્ટ નથી. પરંતુ મને લાગે છે કે કોરોનાના બે ડોઝ અને એક બુસ્ટર ડોઝ પુરતો છે.

વિશ્વમાં કોવિડના પ્રકોપને જોતા ભારત સરકાર સતર્ક થઈ ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર જાન્યુઆરી મહિનો ભારત માટે મુશ્કેલ બની શકે છે. મંત્રાલયે પૂર્વ એશિયા ક્ષેત્રમાં કોવિડની અગાઉની લહેરને ધ્યાનમાં રાખીને આ અનુમાન લગાવ્યું છે. આ પહેલા પણ એશિયાના પૂર્વીય વિસ્તારને 30 થી 35 દિવસ સુધી લપેટમાં લીધા બાદ કોરોનાની ભારતમાં એન્ટ્રી થઇ હતી.

About The Author

Related Posts

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.