કેન્દ્રનો મોટો નિર્ણય, આ 6 દેશોથી આવનારા યાત્રીઓ માટે RT-PCR ટેસ્ટ જરૂરી

PC: economictimes.indiatimes.com

દુનિયાના ઘણા દેશોમાં કોરોના વાયરસના કેસ ફરી ઝડપથી વધી રહ્યા છે. ચીનમાં પરિસ્થિતિ સૌથી ખરાબ છે. વિશેષજ્ઞોઓનો દાવો છે કે નવા વર્ષ પર ત્યાં પરિસ્થિતિ વધુ પણ બગડશે. તેને ધ્યાનમાં રાખતા કેન્દ્ર સરકારે ગુરુવારે મોટો નિર્ણય લીધો. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. મનસુખ મંડવિયાએ જણાવ્યું કે, 1 જાન્યુઆરીથી હવે 6 દેશોથી આવતા મુસાફરો માટે RT-PCR ટેસ્ટ અનિવાર્ય કરી દેવામાં આવ્યું છે. તેમને મુસાફરી કરવા પહેલા પોતાની નેગેટિવ રિપોર્ટ એર સુવિધા પોર્ટલ પર અપલોડ કરવો પડશે.

સરકારે જે દેશોમાં મુસાફરો માટે RT-PCR અનિવાર્ય કર્યું છે, તેમાં ચીન, હોંગકોંગ, જાપાન, દક્ષિણ કોરિયા, સિંગાપુર અને થાઇલેન્ડ સામેલ છે. ઇન્ટરનેશનલ ટ્રાવેલને લઇને જાહેર કરેલી ગાઇડલાઇન પર ભ્રમની સ્થિતિના કારણે એર સુવિધા લાગૂ કરવામાં આવી છે. આમ 24 ડિસેમ્બરથી ઇન્ટરનેશનલ ઉડાણોથી આવનારા મુસાફરોથી 2 ટકાનું રેન્ડમ ટેસ્ટ કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યું છે. એ સિવાય એરપોર્ટ પર કોરોના પ્રોટોકૉલનું પાલન કરાવવામાં આવી રહ્યું છે.

એ સિવાય એરપોર્ટ પર પ્રવેશ કરવા માટે સ્વાસ્થ્ય અધિકારી મુસાફરોની થર્મલ સ્ક્રિનિંગ કરી રહ્યા છે. સ્ક્રિનિંગ દરમિયાન જો લક્ષમ જોવા મળે છે તો તેમને પ્રોટોકોલ હેઠળ ચિકિત્સા સુવિધા આપવામાં આવે છે. વિદેશ મુસાફરોથી એટલે પણ એલર્ટ રહેવાની જરૂરિયાત છે કેમ કે વિદેશથી આવી રહેલા દરેક 150 મુસાફરોમાંથી એક પોઝિટિવ નીકળી રહ્યો છે. આંકડાઓ મુજબ, ભારતમાં એરપોર્ટ્સ પર છેલ્લા 2 દિવસોમાં 6000 મુસાફરોની કોરોના ટેસ્ટિંગ થયું છે.

તેમાંથી 30 મુસાફર કોરોના પોઝિટિવ આવ્યા છે એટલે કે 150માંથી 1 મુસાફર કોરોના પોઝિટિવ આવી રહ્યો છે. આ ચિંતા વધારનારી વાત છે કેમ કે તે દેશના ડેઇલી એવરેજ કેસથી ઘણા વધારે છે. સ્વાસ્થ્ય મંત્રાલય સાથે જોડાયેલા અધિકારીઓએ ગત દિવસોમાં જણાવ્યું હતું કે, ભારતમાં જાન્યુઆરી મહિનામાં કોરોના સંક્રમણના કેસ વધી શકે છે. દેશ માટે આગામી 40-45 દિવસ ખૂબ મહત્ત્વના હશે. તો IIT, કાનપુરના પ્રોફેસર મણીન્દ્ર અગ્રવાલે પણ માન્યું કે આગામી થોડા દિવસ મુશ્કેલ હોય શકે છે, પરંતુ ભારતમાં પેનિક હોવાનું કોઇ કારણ મને નજર પડી રહ્યું છે.

ભારતમાં છેલ્લા 24 કલાકમાં 2,36,919 લોકોનું કોરોના ટેસ્ટ કરવામાં આવ્યું, જેમાં 268 લોકો પોઝિટિવ આવ્યા છે. તો આ વાયરસથી 2 લોકોના મોત થયા છે. હવે દેશમાં એક્ટિવ કેસોની સંખ્યા વધીને 3,552 થઇ ગઇ છે. ડેઇલી પોઝિટિવિટી દર 0.11 ટકા છે, જ્યારે વિકલી પોઝિટિવિટી દર 0.17 ટકા છે. તો રિકવરી રેટ 98.80 ટકા છે. ચીનના મહામારી વિશેષજ્ઞ વૂ જુન્યોએ આગામી 3 મહિનામાં 3 લહેરો આવવાની આશંકા વ્યક્ત કરી છે. તેમણે દાવો કર્યો છે કે, ચીન અત્યારે પહેલી લહેરનો સામનો કરી રહ્યું છે અને તેનો પિક મિડ જાન્યુઆરીમાં હોય શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp