ભારતમાં આ સમયે આવી શકે છે કોરોનાની લહેર, ઓમીક્રોનના 11 સબ વેરિયન્ટ હાજર

ચીન બાદ હવે જાપાન અને અમેરિકા સહિત કેટલાક દેશોમાં કોરોનાથી પરિસ્થિતિ બગડવા લાગી છે. ભારતમાં સંક્રમણ હાલ કાબૂમાં છે. પણ અધિકારીઓનું કહેવું છે કે, ગયા થોડા વર્ષોના ટ્રેન્ડને જોઇને લાગે છે કે, જાન્યુઆરી મહિનામાં કેસ વધી શકે છે. ભારતમાં વિદેશથી આવેલા કોરોના પોઝિટિવ દર્દીઓમાં ઓમીક્રોનના 11 સબ વેરિયન્ટ મળ્યા છે. 24મી ડિસેમ્બર, 2022થી 3જી જાન્યુઆરી, 2023 વચ્ચે, બહારથી આવેલા 124 યાત્રી કોવિડ 19 પોઝિટિવ આવ્યા છે. દરેક સેમ્પલ જીનોમ સીક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા હતા. 40ના રિપોર્ટ આવી ગયા છે. તેમાં ઓમિક્રોનના 11 સબ વેરિયન્ટ મળ્યા છે. સૌથી વધારે કેસ XBB અને BQ.1.1 સબ લિનિએજના છે.

ચીન, જાપાન અને સાઉથ કોરિયા સહિત કેટલાક દેશોમાં કોરોના વિસ્ફોટ બાદ ભારતે 24મી ડિસેમ્બર, 2022થી 2 ટકા આંતરરાષ્ટ્રીય યાત્રિઓનું રેન્ડમ સ્ક્રીનિંગ શરૂ કરી દીધું હતું. 3જી જાન્યુઆરી સુધી 9.05 લાખ એવા યાત્રીઓ આવ્યા છે. જેમાંથી લગભગ 2000નો ટેસ્ટ થયો છે. તેમાંથી 124 લોકોના કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.

ભારતમાં કોરોના વાયરસના XBB 1.5 વેરિયન્ટના કેટલાક કેસ સામે આવી ચૂક્યા છે. કોરોના વાયરસના આ વેરિયન્ટના કારણે અમેરિકામાં કેસ વધી રહ્યા છે. XBB 1.5 વેરિયન્ટ ઓમિક્રોનના XBB વેરિયન્ટથી જ સંબંધિત છે. અમેરિકામાં વાયરસના 44 ટકા કેસ XBB અને XBB 1.5ના જ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને ઓમીક્રોનના નવા સબ વેરિયન્ટ XBB 1.5ને હજુ સુધીનો સૌથી ઝડપથી ફેલાનારો વાયરસ માન્યો છે. દર બીજા સપ્તાહે તેનાથી સંક્રમિત લોકોની સંખ્યા બમણી થઇ રહી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને XBB 1.5 સબવેરિયન્ટથી ઉત્તર પૂર્વ અમેરિકાને સૌથી વધારે પ્રભાવિત માન્યું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનને ઉત્તર પૂર્વ અમેરિકામાં XBB 1.5 સબવેરિયન્ટના ઝડપથી ફેલાવા પાછળ ચિંતા વ્યક્ત કરી છે.

દેશમાં કોરોના વાયરસ મહામારી દરમિયાન વેક્સીનેશન પર ઘણો ભાર મૂકવામાં આવ્યો હતો. આ કેસમાં જાણકારોનું કહેવું છે કે, કોરોના સંક્રમણના જોખમને ઓછું કરવા માટે આપણે વેક્સિન ખાસ રૂપે લેવાની જરૂર છે. એક્સપર્ટ્સનું કહેવું છે કે, ચીનમાં ફેલાયેલા કોરોના વાયરસથી આપણે સાવધાન રહેવાની જરૂર છે. આપણે કોઇપણ પરિસ્થિતિમાં લડખડાવું ન જોઇએ.

પોસ્ટ કોવિડના લક્ષણોને અવગણવાની ભૂલ ન કરવી જોઇએ. કોવિડથી સારા થયા બાદથી લોકોને થાક લાગી રહ્યો છે. છાતીમાં દુખાવો થવા લાગ્યો છે તેને અવગણવો ન જોઇએ. આ દુખાવો હાર્ટની નબળાઇના કારણે પણ થઇ શકે છે. ઠીક થયાના થોડા દિવસ બાદ સુધી ઓક્સિજન, તાવ, બ્લડ પ્રેશર અને શુગરની જરૂર તપાસ કરાવો. ઉંઘ લો અને આરામ કરો. થોડા દિવસો બાદ જ્યાર સુધી સંપૂર્ણ રીતે ઠીક ન અનુભવો તો ડોક્ટર પાસે ચેકઅપ કરાવી લેવું.

About The Author

Related Posts

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.