ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટીઓએ ગુજરાત સહિત ભારતના 6 રાજ્યોના વિદ્યાર્થીને કર્યા બેન

ભારત સાથે મિત્રતાભર્યા સંબંધો રાખનારા ઓસ્ટ્રેલિયાએ ભારતીય વિદ્યાર્થીઓને મોટો ઝટકો આપ્યો છે. ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટીઝે ભારતના ઘણા રાજ્યોના સ્ટુડન્ટ્સને પોતાને ત્યાં આવતા અટકાવી દીધા છે. ઓસ્ટ્રેલિયાનું હોમ અફેર ડિપાર્ટમેન્ટ હવે જમ્મુ-કાશ્મીર સહિત 6 રાજ્યોના વિદ્યાર્થીઓની વિઝા એપ્લિકેશન રદ્દ કરી રહ્યું છે. ઓસ્ટ્રેલિયાએ 5 ભારતીય રાજ્યોના વિદ્યાર્થીઓ પર એક પ્રકારે પૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે, જે અંતર્ગત હવે પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, ગુજરાત અને જમ્મુ-કાશ્મીરના સ્ટુડન્ટ્સ ઓસ્ટ્રેલિયામાં રહીને અભ્યાસ નહીં કરી શકશે અને વિઝા ના મળવા પર ઓસ્ટ્રેલિયા પણ નહીં જઈ શકશે.
ઓસ્ટ્રેલિયન ન્યૂઝપેપર સિડની મોર્નિંગ હેરાલ્ડના જણાવ્યા અનુસાર, ઓસ્ટ્રેલિયાની બે મોટી યુનિવર્સિટીએ પોતાના એજ્યુકેશન એજન્ટ્સને ગત અઠવાડિયે એક લેટર લખ્યો હતો. જેમા ગુજરાત, પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરના સ્ટુડન્ટ્સનું એડમિશન ના કરવાના નિર્દેશ આપવામાં આવ્યા હતા. આ પગલાંની પાછળનું કારણ સ્ટુડન્ટ્સ દ્વારા વિઝાનો દુરુપયોગ જણાવવામાં આવી રહ્યો છે. ગત મહિને ઓસ્ટ્રેલિયાની ચાર યુનિવર્સિટીઝએ ભારતીય સ્ટુડન્ટ્સ પર આરોપ લગાવ્યો હતો કે, તેઓ સ્ટુડન્ટ વિઝાનો ખોટો ઉપયોગ કરી રહ્યા છે. તેઓ સ્ટુડન્ટ વિઝા પર ભણવાને બદલે નોકરી માટે ઓસ્ટ્રેલિયા આવી રહ્યા છે.
વેસ્ટર્ન સિડની યુનિવર્સિટી તરફથી કહેવામાં આવ્યું કે, ભારતના કેટલાક યુવા સ્ટુડન્ટ વિઝા પર ઓસ્ટ્રેલિયામાં આવે છે અને અહીં જોબ કરવા માંડે છે. યુનિવર્સિટીના એડમિનિસ્ટ્રેશને કહ્યું કે, 2022માં ઘણા ભારતીય યુવાઓએ એડમિશન લીધુ પરંતુ, ભણવાનું વચમાં જ છોડી દીધુ અને જોબ કરવા માંડ્યા. આ તો વિઝા ફ્રોડ થઈ રહ્યો છે. હવે આવુ નહીં થવા દેવામાં આવશે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારતના યુપી, પંજાબ, ગુજરાત સહિત ઘણા રાજ્યોના ભારતીય નાગરિક સ્ટુડન્ટ વિઝા લઇને ઓસ્ટ્રેલિયાની ઘણી યુનિવર્સિટીમાં ભણવા આવે છે પરંતુ, વચમાં જ ભણવાનું છોડીને તેઓ નોકરી કરવા માંડે છે. આ કારણે ડ્રોપ આઉટ વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જોકે, તેના કારણે એ ભારતીય વિદ્યાર્થીઓને મોટું નુકસાન થશે જે વાસ્વમાં ભણવા માટે અહીંની કોલેજોમાં એડમિશન લેવા માંગે છે.
સિડની હેરાલ્ડના રિપોર્ટ અનુસાર, વર્ષ 2022માં ઓસ્ટ્રેલિયાના પૂર્વ વડાપ્રધાન સ્કૉટ મોરિસને દેશમાં વિદેશી સ્ટુડન્ટ્સના કામ કરવાની પોલિસીમાં મહત્ત્વપૂર્ણ બદલાવ કર્યો હતો. તેમાં તેમના કામ કરવા પર લાગેલી લિમિટને સમાપ્ત કરી દેવામાં આવી. ત્યારબાદથી સ્ટુડન્ટ વિઝાની માંગમાં ખૂબ જ વધારો જોવા મળ્યો. જોકે, હવે હાલની અલબનીઝ સરકાર આ પોલિસીને ફરીથી બદલવાની તૈયારી કરી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp