ભારત બાયોટેક્ની નેઝલ વેક્સીનની પ્રાઇસનો થયો ખુલાસો, જાણો તમને કેટલામાં મળશે?

PC: theprint.in

કોરોના વાયરસના વધતા કેસો વચ્ચે એક સારા સમાચાર પણ સામે આવી રહ્યા છે, જેમાં હવે ઇન્જેક્શન સિવાય નાક દ્વારા લેવાતી દવાને પણ લીલી ઝંડી મળી ગઈ છે. જો કે, અત્યાર સુધી આ વેક્સીન લગાવવામાં આવી રહી નહોતી.

હવે તેને કોવિડ પોર્ટલ પર લિસ્ટેડ કરવાની મંજૂરી મળી ગઈ છે. તો રિપોર્ટ્સ મુજબ iNCOVCC વેક્સીનની કિંમત 800 + 5 ટકા GST બતાવવામાં આવી રહી છે. આ સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી કિંમત છે. તો કહેવામાં આવી રહ્યું છે કે, કંપની ઈચ્છે છે કે વેક્સીનની કિંમત 1000 રૂપિયા રાખવામાં આવે.

કેન્દ્ર સરકારે હાલમાં જ ભારત બાયોટેકની નેઝલ વેક્સીનને મંજૂરી આપી છે. આ વેક્સીનનું નામ છે iNCOVCC. કોવિન પ્લેટફોર્મ પર હવે આ વેક્સીન પણ ઉપલબ્ધ હશે. આ વેક્સીન 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને લગાવવામાં આવશે. નાકથી આપવામાં આવનારી આ વેક્સીનને બૂસ્ટર ડોઝના રૂપમાં લગાવવામાં આવશે. વર્તમાનમાં ભારત બાયોટેક્ની કોવેક્સીન, સિરમ ઇન્સ્ટિટ્યૂટના કોવિશીલ્ડ, રશિયન સ્પુતનિક V અને બાયોલોજિકલ E લિમિટેડની કાર્બોવેક્સીન કોવિન પોર્ટલ પર લિસ્ટેડ છે.

ભારત બાયોટેકે ગત 6 સપ્ટેમ્બરના રોજ જાહેરાત કરી હતી કે, તેની આખી દુનિયાની પહેલી ઇન્ટ્રાનેઝલ કોવિડ-19 વેક્સીન iNCOVCC (BBV154)ને DGCI તરફથી 18 વર્ષથી ઉપરના લોકોના ઇમરજન્સી ઉપયોગની મંજૂરી મળી ગઈ છે.

કઈ રીતે આપવામાં આવશે વેક્સીન?

આ વેક્સીન નાક દ્વારા સ્પ્રે કરી આપવામાં આવે છે. મતલબ વેક્સીન લેનારાઓના ખભા પર વેક્સીન લગાવવામાં આવતી નથી. તેના 2 ડોઝ આપવામાં આવે છે. જાણકારોએ કહ્યું કે, રાજ્ય કે કેન્દ્ર સરકારોએ ખરીદી માટે કોઈ અપીલ કરી નથી.

બીજા દેશમાંથી મંજૂરી મળ્યા બાદ iNCOVCCને અન્ય દેશોમાં વેક્સીનના નિકાસ કરવાની યોજના બનાવી રહ્યા છે. આ ઇન્ટ્રાનેઝલને ભારતમાં 18 વર્ષ અને તેનાથી વધુ ઉંમરના લોકો માટે બુસ્ટર ડોઝ માટે ઇમરજન્સી ઉપયોગ માટે CDSCO પાસેથી પણ મંજૂરી મળી ગઈ છે.

વેક્સીનને વૉશિંગટન યુનિવર્સિટી, સેંટ લુઈસ સાથે પાર્ટનરશિપમાં વિકસિત કરવામાં આવી હતી. ઇન્ટ્રાનેઝલ વેક્સીનને પહેલા કોવેક્સીન કે કોવિશિલ્ડ સાથે પૂરી રીતે વેક્સીન લગાવવામાં આવેલા લોકો માટે બૂસ્ટર શૉટના રૂપમાં અપ્રુવ કરવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ્સ મુજબ જાન્યુઆરીન અંત સુધી તે લોકો માટે ઉપલબ્ધ હશે, જેને કોરોના વેક્સીનના બંને ડોઝ લીધા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp