આ દેશે સ્કૂલોમાં સ્કાર્ફ-બુરખા બાદ અબાયા પણ કર્યું બેન, આ કારણે લીધો નિર્ણય

PC: bbc.com

ફ્રાંસની સરકારે મુસ્લિમોને લઇ એક મોટો આદેશ બહાર પાડ્યો છે. જેના હેઠળ દેશની શાળાઓમાં મુસ્લિમ વિદ્યાર્થીનીઓના અબાયા પહેરવા પર રોક લગાવી દેવામાં આવી છે. ફ્રાંસના શિક્ષા મંત્રી ગેબ્રિએલ અત્તાલે આ બાબતે જાણકારી આપી છે. તેમણે કહ્યું કે, 4 સપ્ટેમ્બર 2023થી શાળાઓમાં નવા સત્રની શરૂઆત થઇ રહી છે અને આ દિવસથી આખા દેશની સ્કૂલોમાં આ નવો નિયમ લાગૂ પડશે.

ફ્રાંસના શિક્ષા મંત્રીએ જણાવ્યું કે, હવે શાળાઓમાં અબાયા પહેરી શકાશે નહીં. આખા દેશની શાળાઓને આદેશ આપવામાં આવ્યો છે કે હવે નવા સેમિસ્ટરથી ક્લાસરૂમમાં અભ્યાસ શરૂ થાય તો ધ્યાન રાખવામાં આવે કે સ્કૂલમાં કોઇપણ વ્યક્તિને જોવાથી તેના ધર્મની ઓળખ થવી જોઇએ નહીં. જણાવીએ કે, અમુક મુસ્લિમ મહિલાઓ અબાયા પહેરે છે. આ દેખાવે બુરખા જેવું હોય છે પણ આમા ચહેરો ઢંકાતો નથી.

બેન શા માટે

ફ્રાંસની શાળાઓમાં અબાયા પહેરવાને લઇ મહિનાઓથી ચાલી રહેલી ચર્ચાની વચ્ચે ત્યાંની સરકારે આ પગલુ લીધુ છે. 2020ની એક ઘટના પછી અબાયા દેશમાં એક મુદ્દો બન્યો હતો. ઓક્ટોબર 2020માં ફ્રાંસમાં એક શિક્ષકનું માથુ કાપી નાખવામાં આવ્યું હતું. કહેવામાં આવ્યું હતું કે આરોપી તે શિક્ષકને એ કારણે નફરત કરતો હતો કારણ કે તેણે વિદ્યાર્થીઓને પૈગંબર મુહમ્મદના વિવાદિત કાર્ટૂન દેખાડ્યા હતા. ત્યાર બાદથી જ ફ્રાંસમાં દક્ષિણપંથી પાર્ટીઓ અબાયાને બેન કરવાની માગ કરી રહી હતી. પાછલા અમુક સમયથી આ પાર્ટીઓના નેતા કહી રહ્યા હતા કે અબાયા પહેનનારાઓની સંખ્યા વધી રહી છે, માટે તેના પર તરત રોક લગાવવામાં આવે. જ્યારે દેશની વામપંથી પાર્ટીઓનું કહેવું છે કે આ પ્રતિબંધને લીધે મુસ્લિમ મહિલાઓ અને યુવતીઓના અધિકારોનું હનન થશે. ત્યાર બાદ 2004માં નવો કાયદો બનાવી શાળાઓમાં હેડ સ્કાર્ફ પહેરવા પર રોક લગાવી દેવામાં આવી હતી. 2010માં જાહેર સ્થળો પર બુરખા પહેરવા પર બેન લગાવી દેવામાં આવ્યો હતો.

ફ્રાંસમાં મુસ્લિમ મહિલાઓ દ્વારા દરિયા કિનારે ન્હાતા સમયે બુર્કિની ડ્રેસ પહેરવાને લઇ પણ વિવાદ થયો છે. 2016માં દરિયા કિનારે બુર્કિની પહેરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. ઘણાં સ્થાનોએ આ નિર્ણયને પડકારવામાં આવ્યો અને આ નિર્ણયને રદ્દ કરવામાં આવ્યો. જણાવીએ કે, ફ્રાંસ યુરોપનો ચોથો સૌથી વધુ વસતી ધરાવતો દેશ છે. ફ્રાંસના નેશનલ સ્ટેટિક્સ બ્યૂરો અનુસાર, ફ્રાંસની વસતીમાં મુસલમાનોની વસતીનો હિસ્સો લગભગ 10 ટકા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp