નવા વેરિયન્ટને લઇને WHOનું એલર્ટ-આ દેશોની મુસાફરી કરી રહેલા લોકો માસ્ક પહેરે

PC: twitter.com

અમેરિકા સહિત દુનિયાના ઘણા દેશોમાં ઓમીક્રોનના સબ વેરિયન્ટ XBB.1.5ની તેજીથી થઇ રહેલા પ્રસાર પર વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ ચિંતા વ્યક્ત કરી છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના અધિકારીઓએ તેની સાથે જ કહ્યું કે, ઓમીક્રોનના નવા સબવેરિયન્ટના તેજીથી પસારને જોતા બધા દેશોએ એ ભલામણ કરવા પર વિચાર કરવું જોઇએ કે લાંબી ફ્લાઇટોમાં મુસાફર માસ્ક પહેરે. વિશ્વ આરોગ્ય સંસ્થા/યુરોપના અધિકારીઓએ મંગળવારે એક પ્રેસ બ્રીફિંગમાં કહ્યું કે, ‘યૂરોપમાં XBB.1.5 સબવેરિયન્ટના સંક્રમિતોની સંખ્યા અત્યારે ઓછી છે, પરંતુ તેમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે.’

યુરોપ માટે વિશ્વ આરોગ્ય સંસ્થાના વરિષ્ઠ કટોકટી અધિકારી કેથરિન સ્મોલવુડે કહ્યું કે, ‘મુસાફરોએ લાંબી દુરીની ફ્લાઇટો જેમ કે ઉચ્ચ જોખમવાળી સ્થિતિઓમાં માસ્ક પહેરવાની સલાહ આપવી જોઇએ. તેની સાથે જ તેમણે કહ્યું કે, ‘કોઇ એવા દેશથી આવનારા મુસાફરો માટે ભલામણ જાહેર કરવી જોઇએ, જ્યાં ઝડપથી કોરોના વાયરસના કેસ ફેલાઇ રહ્યા છે.’ સ્વાસ્થ્ય અધિકારીએ જણાવ્યું કે, XBB.1.5 અત્યાર સુધી જોવા મળેલો સૌથી ઝડપથી ફેલાતો ઓમીક્રોન સબવેરિયન્ટ છે. અમેરિકામાં નવા કોરોના સંક્રમિત દર્દીઓમાંથી 27.6 ટકા આ સબવેરિયન્ટના શિકાર છે.

જો કે, એ સ્પષ્ટ નથી કે XBB.1.5 દુનિયામાં કોરોનાની નવી લહેરનું કારણ બનશે કે નહીં. વિશેષજ્ઞોનું કહેવું છે કે, હાલની વેક્સીન ગંભીર લક્ષણો, હૉસ્પિટલમાં એડમિટ થવા અને મોતોથી બચાવે છે. XBB.1.5 ઓમીક્રોનનો એક વધુ વંશજ છે, જે સૌથી વધુ સંક્રામક અને દુનિયાભરમાં કોરોના ફેલાવનારો પ્રભાવી વાયરસ છે. XBB સબવેરિયન્ટનું રૂપ છે, જેને પહેલી વખત ઓક્ટોબરમાં શોધવામાં આવ્યો હતો.

તો વિશ્વ આરોગ્ય સંસ્થાના પ્રમુખ આધાનોમ ઘેબ્રેસિયસે બુધવારે કહ્યું કે, ચીન દ્વારા કેસોના અંડર રિપોર્ટિંગના કારણે અકહી દુનિયામાં કોરોનાથી થનારા મોતોની સંખ્યા પર સંસ્થાના ડેટા ઓછા છે. ગયા અઠવાડિયે વિશ્વ આરોગ્ય સંસ્થાને લગભગ 11,500 મોતોની જાણકારી આપવામાં આવી હતી. જેમાંથી અમેરિકામાં 40 ટકા, યુરોપથી 30 ટકા અને પશ્ચિમી સહિત પ્રશાંત ક્ષેત્રથી 30 ટકા હતા. જો કે, ચીનમાં કોરોના સંબંધિત મોતોના ઓછા રિપોર્ટિંગને જોતા આ સંખ્યા લગભગ નિશ્ચિત રૂપે ઓછી આંકવામાં આવી છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના પ્રમુખે બધા દેશોને યોગ્ય આંકડા શેર કરવાનો આગ્રહ કર્યો, જેથી કોરોના બીમારીના પ્રસાર વિરુદ્ધ વધુ પ્રભાવી લડાઇમાં યોગદાન આપી શકાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp