મનસુખ માંડવિયાએ કોવિડ મોકડ્રિલ કર્યું, ભારત માટે આગામી 40 દિવસ મહત્વના

PC: deccanherald.com

ચીન સહિત કેટલાક દેશોમાં કોરોનાના વધતા કેસના કારણે ભારતમાં પણ ચિંતા ઉભી થઇ ગઇ છે. ન્યુઝ એજન્સીએ સરકારી સૂત્રોના હવાલાથી કહ્યું છે કે, આગામી 40 દવસો ભારત માટે મહત્વપૂર્ણ રહેશે કારણ કે, ભારતમાં પાછલા થોડા વર્ષોની જેમ જાન્યુઆરીના મધ્યમાં કોવિડ કેસોની સંખ્યામાં વધારો જોવા મળી શકે છે. જ્યારે પણ ઓમિક્રોનનું સબ વેરિયેન્ટ BF 7 આવશે તો એકાએક કેસમાં ઉછાળો આવી શકે છે.

એ સિવાય નેઝલ વેક્સિનને બજારમાં આવતા હજુ એક મહિનો લાગશે. આ વખતે માસ્ક લગાવવું અનિવાર્ય કરવાની સંભાવના નથી. સરકારી સૂત્રોનું કહેવું છે કે, મૃત્યુની સંખ્યા પણ વધવાની આશંકા નથી, પણ કેસમાં ઉછાળો આવી શકે છે. BF 7 વેરિયેન્ટ પર વેક્સીનના પ્રભાવની તપાસ પણ ચાલી રહી છે.

બે દિવસોમાં એરપોર્ટ પર 6000 લોકોની કોરોના તપાસ કરવામાં આવી હતી અને તેમાં 32 લોકો કોરોના પોઝિટિવ આવ્યા હતા. કાલે સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા એરપોર્ટ પર જશે. ટ્રેન્ડ કહે છે કે, પૂર્વ એશિયાથી શરૂ થયા બાદ ભારત પહોંચવામાં વાયરસને 30થી 35 દિવસનો સમય લાગે છે. આ હિસાબે જાન્યુઆરી મહિનો ભારત માટે મહત્વનો રહેશે.

એક અધિકારીએ કહ્યું કે, વિગતમાં, એ જોવા મળ્યું હતું કે, પૂર્વ એશિયાના કોવિડ 19ની ચપેટમાં આવવાના 30થી 35 દિવસ પછી ભારતમાં મહામારીની એક નવી લહેર આવી હતી. આ એક પ્રવૃત્તી રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સૂત્રોએ કહ્યું છે કે, સંક્રમણની ગંભીરતા ઓછી છે. જો કોવિડની નવી લહેર આવે છે તો તેનાથી થનારા મોત અને સંક્રમિતોને હોસ્પિટલમાં દાખલ કરવાની સંભાવના ઓછી રહેશે.

સૂત્રોએ કહ્યું કે પરિસ્થિતિને જોતા જલ્દી જ ચીન સહિત 6 દેશોથી આવનારા હવાઇ યાત્રીઓ માટે કોરોના તપાસ અનિવાર્ય કરવા અને એર સુવિધાના અન્ય પ્રાવધાન લાગૂ કરવાની સંભાવના છે. ચીન સિવાય આ દેશોમાં સિંગાપોર, જાપાન, થાઇલેન્ડ, દક્ષિણ કોરિયા અને હોંગ કોંગ શામેલ છે.

આખા દેશની કેટલીક હોસ્પિટલોએ મંગળવારે કોવિડ 19ના કેસમાં કોઇ પણ વધારાનો સામનો કરવા માટે સ્વાસ્થ્ય સુવિધાઓની તૈયારીની તપાસ કરવા માટે મોક ડ્રિલનું આયોજન કર્યું હતું. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે, ઉપકરણો અને માનવ સંસાધનોના પરિચાલન સંબંધિત તૈયારીઓનું આકલન કરવું મહત્વપૂર્ણ છે. દિલ્હીમાં, LNJP હોસ્પિટલ સિવાય, કેન્દ્ર હેઠળ આવનારા સફદરજંગ હોસ્પિટલ જેવી કેટલીક સરકારી હોસ્પિટલો અને દક્ષિણ દિલ્હીની એપોલો હોસ્પિટલ સહિત ખાનગી હોસ્પિટલોમાં પણ મોક ડ્રિલ કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp