ભારત ફરવા આવેલા 4 ઓસ્ટ્રેલિયન પર્યટક કોરોના પોઝિટિવ, દેશમાં 5ના મોત

PC: indiatvnews.com

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા શેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, ભારતમાં છેલ્લા 24 કલાકમાં 618 નવા કોરોનાના કેસ નોંધાયા છે. આ દરમિયાન 4 ઓસ્ટ્રેલિયન પર્યટકોને જયપુરમાં રાજસ્થાન યુનિવર્સિટી ઓફ હેલ્થ સાયન્સિસ (RUHS) હૉસ્પિટલમાં સાવધાનીના રૂપમાં દેખરેખ માટે રાખવામાં આવ્યા છે. કોરોના વાયરસના કારણે થયેલા 5 મોતોમાંથી કર્ણાટકમાં  2, મહારાષ્ટ્રમાં 2 અને ઉત્તરાખંડમાં 1 મોત થયું છે. રાજસ્થાનમાં બુધવારે કોરોના વાયરસના 11 નવા કેસ મળ્યા છે.

તેમાં 5 ઉદયપુર, 3 ભીલવાડા, 2 જયપુર અને 1 રાજસમંદમાં મળ્યા છે. રાજ્યમાં અત્યારે 56 એક્ટિવ કેસ છે. ભારતમાં છેલ્લા કેટલાક અઠવાડિયામાં દૈનિક કેસોની સંખ્યામાં આશ્ચર્યજનક રૂપે વધારો થયો છે. જીવ ગુમાવનારા લોકોની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે. દેશમાં સક્રિય કેસોની સંખ્યા વધીને 4,197 થઈ ગઈ છે, જ્યારે મૃતકોની સંખ્યા વધીને 5,30,789 થઈ ગઈ છે. રાષ્ટ્રીય કોરોનાનો રિકવરી દર 98.80 ટકા નોંધાયો છે.

સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા શેર કરવામાં આવેલા આંકડાઓથી ખબર પડે છે કે, મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, તામિલનાડુ, મધ્ય પ્રદેશ, કર્ણાટક, હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીર જેવા રાજ્યોમાં અને 15 અન્ય જિલ્લા છે, જેમાં સકારાત્મક દર 5 ટકા અને 10 ટકા વચ્ચે છે. અલગ-અલગ રાજ્યોની વાત કરીએ તો હિમાચલ પ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં 28 કોરોના વાયરસના નવા કેસ નોંધાયા છે, જ્યારે ગુજરાતમાં 90 નવા કોરોનાના કેસ નોંધાયા છે.

સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ, આખા દેશના 9 જિલ્લાઓમાં ગયા અઠવાડિયે (8-14 માર્ચ)માં 10 ટકાથી વધુ કે તેની બરાબરનો કોરોના સકારાત્મક દર નોંધાયો છે. એક રિપોર્ટ મુજબ છેલ્લા 30 દિવસોની અંદર રોજ મળતા નવા કોરોનાના કેસોની સંખ્યા 8 ગણી વધી ગઈ છે. એક્સપર્ટ્સ તેના માટે કોરોના વાયરસના નવા વેરિયન્ટ XBB.1.16ને જવાબદાર માની રહ્યા છે, જે ભારતમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. કોરોના વેરિયન્ટ્સને ટ્રેક કરનારી એક ઇન્ટરનેશનલ પ્લેટફોર્મે આ વેરિયન્ટને લઈને આખી દુનિયામાં જીનોમ સિક્વેન્સિંગ કરી છે.

તેમાં XBB.1.16 વેરિયન્ટના સૌથી વધુ 48 કેસ ભારતીય સેમ્પલોમાં જ મળ્યા છે, જ્યારે બ્રુનેઇમાં 11, અમેરિકામાં 15 અને સિંગાપુરમાં 14 સેમ્પલમાં આ સિક્વેન્સિંગ મળી છે. આ સિક્વેક્સિંગના આધાર પર પ્લેટફોર્મે એક રિપોર્ટ જાહેર કર્યો છે, જેમાં ભારત સહિત આ 4 દેશોમાં કોરોનાના નવા કેસોમાં અચાનક મોટું અંતર જોવા મળ્યું છે. એક અંગ્રેજી અખબારના રિપોર્ટ મુજબ, XBB1.16 વેરિયન્ટ ખૂબ ઝડપથી આખા દેશમાં ફેલાઈ રહ્યો છે. કેન્દ્ર સરકારની જિનોમ સિક્વેન્સિંગ સાથે જોડાયેલા ટોપ એક્સપર્ટે નામ ન પ્રકાશિત કરવાની શરત પર તેની પુષ્ટિ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp