EDના અધિકારીએ જણાવ્યું કેવી રીતે શવ રાખવાની બેગ પર થયું કરોડોનું કૌભાંડ

PC: indiatv.in

કોવિડ કેર સેન્ટર કૌભાંડ કેસમાં એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના મોટા અધિકારીએ એક ન્યૂઝ ચેનલને મહત્ત્વની જાણકારી આપી છે. અધિકારીએ જણાવ્યું કે, આ કેસમાં જે છાપેમારી થઈ છે, તેમાં EDને 68.65 લાખ રૂપિયા કેશ મળ્યા છે, મહારાષ્ટ્રની ઘણી જગ્યાઓ પર સ્થિત 50 અચલ પ્રોપર્ટીના ડોક્યૂમેન્ટ મળ્યા છે, જેની બજારમાં કિંમત 150 કરોડ રૂપિયા કરતા વધુ છે. એ સિવાય 15 કરોડ રૂપિયાની ફિક્સ ડિપોઝિટ (FD) અને ઇન્વેસ્ટમેન્ટ મળ્યા છે અને 2.46 કરોડ રૂપિયાની કિંમતની જ્વેલરી પણ મળી છે.

EDએ છાપેમારીમાં ઘણા મોબાઈલ ફોન અને લેપટોપ પણ જપ્ત કર્યા છે, તેની સાથે જ ઘણા બધા ઇન્ક્રિમેન્ટિંગ ડોક્યૂમેન્ટ પણ જપ્ત કરવામાં આવ્યા છે. એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના અધિકારીએ એક ન્યૂઝ ચેનલને જણાવ્યું હતું કે, આ કેસની તપાસમાં જાણવા મળ્યું કે, એક કંપની મૃત કોરોના વાયરસના દર્દી માટે બોડી બેગ બનાવીને બીજી કંપનીને 2 હજાર રૂપિયામાં આપી રહી હતી. ત્યારબાદ એ કંપની એ જ બોડી બેગને 6 હજાર 800 રૂપિયામાં સેન્ટ્રલ પ્રોક્યૂમેન્ટ ડિપાર્ટમેન્ટને આપી રહી હતી અને આ કોન્ટ્રાક્ટ એ સમયના બૃહમુંબઈ મહાનગર પાલિકા (BMC)ના મેયરના કહેવા પર આપવામાં આવ્યો હતો. 

એટલું જ નહીં BMCને જે કિંમતોમાં કોરોના વાયરસની દવાઓ સપ્લાઈ કરવામાં આવી રહી હતી, એ દવાઓની કિંમત બજારમાં 25-30 ટકા ઓછી હતી. હેરાનીની વાત એ છે કે આ પ્રકારની સમસ્યા બાબતે સંકેત આપવા છતા BMCના અધિકારીઓના દબાવના કારણે દવાઓની એ જ કિંમત ચાલુ રાખવામાં આવી. તપાસમાં એવી પણ જાણકારી મળી છે કે લાઇફ લાઇન જમ્બો કોવિડ સેન્ટરમાં ડૉક્ટર અને મેડિકલ સ્ટાફની વાસ્તવિક તૈનાતી BMCને આપવામાં આવેલા બિલિંગમાં નજરે પડી, પરંતુ તૈનાતીની તુલનામાં 60-5 ટકા ઓછી રહી.

બિલિંગ માટે આ કંપનીએ એ ડૉક્ટરોના નામ પ્રદાન કર્યા, જે કામ જ કરી રહ્યા નહોતા. ઉલ્લેખનીય છે કે, BMC કોવિડ કૌભાંડ કેસમાં EDએ આદિત્ય ઠાકરેના નજીકના સૂરજ ચવ્હાણના આવાસ અને અન્ય 15 જગ્યાઓ પર છાપેમારી કરી છે. છાપેમારી દરમિયાન EDને શિવસેના સચિવ સૂરજ ચવ્હાણના મોબાઈલથી સુજિત પાટકર અને સૂરજ ચવ્હાણ વચ્ચે થયેલી ચેટ મળી છે. અધિકારીઓનો દાવો છે કે આ ચેટમાં લાઇફ લાઇન હૉસ્પિટલ મેનેજમેન્ટને કોન્ટ્રાક્ટ આપવા બાબતે અને અન્ય વાતો છે. હવે ED જલદી જ સૂરજ ચવ્હાણને સમન્સ મોકલીને પૂછપરછ માટે બોલાવી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp