26th January selfie contest

NEET દરમિયાન છાત્રાઓની બ્રા તપાસી,આંતરિક વસ્ત્રો કઢાવ્યા,કેટલાકના કપડાં બદલાવ્યા

PC: hindi.oneindia.com

NEET-UG 2023ની પરીક્ષા દરમિયાન ફરી એકવાર છોકરીઓને તેમની બ્રા કાઢવાની ફરજ પાડી હતી. દેશના વિવિધ રાજ્યોમાં આવી ઘટનાઓ બની છે. પરીક્ષા આપનારી કેટલીક છોકરીઓએ કહ્યું હતું કે, પરીક્ષા કેન્દ્ર પર તેમની બ્રાની તપાસ કરવામાં આવી હતી અને તેમને તેમના આંતરિક વસ્ત્રો પણ કાઢવા માટે કહેવામાં આવ્યું હતું. અહેવાલો અનુસાર, ચેન્નાઈ, મુંબઈ અને પશ્ચિમ બંગાળમાંથી આવી ઘટનાઓ સામે આવી છે.

ચેન્નાઈના એક પરીક્ષા કેન્દ્રમાં છોકરીઓને બ્રા પહેરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આવો દાવો ત્યાંની એક સ્થાનિક મહિલા પત્રકારે કર્યો હતો. નામ ન આપવાની શરતે પત્રકારે જણાવ્યું કે, પરીક્ષા કેન્દ્રના ખૂણામાં એક છોકરી શરમાઈને છાતી પર પુસ્તક ચોંટાડીને ઉભી હતી. પૂછપરછ કરતા તેણે જણાવ્યું કે, તેને પરીક્ષા દરમિયાન બ્રા ન પહેરવાનું કહેવામાં આવ્યું હતું. મહિલા પત્રકારે આ અંગે એક ટ્વીટ પણ કરી હતી, જેને વિવાદ બાદ ડિલીટ કરી દેવામાં આવી હતી. આ મામલે બોલતા રાજ્યના શિક્ષણ મંત્રી અનબિલ મહેશ પોયામોઝીએ દાવો કર્યો હતો કે CM સ્ટાલિન આવી પ્રવૃત્તિઓની નિંદા કરી ચૂક્યા છે.

મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળમાં પણ મહિલા ઉમેદવારોએ આરોપ લગાવ્યો છે કે, તેમને તેમના આંતરિક વસ્ત્રો ઉતારવાનું કહેવામાં આવ્યું હતું. તેણે આ અંગે સંબંધિત અધિકારીઓને ફરિયાદ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આવી ઘટનાઓ ત્યારે બની છે જ્યારે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ પરીક્ષાના એક દિવસ પહેલા એક માર્ગદર્શિકા બહાર પાડી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે, છોકરીઓની તપાસ કરતી વખતે સંવેદનશીલતા જાળવવામાં આવશે.

મહિલા ઉમેદવારોએ જણાવ્યું કે, છેલ્લી ક્ષણે તેમને તેમના પહેરેલા પોશાક બદલવા માટે કહેવામાં આવ્યું હતું. આવી સ્થિતિમાં, તેઓએ નજીકની દુકાનોમાંથી કપડાં ખરીદવા પડ્યા, તેથી ઘણાએ તેમના વાલીઓના કપડામાંથી પોતાના કપડાં બદલ્યા હતા. કેટલાંક ઉમેદવારોએ સોશિયલ મીડિયા પર જાણ કરી કે, કેવી રીતે તેઓને 'બ્રાની પટ્ટીઓને' ચકાસવામાં આવી હતી, અને તપાસ કરતી વખતે 'ઈનરવેર ખોલવા માટે કહેવામાં આવ્યું હતું.'

મીડિયા સૂત્રો સાથે વાત કરતા, એક ડૉક્ટર દંપતિએ જણાવ્યું કે, સાંગલી (કસ્તુરબા વાલચંદ કૉલેજ)ના એક કેન્દ્રમાં, વિદ્યાર્થીનીઓને તેમના કુર્તા ઉતારવા માટે કહેવામાં આવ્યું હતું. આ વાત ત્યારે ખબર પડી જ્યારે તેની પુત્રીએ બહાર આવ્યા બાદ તેની જાણ કરી. તેમણે જણાવ્યું હતું કે, આ બિલકુલ અસ્વીકાર્ય છે અને આવી મહત્વની પરીક્ષામાં બેસવાવાળા વિદ્યાર્થીઓ સાથે આ પ્રકારનો વ્યવહાર કરવો કોઈ પણ રીતે ન્યાયસંગત નથી. આવી તપાસની ક્રિયા પરીક્ષા પહેલા વિદ્યાર્થીને માનસિક રીતે પરેશાન કરે છે.

મીડિયા સૂત્રોને જણાવ્યા મુજબ, HMC શિક્ષણ કેન્દ્ર, હિંદમોટર (બંગાળ) ખાતે પરીક્ષા આપનાર મહિલા ઉમેદવારે સોશિયલ મીડિયા પર ખુલાસો કર્યો હતો કે, ઘણા ઉમેદવારોને 'તેમના પેન્ટ બદલવા' અથવા 'તેમના આંતરિક વસ્ત્રો ખોલવા' કહેવામાં આવ્યું હતું. 'ઘણી વિદ્યાર્થિનીઓને તેમની માતાના લેગિંગ્સ સાથે તેમના જીન્સ બદલવા પડ્યા હતા.' તેણે લખ્યું હતું કે, કેન્દ્રની આસપાસ કોઈ દુકાનો ન હોવાથી, 'છોકરીઓએ છોકરાઓની હાજરીમાં ખુલ્લા મેદાનમાં તેમના કપડાં બદલવા પડ્યા હતા.' NEET એન્ટ્રન્સ ટેસ્ટ 2023 રવિવારે 4,000 કેન્દ્રો પર લેવામાં આવી હતી જેમાં 20 લાખથી વધુ ઉમેદવારોએ હાજરી આપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp