પિતા પોલીસ અધિકારી, પુત્રી બની IAS; સ્મૃતિ મિશ્રા દેશમાં ચોથા ક્રમે આવી

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)એ મંગળવારે સિવિલ સર્વિસીસ 2022 પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે. બરેલીમાં તૈનાત CO સેકન્ડ રાજકુમાર મિશ્રાની પુત્રી સ્મૃતિ મિશ્રાએ દેશમાં ચોથો રેન્ક મેળવ્યો છે. સ્મૃતિના IAS બનવાના સમાચાર મળતાં પિતા રાજકુમાર મિશ્રા ખુશીથી ઉછળી પડ્યા હતા. પુત્રીની સફળતા બદલ પોલીસ વિભાગના અધિકારીઓએ તેમને અભિનંદન પાઠવ્યા હતા. તેમના પરિવારમાં ખુશીની લહેર દોડી ગઈ હતી.

રાજકુમાર મિશ્રા, લગભગ બે વર્ષથી બરેલીમાં CO સેકન્ડ પદ પર સેવા બજાવે છે, તે મૂળ પ્રયાગરાજના છે. તેમની પુત્રી સ્મૃતિ મિશ્રા તેની માતા અનિતા મિશ્રા સાથે દિલ્હીમાં રહે છે. સ્મૃતિ મિશ્રાના ભાઈ લોકેશ મિશ્રા સુપ્રીમ કોર્ટમાં વકીલ છે.

સ્મૃતિ મિશ્રા હાલમાં દિલ્હીથી કાયદાનો અભ્યાસ કરી રહી છે. તેણે 12મા સુધીનો અભ્યાસ આગ્રાથી કર્યો હતો. ત્રીજા પ્રયાસમાં તેને સફળતા મળી. રાજકુમાર મિશ્રાને મંગળવારે બપોરે ફોન પર તેમની પુત્રીએ IAS બનવાની જાણકારી આપી હતી. દીકરીની સફળતાથી તેમનો ચહેરો ખુશીથી ખીલી ઉઠ્યો.

રાજકુમાર મિશ્રાએ જણાવ્યું કે, સ્મૃતિએ દસમા પછી જ નિર્ણય લીધો હતો કે તેણે IAS બનવું છે. દીકરીએ મહેનત અને લગનથી અભ્યાસ કર્યો, જેનું પરિણામ આજે સામે છે. એક પિતા માટે આનાથી મોટી કોઈ ખુશી ન હોઈ શકે. તેને તેની પુત્રી પર ગર્વ છે.

UPSCમાં ચોથો રેન્ક મેળવનાર સ્મૃતિ મિશ્રાએ એક વીડિયો બહાર પડ્યો છે. વીડિયોમાં તેણે જણાવ્યું છે કે, તેણે ત્રીજા પ્રયાસમાં આ પરીક્ષા પાસ કરી છે અને આ મારો પહેલો ઈન્ટરવ્યૂ હતો. તેણે કહ્યું કે, તેણે મેન્સની તૈયારીમાં ખૂબ મહેનત કરી હતી. મારો ઈન્ટરવ્યુ બહુ સારો ગયો. ઘણી સમસ્યાઓ પૂછવામાં આવી હતી. મારી પેનલ ઘણી સારી હતી, જેણે મારો ઈન્ટરવ્યુ લીધો હતો. સ્મૃતિ મિશ્રાએ 12મા ધોરણ સુધીનો અભ્યાસ આગ્રાથી કર્યો હતો. આ પછી દિલ્હીથી B.Sc. હવે દિલ્હીથી જ કાયદાનો અભ્યાસ કરી રહી છે. સ્મૃતિ મિશ્રા તેના પિતા અને માતાને કહેતી હતી કે, તે IAS બનવા માંગે છે. આ માટે તે સાતથી આઠ કલાક નિયમિત અભ્યાસ કરતી હતી.

UPSC સિવિલ સર્વિસીસ પરીક્ષાના અંતિમ પરિણામમાં કુલ 933 ઉમેદવારોની નિમણૂક માટે પસંદગી કરવામાં આવી છે. તેમાંથી 345 ઉમેદવારો બિનઅનામત છે, 99 EWSમાંથી, 263 OBCમાંથી, 154 SC અને 72 ST કેટેગરીના છે.

IAS પદ માટે પસંદગી માટે 180 ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. જ્યારે 178 ઉમેદવારોની અનામત યાદી પણ તૈયાર કરવામાં આવી છે.

About The Author

Related Posts

Top News

સરકાર તમારા બેંક ખાતામાં રૂ. 46715 જમા કરાવી રહી છે! જાણી લો સચ્ચાઈ

આજકાલ સોશિયલ મીડિયા અને વોટ્સએપ પર કોઈ ને કોઈ મેસેજ વધુને વધુ વાયરલ થઈ રહ્યા છે. આમાંથી કેટલાક સાચા હોય...
Business 
સરકાર તમારા બેંક ખાતામાં રૂ. 46715 જમા કરાવી રહી છે! જાણી લો સચ્ચાઈ

ચાંદીના નામ પર હાપુરના લોકો આ શું લૂંટી ગયા? હાઇવે પર ટ્રક પલટી ગઈ

ઉત્તર પ્રદેશના હાપુરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. હાઇવે પર એક ટ્રક પલટી ગઈ. ટ્રકમાં સફેદ...
National 
ચાંદીના નામ પર હાપુરના લોકો આ શું લૂંટી ગયા? હાઇવે પર ટ્રક પલટી ગઈ

રિવરફ્રન્ટ પર આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનો પ્રારંભ; PM મોદી અને જર્મન ચાન્સેલર આપશે હાજરી

દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉત્તરાયણ પૂર્વે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 'આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2026'નું આયોજન કરવામાં આવ્યું છે. વલ્લભ...
Gujarat 
રિવરફ્રન્ટ પર આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનો પ્રારંભ; PM મોદી અને જર્મન ચાન્સેલર આપશે હાજરી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 07-01- 2026 વાર- બુધવાર મેષ - નોકરી ધંધા માટે પ્રગતિકારક દિવસ, ઘર પરિવારમાં લાગણી વધે, ખર્ચાઓ ઉપર કાબુ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.