આ લોકો નહીં લઈ શકે નેઝલ વેક્સીન, એક્સપર્ટે જણાવ્યું કારણ

PC: indiatimes.com

ભારત બાયોટેકની ઈન્ટ્રાનેઝલ વેક્સીન iNCOVACC ને ગત અઠવાડિયે ભારતના COVI19 વેક્સીનેશન કાર્યક્રમમાં સામેલ કરવામાં આવી છે. પ્રાઈવેટ હોસ્પિટલોને ભારત બાયોટેકનો એક ડોઝ 800 રૂપિયામાં મળશે, આ ઉપરાંત તેના પર 5 ટકા GST પણ લાગશે. તેમજ, સરકારી સેન્ટર્સ પર વેક્સીનની કિંમત 325 રૂપિયા નક્કી કરવામાં આવી છે. જોકે, હાલ આ વેક્સીન માત્ર પ્રાઈવેટ સેન્ટર્સ પર જ મળશે. આ બધા વચ્ચે દેશની વેક્સીન ટાસ્ક ફોર્સના પ્રમુખે મંગળવારે જણાવ્યું હતું કે, આ નેઝલ વેક્સીન એ લોકોને ના મુકી શકાય જેમણે બૂસ્ટર ડોઝ લીધો છે.

દેશની વેક્સીન ટાસ્ક ફોર્સના પ્રમુખ ડૉ. એન કે. અરોડાએ એક સ્પેશિયલ ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, આ ઈન્ટ્રાનેઝલ વેક્સીન પહેલા બૂસ્ટર ડોઝના રૂપમાં લગાવવામાં આવશે. જેમકે, જો કોઈ વ્યક્તિને પહેલાથી જ બૂસ્ટર ડોઝ મળી ચુક્યો છે તો તેમને નેઝલ વેક્સીન મુકવામાં નહીં આવશે. આ એ લોકો માટે છે જેમણે હજુ સુધી પ્રીકોશનરી ડૉઝ નથી લીધો.

ડૉ. અરોડાએ જણાવ્યું કે, વેક્સીન પ્રોગ્રામના હિસ્સાના રૂપમાં CoWIN ચોથા ડોઝનો સ્વીકાર નહીં કરશે. તેમણે આગળ કહ્યું કે, માની લો કે તમે ચોથો ડોઝ લેવા માંગો છો. જો કોઈ વ્યક્તિને કોઈ વિશેષ પ્રકારના એન્ટીજનની વારંવાર ઈમ્યુનિટી આપવામાં આવે છે તો શરીર પ્રતિક્રિયા આપવાનું બંધ કરી દે છે, અથવા ખોટું રિએક્શન આપે છે. આ અવધારણાને એન્ટીજન સિંક કહેવામાં આવે છે. વેક્સીન ટાસ્ક ફોર્સે જણાવ્યું કે, આથી શરૂઆતમાં mRNA ના ડોઝ છ મહિનાના અંતરે આપવામાં આવે છે. બાદમાં લોકો ત્રણ મહિનાના અંતરે તેને લઈ રહ્યા છે પરંતુ, તે મામલામાં તેનાથી વધુ મદદ નથી મળી આથી, હાલ ચોથા ડોઝનો કોઈ મતબલ નથી.

શું નેઝલ વેક્સીન બાદ બૂસ્ટર ડોઝ લેવો પડશે?

શું નેઝલ વેક્સીન લીધા બાદ લોકોએ બૂસ્ટર ડોઝ લેવાની જરૂર છે? આ સવાલના જવાબમાં ડૉ. અરોડાએ જણાવ્યું હતું કે, એ વાતના કોઈ પુરાવા નથી કે વધુ વેક્સીનના ડોઝની જરૂરિયાત હશે કે નહીં. ત્યાં સુધી કે એ દેશોમાં પણ જ્યાં લોકોએ વેક્સીનના ત્રણ ડોઝ લીધા છે, ત્યાં હાલ પણ લોકો સંક્રમણથી પીડિત છે. 18 વર્ષ કરતા વધુ ઉંમરની કોઈપણ વ્યક્તિ નેઝલ વેક્સીન લઈ શકે છે. ડૉ. અરોડાએ જણાવ્યું કે, આ ખૂબ જ સરળ છે. પ્રત્યેક Nostril માં ચાર ટીપાં, કુલ 0.5 મિલીલીટર નાંખવાના છે. તેમા થોડી વાર માટે નાક બ્લોકેજને છોડીને ખૂબ જ ઓછી સાઈડ ઈફેક્ટ થાય છે. આ એક અત્યંત સુરક્ષિત વેક્સીન છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp