એક દિવસમાં 36000 લોકોના થશે મોત, કોરોના પર નવા આંકડાઓએ ચીનને ડરાવ્યું

PC: scmp.com

ચીનમાં કોરોના વાયરસની લહેરે પૂરી રીતે દુનિયાને એલર્ટ કરી દીધી છે. રોજ મોટી સંખ્યામાં કેસ સામે આવી રહ્યા છે. હૉસ્પિટલોમાં બેડ્સની અછત છે, જ્યારે હવે આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ચીનમાં એક દિવસમાં 36 હજાર લોકોના મોત થઇ શકે છે. તે પહેલા સંભવિત આંકડાઓથી ખૂબ જ વધારે છે. રિપોર્ટ્સ મુજબ 26 જાન્યુઆરીના રોજ ચીનમાં કોરોના વાયરસ મોતનો આંકડો તાડવ મચાવી શકે છે. એનાલિટીક્સ કંપની એરફિનિટીએ પહેલા ચીન માટે 2 લહેરોનું અનુમાન લગાવ્યું હતું, જેમાં એક જ દિવસે થનારા મોતોની સંખ્યા 25 હજાર સુધી પહોંચી ગઇ હતી, પરંતુ હવે આ આંકડો બદલાઇ ગયો છે.

તેની પાછળનું કારણ તહેવાર અને લોકોનું એક જગ્યાથી બીજી જગ્યાએ જવાનું છે. એરફિનિટીના એનાલિટીક્સ ડિરેક્ટર ડૉ. મેટ લિનલીએ કહ્યું કે, ‘હવે અમે સંક્રમણ સાથે એક મોટી અને વધુ લાંબી લહેર જોવાની આશંકા વ્યક્ત કરી રહ્યા છીએ.’ તેમણે આગળ કહ્યું કે, તેજ કોરોના વાયરસની લહેરોનો અર્થ સ્વાસ્થ્ય સુવિધાઓ પર વધારે ભાર પડશે અને એ સંભાવના છે કે ભીડવાળી હૉસ્પિટલો અને દેખરેખની કમીના કારણે ઘણા દર્દીઓના મોત થઇ શકે છે.

ઉલ્લેખનીય છે કે, દેશવ્યાપી વિરોધોથી પ્રેરિત થઇને ચીને 8 જાન્યુઆરીના રોજ પોતાની સીમાઓને ફરીથી ખોલી દીધી હતી. ચીને ઝીરો કોવિડ પોલિસી સમાપ્ત કરી દીધી છે. લ્યૂનર ન્યૂ યર ફેસ્ટિવલ 7 જાન્યુઆરીના રોજ શરૂ થયો, જ્યારે ચીની લોકો 21 જાન્યુઆરીથી શરૂ થનારી છુટ્ટીની તૈયારીમાં પોતાના ગૃહનગર ફરી ગયા છે. એરફિનિટીના સંશોધન મુજબ, 13-27 જાન્યુઆરી વચ્ચે અંદાજિત 62 લાખ સંક્રમણ સાથે કેસ એક દિવસમાં 48 લાખ સુધી વધી શકે છે. કંપનીએ એમ પણ કહ્યું કે, તેનું નવું મોડલ 1 ડિસેમ્બરથી કુલ કેસોની સંખ્યા મુજબ 72.9 લાખથી વધીને 97.3 લાખ કરી રહ્યું છે.

મોતો પર કંપનીનું અનુમાન છે કે, 1 ડિસેમ્બરથી લગભગ 5,75,000 લોકોના મોત કોરોનાના કારણે થઇ શકે છે. તો ગત અનુમાન 4,36,780 હતું. ચીને શનિવારે પહેલી વખત પોતાના કોરોના વાયરસથી થનારા મોતોના આંકડાઓને સંશોધિત કર્યા, જેથી કોરોનાના કારણે થનારા મોતોની સંખ્યા અને સમવર્તી કોરોના સંક્રમણ સાથે 50 હજાર આસપાસ હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. ત્યારબાદ પણ માનવામાં આવી રહ્યું છે કે ચીને મૃતકોના આંકડા ઓછા કરીને દેખાડ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp