26th January selfie contest

મહાકાલના શહેર ઉજ્જૈનમાં પહેલીવાર ઉજવાશે શિવદિવાળી- 21 લાખ દીવાઓથી ઝળહળશે

PC: hindustantimes.com

દેવ દિવાળી બાદ હવે શિવ દિવાળી ફરી એક વખત ધાર્મિક નગરી ઉજ્જૈનને વૈશ્વિક પાતાળ પર ચમકાવવા જઇ રહી છે. મહાશિવ રાત્રિના પાવન પર્વ પર ઉજ્જૈનમાં 21 લાખ દીવા સળગાવીને શિવ દિવાળી મનાવવામાં આવશે. આ મુખ્ય આયોજનમાં સામેલ થવા માટે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પણ આવવાના છે. ધાર્મિક નગરી ઉજ્જૈનમાં મહાશિવરાત્રિનો પર્વ ખૂબ જ ઉત્સાહ સાથે મનાવવામાં આવે છે. એવી માન્યતા છે કે મહાશિવ રાત્રિના પર્વ પર ભગવાન શિવ અને પર્વતીના લગ્ન થયા હતા.

મહાકાલેશ્વર મંદિર સમિતિના અધ્યક્ષ અને કલેક્ટર કુમાર પુરુષોત્તમે જણાવ્યું હતું કે ધાર્મિક નગરી ઉજ્જૈનમાં શિવ દિવાળી પર્વને લઈને મોટા પ્રમાણમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે. ઉજ્જૈનમાં શિવ દિવાળીને લઈને ખૂબ ઉત્સાહ છે. આ દિવસે મહાકાલેશ્વર મંદિર, રામઘાટ, દત્ત અખાડા ઘાટ, નરસિંહ ઘાટ, સોનેરી ઘાટ, મંગળનાથ મંદિર, કાળ ભૈરવ મંદિર, 84 મહાદેવ અને ઉજ્જૈનના ઘર મોટા પ્રમાણમાં દીવા સળગાવવામાં આવશે. જિલ્લા પ્રશાસન ઉજ્જૈન જ નહીં, પરંતુ આસપાસના જિલ્લાઓથી પણ 20 લાખ દીવા મંગાવ્યા છે.

આ આયોજનાને ‘શિવ જ્યોતિ અર્પણમ’ નામ આપવામાં આવ્યું છે. આ આયોજનમાં સામેલ થવા માટે મહાશિવરાત્રિ પર મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પણ આવશે. ઉજ્જૈનના કલેક્ટર કુમાર પુરુષોત્તમે જણાવ્યું હતું કે, આમ તો અયોધ્યાથી કોઈ પ્રતિસ્પર્ધા નથી, પરંતુ ગયા વર્ષે ઉજ્જૈનમાં 11 લાખ 75 હજાર દીવા સળગાવવામાં આવ્યા હતા. તેની તુલનામાં અયોધ્યામાં 15 લાખ 75 હજાર દીવા સળગાવીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. આ વખત મહાશિવરાત્રિના પાવન પર્વ પર ઉજ્જૈનમાં 21 લાખ દીવા સળગાવવાનું લક્ષ્ય રાખ્યું છે.

આ લક્ષ્યમાં સફળતા મળતા જ ઉજ્જૈનનું નામ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાઈ જશે. મ્યુનિસિપલ કમિશનર રોશન સિંહે જણાવ્યું હતું કે, મ્યુનિસિપલ કોર્પોરેશાન મતથી રકમ ખર્ચ કરવામાં આવી રહી છે. એ સિવાય મહાકાલેશ્વર મંદિર સમિતિ તરફથી પણ સહયોગ કરવામાં આવી રહ્યો છે. આ આયોજન પર એક અનુમાન મુજબ, 4-5 કરોડ રૂપિયાની રકમ ખર્ચ થઈ રહી છે. કહેવામાં આવે છે કે આ આયોજનને લઈને અયોધ્યામાં 20 કરોડની રકમ ખર્ચ કરવામાં આવી હતી. તેની તુલનામાં ઉજ્જૈનમાં ઘણી રકમ ખર્ચ કરવામાં આવી ચૂકી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp