આ રાજ્યમાં લોકડાઉન 5.0 લાગુ થશે? રાજ્યના મુખ્યમંત્રીએ કર્યો આ ઈશારો

PC: langimg.com

કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે દેશભરમાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે અને હાલ લોકડાઉનનો ચોથો તબક્કો ચાલી રહ્યો છે. દરમિયાન દેશની આર્થિક રાજધાની ગણાતા શહેર મુંબઈ પર જાણે કોઈ મોટું પૂર્ણવિરામ મૂકાઈ ગયું હોય એવો માહોલ છે. સર્વત્ર બધું બંધ છે અને દિવસે ને દિવસે આખા મહારાષ્ટ્રમાં કેસ વધી રહ્યા છે. મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 47 હજારને પાર થઈ ગઈ છે. દિવસ-રાત વધી રહેલા કોરોના પોઝિટિવ કેસને ધ્યાને લઈને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ફરી એવા સંકેત આપ્યા છે કે, તા. 31 મે બાદ પણ મહારાષ્ટ્રમાં લોકડાઉન લંબાવવામાં આવી શકે છે.

રવિવારે મુખ્યમંત્રી ઠાકરેએ કરેલા સંબોધનમાં તેમણે કહ્યું હતું કે, લોકડાઉન અચાનક લાગુ કરવું યોગ્ય નિર્ણય ન હતો. હવે તેને દૂર કરવું પણ યોગ્ય નિર્ણય નહીં હોય. સમગ્ર મહારાષ્ટ્રમાં આવનારા 15 દિવસ ખૂબ જ મહત્ત્વના છે. એમના આ નિવેદનને રાજકીય સંકેત તરીકે પણ ગણવામાં આવી રહ્યું છે. આ સાથે એવી પણ સંભાવના છે કે, તા. 31 મે બાદ પણ લોકડાઉન યથાવત રહેશે. રવિવારે બપોરે રાજ્યની પ્રજાને સંબોધન કરતા કેન્દ્ર સરકાર પર ચાબખા માર્યા હતા. બીજી તરફ એવા સંકેતો પણ આપ્યા હતા કે, તા. 31 મે બાદ સમગ્ર મહારાષ્ટ્રમાં લોકડાઉન યથાવત રહેશે. જો આવું થયું તો તે લોકડાઉનનો પાંચમો તબક્કો રહેશે.

પણ ધીમે ધીમે જે રીતે છૂટછાટ આપવામાં આવી રહી છે એમાં પણ થોડી વધુ રાહત આપવામાં આવશે. પણ જો લોકો નિયમોનું પાલન નહીં કરે, દુકાન પર ભીડ કરશે તો ચુસ્ત લોકડાઉન લાગુ કરી દેવાશે. મુંબઈ જ નહીં પણ સમગ્ર મહારાષ્ટ્ર માટે આવનારા 15 દિવસ અતિ મહત્ત્વના છે. પણ કોઈએ પરેશાન થવાની જરૂર નથી. દિલ્હીથી આવેલી ટીમે મે મહિનાના અંત સુધીમાં મહારાષ્ટ્રમાં દોઢ લાખ કોરોના કેસના દર્દી હોવાની આશંકા વ્યક્ત કરી હતી, પણ આપણે આ મહામારીને વધવા દીધી નથી. સરકારે હોસ્પિટલમાં તમામ પ્રકારની જરૂરી સુવિધા ઊભી કરી છે. મહારાષ્ટ્રમાં બ્લડની જરૂર છે. હું તમામ લોકોને અપીલ કરું છું કે, વધુને વધુ લોકો રક્તદાન કરે. અત્યાર સુધીમાં લાખ્ખો-કરોડો રૂપિયાના આર્થિક પેકેજની જાહેરાત કરવામાં આવી છે પણ એનાથી શું મળ્યું છે લોકોને? મહારાષ્ટ્ર સરકાર કોરોનાને નાથવા માટે ઈમાનદારીથી કામ કરી રહી છે.

 

કોઈ ખોટી જાહેરાત નથી કરતી. લોકોએ પોતાની સરકારની કામગીરી ગણાવતા કહ્યું હતું કે, રાશનકાર્ડ વગરના લોકોને પણ અનાજ આપો, માત્ર રૂ. 5માં લોકોને ભોજનની થાળી આપો. રાજ્યના તમામ લોકોને આરોગ્ય વીમો આપો. આશરે છ લાખ પરપ્રાંતિય મજૂરને નાસ્તો અને બે સમયનું જમવાનું આપો. એમના રેલભાડા પર કુલ રૂ. 85 કરોડ ખર્ચાયા છે. આ માટે રૂ. 75 કરોડ રૂપિયોનો ખર્ચો કરવો એ શું રાહત પેકેજથી કમ છે? અમે કેન્દ્ર સરકાર પાસે પરપ્રાંતિય મજૂર માટે 100 જેટલી ટ્રેનની માગ કરી હતી. પણ રેલવે વિભાગ દરરોજ 30થી 40 જ ટ્રેન દોડાવી રહ્યું છે. રાજ્ય સરકાર તમામ પ્રકારની મદદ કરવા માટે તૈયાર છે પણ રેલવેની મદદ જોઈએ છે. એમની આ વાતનો જવાબ રેલમંત્રી પીયૂષ ગોયેલે એક ટ્વીટ કરીને આપ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp