ચીનમાં હવે સેલેબ્રિટીથી લઇને સામાન્ય લોકો જાતે જ કોરોના સંક્રમિત થઇ રહ્યા છે

PC: ndtv.com

ભારતના પડોસી દેશ ચીનમાં કોરોના મહામારી આઉટ ઓફ કંટ્રોલ થઇ ચૂકી છે. સેલેબ્રિટીથી લઇને સામાન્ય લોકો આ કાળનો ભોગ બની ચૂક્યા છે. જગની સામે આ વાત છુપાવવા માટે ચીન કોરોનાથી થનારા મોત અને સંક્રામિતોનો આંકડો છુપાવી રહ્યું છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના આંકડા છુપાવવા માટે ચીનને ફટકાર લગાવી છે. હવે ખબર એવી છે કે, ચીનના યુવા પોતાને જ સંક્રમિત કરી રહ્યા છે. તેમાં કેટલાક સેલેબ્રિટી અને સામાન્ય નાગરિકો પણ શામેલ છે. રિપોર્ટ્સ એવા છે કે, કેટલાકે પોતાને કોરોનાથી સંક્રમિત કરી લીધા છે જેથી તેમણે પોતાની રજાઓ કેન્સલ કરવી પડી. ચીનમાં લોકો આવું કેમ કરી રહ્યા છે. તેના પર એક ચોંકાવનારી વાત સામે આવી છે.

ચીનમાં કોરોના મહામારીથી બચવું લગભગ અશક્ય બની ગયું છે. કોરોનાએ વૃદ્ધ લોકોના જીવ પર વધારે જોખમ નાખ્યું છે. એવામાં લાચાર થઇ ચૂકેલા ચીનના નાગરિકો હવે પોતે જ સંક્રમિત થઇ રહ્યા છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, સેલેબ્રિટીથી લઇને કેટલાક યુવા ચીની નાગરિકોએ પોતાને કોવિડથી સંક્રમિત કરી લીધા છે જેથી તેમણે પોતાની રજાની યોજનાઓમાં ફેરફાર ન કરવો પડે. જોકે, કેટલાકે ખુલીને તેના પર વાત નથી કરી. તેમને ચીની સરકારનો ડર છે કે, કોરોના પર કંઇ કહેવું તેમના અને તેમના પરિવાર માટે જોખમ હોઇ શકે છે.

મીડિયા સાથેની વાતચીતમાં કેટલાક યુવાઓએ કહ્યું કે, તેઓ પોતાને સંક્રમિત કરી રહ્યા છે કારણ કે, એક વાર નવા વેરિયેન્ટથી સંક્રમિત થયા બાદ તેમના શરીર માં એન્ટીબોડી વિકસિત થઇ જશે. એવામાં તેઓ બીમાર ન પડશે. શાંઘાઇના એક રહેવાસીએ કહ્યું કે, તેમણે પોતાને સંક્રમિત કર્યા કે જેથી રજાઓમાં ફરવા જતી વખતે બીમાર ન પડે. જ્યારે, ચીની ગાયિકા અને ગીતકાર જેન ઝાંગે ડિસેમ્બરમાં કહ્યું હતું કે, તો પોતે જ સંક્રમિત થયા કારણ કે, તેઓ નવા વર્ષની પૂર્વ સંધ્યાની સંગીત કાર્યક્રમ દરમિયાન સંક્રમણના જોખમમાં નથી પડવા માગતા.

એક અન્ય યુવતીએ કહ્યું કે, તેણે પોતાની મિત્ર પાસે જઇને પોતાને સંક્રમિત કરી. એક મહિલા, જે સરકારી નોકરી કરે છે, તેણે કહ્યું કે, તે પણ એ લોકોની સાથે મળીને સંક્રમિત થઇ ગઇ જેને કોવિડ થયો હોય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp