ઓનલાઈન મળી રહ્યા છે માવા-મસાલા, હોમ ડિલીવરી માટે કોઈ ચાર્જ નહીં
સમગ્ર રાજ્યમાં જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ માટે તંત્ર અને સરકારે છૂટછાટ આપી છે. પણ સુરત, રાજકોટ, જામનગર અને જૂનાગઢ જેવા શહેરમાં આ છૂટછાટમાં પાન, મસાલા-માવાના ઓનલાઈન ઓર્ડર મળતા થયા છે. આટલું જ નહીં હોમ ડિલીવરી માટે પણ કોઈ ચાર્જ લેવાતો નથી. રાજકોટ, જામનગર તથા સુરત જેવા શહેરમાં કેટલાક પાનના વેપારીઓ આ પ્રકારને ફોન પર વાત કરીને માલ તૈયાર કરી રહ્યા છે. આ ઉપરાંત ગ્રાહકોને હોમ ડિલીવરી સર્વિસ પણ આપી રહ્યા છે.
કેટલાક બંધાણીઓ તેનો ઉપયોગ પણ કરી રહ્યા છે. ફોન તથા મેસેજના માધ્યમથી તેમના આ પ્રકારના ઓર્ડર મળી રહ્યા છે. જોકે, રાજકોટ જેવા શહેરમાં બંધ બારણે પાન, ફાકી, માવા-મસાલાના બેગણા ભાવ વસુલવામાં આવી રહ્યા છે. આ રીતે લોકડાઉનના સમયમાં લૂંટ ચાલી રહી છે. માવાના રૂ.15 અને સિગારેટ રૂ.600માં વેચાઈ રહી છે. સામાન્ય રીતે એવું પણ જોવા મળી રહ્યું છે કે, જે ડિલીવરી બોય ઘરે વસ્તુ આપવા માટે આવે છે એમની સાથે રસ્તા આવતા જે તે વિક્રેતાઓના ઘરેથી તેને લાવવાનું કહેવામાં આવે છે. પેકિંગમાં એકાદ બે માવા સરળતાથી રહી જાય છે. ગ્રાહક સુધી પહોંચી જાય છે.
આ સિવાય બીજી પડીકી અને સુકી સોપારીના ભાવ પણ મનફાવે એટલા લેવામાં આવી રહ્યા છે. કેટલાક બંધાણીઓ જથ્થાબંધ પાન-મસાલાનો સ્ટોક કરી રહ્યા કરી રહ્યા છે. તો કેટલાક કાચો માલ જેમ કે, કાચી સોપારી, સેકેલ સોપારી કે સુગંધીના ડબ્બાઓ ઘરે મંગાવીને ચલાવી રહ્યા છે. પણ આ સમયમાં આવો માલ પણ સરળતાથી મળતો નથી અને સસ્તો પણ નથી. લોકડાઉનના સમયમાં જીવન જરૂરિયાતની વસ્તુઓની છૂટનો કેટલાક અંશે દૂરઉપયોગ પણ થઈ રહ્યો છે. બીજી તરફ આ વાતને લઈને પોલીસ પણ સર્તક બની છે. ગત અઠવાડિયે અમદાવાદમાં થર્મોસમાં પાન મસાલા લઈને જતા ગ્રાહકને પોલીસે દબોચી લીધા હતા. આ શખસે મોટા સ્ટિલના થર્મોસમાં પાન મસાલા છુપાવ્યા હતા. જ્યારે પોલીસને કહ્યું હતું કે, તે ગરીબોને ચા-નાસ્તો આપવા માટે જઈ રહ્યો છે. જ્યારે પોલીસને શંકા જતા તપાસ કરી ત્યારે ભાંડો ફૂટ્યો હતો. થર્મોસમાં ઉપરની બાજું દૂધની થેલી રાખી હતી જ્યારે તેની નીચે આ પ્રકારની સામગ્રી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp