26th January selfie contest

કોરોના સંક્રમિત લોકોમાં ચહેરો ન ઓળખી શકવા જેવા લક્ષણો સામે આવી રહ્યા છે

PC: medium.com.

એક મહિલા કોરોનાથી સંક્રમિત હતી. તેની સારવાર ચાલી રહી હતી. થોડા મહિના પછી તે પોતાના પરિવારને મળી. એ સમયે તેને પાક્કી ખબર ન હતી કે હવે તે કોરોનાથી સંક્રમિત છે કે નહીં. જ્યારે વૈજ્ઞાનિકોએ તેની પૂછ પરછ કરી. તેની તપાસ કરી, તો તેણે કહ્યું કે, તે પોતાના પિતાનો અવાજ કોઇ અન્યના ચહેરામાંથી આવતા સાંભળી રહી હતી. જે ચહેરો તેની સામે હતો તે તેના પિતાનો ન હતો.

માર્ચ, 2020માં કોરોના સંક્રમણ પહેલા તે દરેક લોકોના ચહેરા સામાન્ય રીતે ઓળખી શકતી હતી. સંક્રમણના થોડા દિવસ બાદ તે સારી થવા લાગી. પણ થોડા જ મહિના પછી તે ફરીથી બિમાર પડી. ત્યારથી તેને ચહેરા ઓળખવામાં મુશ્કેલી પડી રહી છે. વૈજ્ઞાનિકો તેને ફેસ બ્લાઇન્ડનેસ કહે છે. વિજ્ઞાનની ભાષામાં તેને પ્રોસોપાગનોસિયા એટલે કે, Prosopagnosia કહેવાય છે. આ લોન્ગ કોવિડ સંબંધિત માનસિક સમસ્યાઓની સ્થિતિમાં જોડવામાં આવે છે.

ત્યાર બાદ વૈજ્ઞાનિકોએ 50થી વધારે લોકોનું સ્ટડી કર્યું છે. આ દરેકને લોન્ગ કોવિડ હતું. તે લોકોને પણ આ મુશ્કેલી પડી રહી હતી. તેઓ સરળતાથી ચહેરો ન હોતા ઓળખી શકતા. આ સમસ્યાની શરૂઆત તેમના સંક્રમણના કારણે જ હતી. 28 વર્ષની આ મહિલાએ કહ્યું કે, ચહેરો પાણીની જેમ દેખાય છે. ચહેરા વહેતા દેખાય છે. હવે તેણે પેઇન્ટિંગ બનાવવા માટે લોકોની સલાહ લેવી પડી રહી છે અને તેમની મદદ લેવી પડી રહી છે. જેથી તે સરળતાથી પેઇન્ટિંગ બનાવી શકે.

ડાર્ટમાઉથ કોલેજના ન્યુરોસાઇકોલોજિસ્ટ મેરી લુઇ કિસલર અને બ્રેડ ડચેને આ મહિલા પર અમુક ટેસ્ટ કર્યા. પછી એ વાતની પુષ્ટિ કરી કે તેને ચહેરા ઓળખવામાં મુશ્કેલી પડી રહી છે. તેને ખાસ પ્રકારની મેમરી ડિફેક્ટ થઇ છે. પણ આ કોઇ મોટો મુદ્દો નથી. ધીમે ધીમે તે નોરમલ થઇ શકે છે. પણ તેને દિશા ભ્રમ પણ થવા લાગ્યો છે. તેને નેવિગેશનમાં પણ મુશ્કેલી પડી રહી છે. જે રસ્તા તેને પહેલા યાદ હતા હવે તેણે તેના માટે GPSનો સહારો લેવો પડી રહ્યો છે.

પ્રોસપગનોસિયામાં દિશા ભ્રમ હોવું પણ સામાન્ય છે. બ્રેડ ડચેને કહ્યું કે, તેની ચહેરો ભૂલવાની મુશ્કેલી અને દિશા ભ્રમે અમારું ધ્યાન ખેંચ્યું. તેને લાગી રહ્યું હતું કે, કોવિડ 19ના કારણે તેના મગજમાં કોઇ પ્રકારનું ડેમેજ થયું છે. કે કોઇ પ્રકારના માનસિક વિકાસમાં બાધા આવી રહી છે. કોરોના સંક્રમણ દરમિયાન તેણે પોતાની સુંઘવાની અને સ્વાદ પારખવાની ક્ષમતાને પણ ગુમાવી દીધી હતી. પણ હવે તે ઠીક થયા બાદ ફરીથી બિમાર પડી ત્યારે તેને ચહેરા ઓળખવામાં મુશ્કેલી પડવા લાગી હતી. દિશાઓ ભૂલવા લાગી હતી.

લોન્ગ કોવિડમાં થાક, ધ્યાન ન લાગવું, બ્રેન ફોગ બવું એ સામાન્ય બાબત છે. સાથે જ માઇગ્રેન અને શરીરનું સંતુલન બનાવવાની સમસ્યા પણ થઇ. શોધકર્તાઓએ એ પણ માન્યું કે કોરોના દરમિયાન જ બ્રેન સ્ટ્રોક પણ આવી શકે છે. બ્રેડ ડચેને કહ્યું કે, તે મહિલા પર કરવામાં આવેલું સ્ટડી એ વાતની પુષ્ટિ કરે છે કે, કોરોના સંક્રમણથી આ પ્રકારની મુશ્કેલીઓ આવી શકે છે. તેથી ડોક્ટરો અને વૈજ્ઞાનિકોએ આ વાતનો ખ્યાલ રાખવો જોઇએ. આ સ્ટડી હાલમાં જ કોર્ટેક્સ જર્નલમાં પ્રકાશિત થયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp