આ રાજ્યમાં શિક્ષકે રોજે રોજ ક્લીન શેવમાં આવવું પડશે, દાઢી વધારી તો પગાર કપાશે

PC: twitter.com

બિહારના જિલ્લા શિક્ષણ અધિકારીએ આદેશ આપ્યો છે કે સરકારી શાળાના પુરુષ શિક્ષકો દાઢી વધારીને શાળામાં આવી શકશે નહી, જો ઉલ્લંઘન કરવામાં આવશે તો પગાર કપાઇ જશે.

બિહારમાં જીન્સ અને ટી-શર્ટ પહેરીને શાળામાં આવતા સરકારી શિક્ષકો પર પ્રતિબંધ બાદ હવે નવો આદેશ આવ્યો છે. હવે શિક્ષક દાઢી વધારીને ભણાવવા માટે શાળામાં આવી શકશે નહીં. આમ કરવાથી શિક્ષક સામે શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે અને તેનો પગાર કાપી લેવામાં આવશે. આ આદેશ બેગુસરાય જિલ્લાના DEO કેકે પાઠકે જારી કર્યો છે જે સોશિયલ મીડિયા પર વાયરલ  થઇ રહ્યો છે.બિહારના શિક્ષક સંગઠનો આ આદેશને લઈને ભારે નારાજ છે અને આ આદેશને અવ્યવહારુ ગણાવીને વિરોધ કરી રહ્યા છે.

DEO

બેગુસરાયના જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) એ તેમના આદેશમાં પુરુષ અને મહિલા શિક્ષકોને શાળામાં ભણાવવા માટે સંસ્કારી અને ભારતીય વસ્ત્રો પહેરવાનું કહ્યું છે. મહિલા શિક્ષકોને સાડી અથવા સામાન્ય સૂટ સલવારમાં આવવાનું કહેવામાં આવ્યું છે જ્યારે પુરૂષ શિક્ષકોને જીન્સ-ટી-શર્ટને બદલે સામાન્ય પેન્ટ-શર્ટ પહેરવાનું કહેવામાં આવ્યું છે. મહિલાઓના સૂટ-સલવાર પણ ચમકદાર કે ભપકાદાર ન હોવા જોઈએ. આ સાથે પુરૂષ શિક્ષકોની દાઢી વધારવા પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. DEOએ આદેશ કર્યો છે કે તમામ શિક્ષકો રોજ ક્લીન શેવ કરીને જ શાળામાં આવે.

DEO કે કે પાઠકનE આ આદેશને કોઇકે સોશિયલ મીડિયા પર શેર કરી દીધો, જે જબરદસ્ત વાયરલ થઇ રહ્યો છે. કેટલાંક લોકો આ આદેશનો યોગ્ય ઠેરવીને શિક્ષકોને ભારતીય સંસ્કૃતિનું પાલન કરવાની સલાહ આપી રહ્યા  છે તો કેટલાંક આ આદેશના તુઘલખી ફરમાન તરીકે બતાવીને કહી રહ્યા છે કે કપડા પહેરવા અને દાઢી રાખવી એ દરેક શિક્ષકોનો વ્યકિતગત મામલો છે.

બિહારના શિક્ષકો આ આદેશને અવ્યવહારુ ગણાવી રહ્યા છે. શિક્ષકોનું કહેવું છે કે હિંદુ ધર્મ હોય કે મુસ્લિમ ધર્મ, ક્યારેક દાઢી વધારવી એ ધાર્મિક મજબૂરી પણ હોય છે. મુસ્લિમો દાઢી રાખે છે, જ્યારે ઘણા હિંદુઓ પણ શ્રાદ્ધ, નવરાત્ર અને ઘરમાં કોઈનું મૃત્યુ થાય ત્યારે ઘણા દિવસો સુધી દાઢી ન કરવાના નિયમનું પાલન કરે છે. આવી સ્થિતિમાં, આ આદેશનું પાલન ધાર્મિક પરંપરાઓના માર્ગ અડચણ ઉભી કરી શકે છે. શિક્ષક સંઘે નારાજગી વ્યક્ત કરીને સરકાર પાસે યુનિફોર્મ ભથ્થાની પણ માંગ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp