IIT બોમ્બેને 160 કરોડનું દાન આપ્યું નામ આપનારે નામ ન કહ્યું, રકમ આ કામમાં વપરાશે

IIT, બોમ્બેમાં ભણી ચૂકેલા એક વિદ્યાર્થીએ એટલી મોટી રકમનું દાન આપ્યું છે કે આ આંકડો સાંભળીને તમે ચોંકી જશો. દાન આપનાર પૂર્વ વિદ્યાર્થીએ પોતાનું નામ જાહેર ન કરવાની સ્પષ્ટ સુચના આપી છે અને દાનની આ રકમ એક મોટા કામમાં વપરાવવાની છે જેને કારણે દેશને મોટો ફાયદો થઇ શકશે.
🚨 160 crore ka anonymous donation to an educational institution 🙏😯
— Azhar Jafri (@zhr_jafri) August 25, 2023
To be used for green energy and sustainability research by IIT Bombay 👍 pic.twitter.com/zJmPWeT3xT
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી બોમ્બે (IIT, Bombay) ના ભૂતપૂર્વ વિદ્યાર્થીએ સંસ્થાને 18.6 મિલિયન ડોલર એટલે કે આશરે રૂ. 160 કરોડનું દાન આપ્યું છે. જોકે, વિદ્યાર્થીએ પોતાની ઓળખ જાહેર કરવાનો ઈન્કાર કર્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ રકમનો ઉપયોગ ગ્રીન એનર્જિ અને સસ્ટેનેબિલિટી રિસર્ચ હબ બનાવવા માટે કરવામાં આવશે.
IIT, બોમ્બેના પૂર્વ વિદ્યાર્થી દ્વારા આપવામાં આવેલી રકમ સંસ્થાને વૈશ્વિક આબોહવા સંકટનો સામનો કરવા માટે કરવામાં આવતા સંશોધનમાં મદદ કરશે. દાનની પુષ્ટિ કરતા IIT બોમ્બેના ડાયરેક્ટર પ્રોફેસર સુભાશીષ ચૌધરીએ કહ્યું કે લોકો મંદિરોમાં મોટી રકમનું દાન કરે છે. તેમણે કહ્યું કે, પહેલીવાર ઇન્સ્ટિટ્યૂટને પહેલીવાર કોઇ પણ પ્રકારનું ગુપ્તદાન મળ્યું છે. જો કે, અમેરિકા જેવા દેશોમાં ગુપ્તદાન એ સામાન્ય વાત હોય છે, પરંતુ ભારતમાં કોઇ સંસ્થાને આવું દાન મળ્યું હોય તેવી કદાચ પહેલી ઘટના હશે. પ્રોફેસરે કહ્યું કે, દાન આપનારને એ વાતની ખબર હોય છે કે જ્યારે દાન IITને આપવામાં આવશે તો ચોક્કસ જે તેનો ઉપયોગ યોગ્ય જગ્યાએ કરવામાં આવશે.
સંસ્થાએ એક નિવેદનમાં જણાવ્યું કે આ હબ પવઈ સ્થિત IIT બોમ્બેના કેમ્પસમાં બનાવવામાં આવશે. નવી ટેકનોલોજી આધારિત શૈક્ષણિક હબમાં તેની સ્થાપના કરવામાં આવશે. આ હબ ક્લાઈમેટ ચેન્જ સોલ્યુશન્સ અને નવા ઉર્જા સ્ત્રોતોને અપનાવવા પ્રોત્સાહન આપશે. આ સિવાય તે બેટરી ટેક્નોલોજી, સોલાર ફોટોવોલ્ટેઇક્સ, ક્લીન એર સાયન્સ, ફ્લડ ફોરકાસ્ટિંગ અને કાર્બન કેપ્ચર સહિત ઘણા મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં સંશોધનમાં મદદ કરશે.
મીડિયા રિપોર્ટસમાં કહેવામાં આવ્યું છેકે ગ્રીન એનિર્જિ એન્ડ સસ્ટેનેબિલિટી રિસર્ચ હબ ઇન્ડસ્ટ્રીઝની જરૂરિયાત પ્રમાણે એજ્યુકેશનલ ટ્રેનિંગ પણ આપશે. એટલું જ નહી, નવી સ્ટ્રેટેજી બનાવવામાં પણ મદદ કરશે. તેના માટે આ હબ ગ્લોબલ યુનિવર્સિટી અને અલગ-અલગ કંપનીઓ સાથે કામ કરશે.
IIT, બોમ્બેના ડાયરેક્ટર પ્રોફેસર સુભાશીષ ચૌધરીએ કહ્યુ કે હબની સ્થાપના આબોહવા પરિવર્તન સામે લડવામાં સંસ્થાની ભૂમિકાને ફરીથી વ્યાખ્યાયિત કરશે. આ હબ કલાયમેટ ચેન્જના જોખમોનું મૂલ્યાંકન કરશે અને એક સાચી રણનીતિ બનાવવામાં મદદ કરશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp