વિદેશથી ભારત આવી રહેલા દરેક 150 યાત્રીઓમાંથી એક પોઝિટિવ કેસ મળી રહ્યો છે

PC: onmanorama.com

દુનિયાના કેટલાક દેશોમાં કોરોના વાયરસના કેસ ફરીથી ઝડપથી વધી રહ્યા છે. ચીનમાં પરિસ્થિતિ સૌથી વધારે ખરાબ છે. નિષ્ણાંતોનો દાવો છે કે, ન્યુ યર પર ત્યાં પરિસ્થિતિ વધારે ખરાબ થઇ શકે છે. તેને ધ્યાનમાં રાખતા કેન્દ્ર સરકારે ગુરુવારે એક મોટો નિર્ણય લીધો છે. કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવિયાએ કહ્યું કે, પહેલી જાન્યુઆરીથી હવે છ દેશોથી ભારતમાં આવનારા યાત્રિઓ માટે RT-PCR ટેસ્ટ અનિવાર્ય કરી દેવામાં આવ્યા છે. તેમણે યાત્રા કરવા પહેલા પોતાનો કોરોના નેગેટિવ રિપોર્ટ એર સુવિધા પોર્ટલ પર અપલોડ કરવો પડશે.

સરકારે જે દેશોના યાત્રિઓ માટે RT-PCR ટેસ્ટ અનિવાર્ય કર્યો છે, તેમાં ચીન, હોંગ કોંગ, જાપાન, સાઉથ કોરિયા, સિંગાપોર અને થાઇલેન્ડ શામેલ છે. ઇન્ટરનેશનલ ટ્રાવેલને લઇને જારી ગાઇડલાઇન પર ભ્રમની સ્થિતિના કારણે એર સુવિધા લાગૂ કરવામાં આવી છે. આમ તો, 24મી ડિસેમ્બરથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટથી આવનારા યાત્રિઓમાંથી 2 ટકાનો રેન્ડમ કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. એ સિવાય એરપોર્ટ પર કોવિડ પ્રોટોકોલનું પાલન કરવામાં આવી રહ્યું છે. તે સિવાય એરપોર્ટ પર પ્રવેશ કરવા માટે સ્વાસ્થ્ય અધિકારી યાત્રિઓનું થર્મલ સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે. સ્ક્રીનિંગ દરમિયાન જો લક્ષણ દેખાય તો તેમને પ્રોટોકોલ હેઠળ ચિકિત્સા સુવિધા આપવામાં આવી રહી છે.

વિદેશી યાત્રિઓથી એટલા માટે પણ એલર્ટ રહેવાની જરૂર છે કારણ કે, વિદેશથી આવી રહેલા દરેક 150 યાત્રિઓમાંથી એક પોઝિટિવ મળી રહ્યો છે. આંકડા અનુસાર, ભારતમાં એરપોર્ટ્સ પર 2 દિવસમાં 6000 યાત્રિઓનું કોરોના ટેસ્ટિંગ થયું છે. તેમાંથી 39 કોરોનો પોઝિટિવ આવ્યા હતા એટલે કે, 150માંથી એક યાત્રી કોરોના પોઝિટિવ મળી રહ્યા છે. આ ચિંતા વધારનારી વાત છે કારણ કે, આ દેશના ડેલી એવરેજ કેસથી ઘણા વધારે છે.

સ્વાસ્થ્ય મંત્રાલય સંબંધિત સૂત્રોએ કહ્યું હતું કે, ભારતમાં જાન્યુઆરી મહિનામાં કોરોના સંક્રમણના કેસ વધી શકે છે. દેશ માટે આગામી 40થી 45 દિવસ મહત્વના હશે. જ્યારે, IIT કાનપુરના પ્રોફેસર મનિન્દ્ર અગ્રવાલે પણ માન્યું કે, આગામી થોડા દિવસ કઠિ હોઇ શકે છે. પણ ભારતમાં પૈનિક થવાના કોઇ કારણો નજરે નથી પડી રહ્યા.

ભારતમાં ગયા 24 કલાકમાં 236919 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાં 268 પોઝિટિવ આવ્યા છે. જ્યારે આ વાયરસે 2 લોકોના જીવ લીધા છે. હવે દેશમાં એક્ટિવ કેસોની સંખ્યા વધીને 3552 થઇ ગઇ છે. ડેલી પોઝિટિવિટી રેટ 0.11 ટકા છે, જ્યારે, વીકલી પોઝિટિવિટી રેટ 0.17 ટકા છે. જ્યારે રિકવરી રેટ 98.80 ટકા છે.

ચીનના મહામારી નિષ્ણાંત વૂ જુન્યોએ આગામી ત્રણ મહિનામાં ત્રણ લહેરો આવવાની આશંકા વ્યક્ત કરી છે. તેમણે દાવો કર્યો છે કે, ચીન હજુ પહેલી લહેરનો સામનો કરી રહ્યું છે અને તેનો પીક મિડ જાન્યુઆરીમાં આવી શકે છે. તેમણે કહ્યું કે, 21મી જાન્યુઆરીથી ચીનના લૂનર ન્યુ યર દરમિયાન લોકો ટ્રાવેલ કરશે, જેના કારણે બીજી લહેર શરૂ થશે. જાન્યુઆરીના આખરમાં બીજી લહેરની શરૂઆત થઇ શકે છે જે મિડ ફેબ્રુઆરીમાં પુરી થશે. જ્યારે, ત્રીજી લહેર ફેબ્રુઆરીના આખરમાં શરૂ થઇ શકે છે. હોલીડે બાદ લોકો ફરીથી ટ્રાવેલ કરશે અને આ કારણે ત્રીજી લહેર શરૂ થઇ શકે છે અને ત્રીજી લહેર ફેબ્રુઆરીના આખરથી મિડ માર્ચ સુધી ચાલી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp