કોરોનના ડરથી ત્રણ વર્ષ સુધી રૂમમાં બંધ રહ્યા માતા-પુત્ર, બાળકની હાલત જોઈ પોલીસ..

કોરોના રોગચાળાના શરૂઆતના દિવસોમાં દરેક લોકો ડરી ગયા હતા. લોકોએ અહીં અને ત્યાં આવવા જાવાનું બંધ કરી દીધું હતું. બધાએ પોતપોતાને તેમના ઘરમાં કેદ કરી લીધા હતા. પરંતુ ધીરે ધીરે રોગચાળો કાબૂમાં આવ્યો. સરકાર દ્વારા પણ છૂટછાટ આપવામાં આવી અને બધું સામાન્ય થઈ ગયું. પરંતુ, આજથી ત્રણ વર્ષ પહેલા ગુરુગ્રામની એક મહિલાએ કોરોના મહામારીના ડરથી પોતાને એક રૂમમાં બંધ કરી દીધી હતી. આ સાથે મહિલાએ તેના પુત્રને પણ રૂમમાં બંધ કરી દીધો હતો. આશ્ચર્યની વાત એ છે કે, મહિલા ત્રણ વર્ષ સુધી તેના રૂમમાંથી બહાર નીકળી નહોતી. મહિલાનો દીકરો સાત વર્ષનો હતો જ્યારે તેણે છેલ્લે સૂર્યને જોયો હતો. માસૂમ ત્રણ વર્ષ સુધી એક રૂમમાં બંધ રહ્યો. જ્યારે પોલીસે જ્યારે માતા-પુત્રને રૂમમાંથી બહાર કાઢ્યા, તો બાળકની હાલત જોઈને બધા દંગ રહી ગયા.

ત્રણ વર્ષથી મુનમુન માંઝી (33)એ પોતાને તેના પુત્ર સાથે એક રૂમમાં બંધ રાખ્યા હતા. જ્યારે પોલીસ માતા-પુત્રને રૂમમાંથી બહાર લઈ ગઈ ત્યારે મુનમુન પોલીસને વારંવાર કહેતી રહી કે, હું મારા પુત્રને બહાર જવા નહીં દઉં. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, મુનમુન કોરોના મહામારીને લઈને ગભરાટમાં હતી. મુનમુન સતત પોલીસકર્મીઓને કહેતી હતી કે, હું મારા દીકરાને બહાર નહીં નીકળવા દઉં… જો મારો દીકરો બહાર નીકળશે તો તે તરત જ મરી જશે.

કોરોના મહામારીના શરૂઆતના દિવસોમાં મુનમુને તેના પુત્રને પોતાની સાથે રૂમમાં બંધ કરી દીધો હતો. તે સમયે તેનો પુત્ર સાત વર્ષનો હતો. ત્રણ વર્ષથી માસૂમ બંધ રૂમમાં કેદ હતો. તે કોઈને મળી શક્યો નહીં. રૂમમાં તેની માતા એકમાત્ર વ્યક્તિ હતી જેની સાથે તે આખો દિવસ પસાર કરતો હતો. બાળક જ્યારે રૂમમાંથી બહાર આવ્યો ત્યારે તે દસ વર્ષનો થઇ ગયો હતો. એક રિપોર્ટ અનુસાર, બાળકે રૂમની દિવાલો પર ઘણું બધું લખેલું હતું. બાળકે રૂમની દીવાલો પર અનેક ચિત્રો પણ બનાવ્યા હતા. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ત્રણ વર્ષમાં બાળકના વાળ ખભા સુધી વધી ગયા હતા. મા-દીકરો જે રૂમમાં રહેતા હતા તે રૂમ કચરાના ઢગલાથી ભરેલો હતો. જો થોડા દિવસો સુધી બાળકને રૂમમાંથી બહાર ન કાઢવામાં આવ્યો હોત તો કંઈક અઘટિત બની શકે તેમ હતું.'

કોરોના મહામારીના ડરથી મુનમુને પોતાના પુત્ર સાથે એક રૂમમાં બંધ કરી દીધી હતી. ત્રણ વર્ષ સુધી મુનમુને તેના પતિને પણ રૂમમાં પ્રવેશવા ન દીધો. મુનમુનના પતિ સુજન માંઝી એક ખાનગી કંપનીમાં એન્જિનિયર છે. શરૂઆતના દિવસોમાં તેણે તેની પત્નીને સમજાવવાની ઘણી કોશિશ કરી પરંતુ મુનમુન મહામારીથી ખૂબ ડરી ગઈ હતી. મુનમુનને ડર હતો કે જો તેનો પુત્ર રૂમમાંથી બહાર આવશે તો તે તરત જ મરી જશે. આ પછી સુજને પોલીસની મદદ લીધી. પોલીસે મુનમુન અને તેના પુત્રને રૂમમાંથી બહાર કાઢ્યા હતા. માતા-પુત્રને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મુનમુનના પતિ સુજને કહ્યું કે મને આશા છે કે મારી જિંદગી થોડા દિવસોમાં ફરી પાછી પાટા પર આવી જશે.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.