મજૂરના 3 બાળકોએ એકસાથે સિવિલ પરીક્ષા પાસ કરી, મોબાઈલ નહોતા, પુસ્તકો મર્યાદિત હતા

જમ્મુ અને કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશમાં ઇતિહાસ રચતા, ડોડા જિલ્લાના સુદૂર કહારા વિસ્તારના ત્રણ ભાઈ-બહેનોએ પ્રતિષ્ઠિત જમ્મુ કાશ્મીર સિવિલ સર્વિસીઝ પરીક્ષા (JKCSE)માં સફળતા પ્રાપ્ત કરી છે. ઈફરા અંજુમ વાની અને તેના નાના ભાઈ સુહેલ અહેમદ વાનીએ તેમના પ્રથમ પ્રયાસમાં જ પ્રતિષ્ઠિત પરીક્ષા પાસ કરી. જ્યારે ત્રણમાંથી સૌથી મોટી હુમાએ તેના બીજા પ્રયાસમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી.

ત્રણેય ભાઈ-બહેનો પરિવારમાં પ્રથમ વ્યક્તિ હશે, જેઓ સરકારી સેવામાં જોડાશે. સુહેલે 111, હુમાએ 117 અને ઈફરાએ 143મું સ્થાન મેળવ્યું છે. સુહેલે 2019માં સરકારી MAM કોલેજમાંથી સ્નાતક થયા. હુમા અને ઈફરાએ 2020માં IGNOUથી પત્રવ્યવહાર દ્વારા પોલિટિકલ સાયન્સમાં MA કર્યું.

ત્રણ બાળકોના પિતા, મુનીર અહેમદ વાની, 15,000-20,000 રૂપિયાની માસિક આવક સાથે લેબર કોન્ટ્રાક્ટર તરીકે કામ કરે છે. અહીં તમને બતાવી દઈએ કે, ભાઈ અને બહેનોએ 2021માં સિવિલ સેવાઓની તૈયારી કરવાનું નક્કી કર્યું હતું. 2014 સુધી મુનીર એક ખાનગી કંપનીમાં મિકેનિક તરીકે કામ કરતો હતો. મુનીરની પત્ની ગૃહિણી છે.

જમ્મુના બહુ કિલ્લા પાસે શાહબાદ કોલોનીમાં એક સાંકડી ગલીમાં આ પરિવાર ત્રણ રૂમના મકાનમાં રહે છે. ત્રણેય ભાઈ-બહેનોએ કહારા અને નજીકના કિશ્તવાડ શહેરમાંથી તેમનું શાળાકીય શિક્ષણ પૂર્ણ કર્યું. જમ્મુમાં આ ઘર મુનીરે તેના સાળા, સાદિક હુસૈન વાની (ડોડા જિલ્લાની સરકારી શાળામાં શિક્ષક) સાથે ભાગીદારીમાં ખરીદ્યું હતું, જેથી તેમના બાળકો તેમનો અભ્યાસ ચાલુ રાખી શકે. તેણે કહ્યું કે ભાઈ-બહેનને રૂમ શેર કરવો પડતો હતો, કારણ કે શિયાળામાં ઘરમાં 10-12 લોકો અને ઉનાળામાં 6-8 લોકો રહેતા હતા.

ઈફરાએ કહ્યું, 'અમારા પિતાની ઓછી માસિક આવકને ધ્યાનમાં રાખીને અમારી પાસે મોબાઈલ ફોન નહોતો. દરેક વિષયમાં એક જ પુસ્તક હતું જે અમારે શેર કરવાનું હતું. આ કારણે હુમા અને સુહેલ વચ્ચે કોઈ ચોક્કસ વિષયના અભ્યાસ માટે પૂરતો સમય ન મળવાના મુદ્દે હંમેશા દલીલો થતી હતી. હું તેમની વચ્ચે મધ્યસ્થી બનીને તેમને એકબીજાને સહકાર આપવા સમજાવતી હતી.'

હુમાએ કહ્યું કે, અમે સામગ્રી અને માર્ગદર્શનના સંદર્ભમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો. બીજી તરફ ઈફરાએ કહ્યું કે, અલ્લાહની કૃપાથી અમે બધાએ તે કરી બતાવ્યું છે.પરીક્ષાના પરિણામો દર્શાવે છે કે માત્ર એક જ દિવસમાં તેમનું જીવન બદલાઈ ગયું છે. પોલીસ સેવામાં જોડાવા માંગતા સુહેલે કહ્યું, 'આ આપણા બધા માટે સંપૂર્ણ યુ-ટર્ન છે. તે શક્તિ અને જવાબદારી બંને લાવે છે.' સુહેલ જમ્મુ અને કાશ્મીરમાં ડ્રગ્સના જોખમ સામે કામ કરવા માંગે છે, જ્યારે તેની બહેનો સિવિલ એડમિનિસ્ટ્રેશનમાં જોડાવા અને સમાજના હાંસિયામાં ધકેલાઈ ગયેલા વર્ગોની સેવા કરવા માંગે છે.

શુક્રવારે સવારે પરિણામો જાહેર થયા ત્યારે મુનીર રાજૌરીમાં હતા અને ભાઈઓની સફળતા વિશે સૌપ્રથમ જાણનાર સાદિક હુસૈન હતા. તેણે કહ્યું, 'મને ખબર પણ ન હતી કે આ બાળકો પરીક્ષામાં બેઠા હતા. જ્યારે મારા એક મિત્રએ મને વોટ્સએપ પર પરિણામ મોકલ્યું, ત્યારે તે મારા માટે સુખદ આશ્ચર્ય સમાન હતું.'

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.