GPSCની 2, 9 અને 16 એપ્રિલે લેવાનારી પરીક્ષા મોકુફ, નવી જાહેરાત વેબસાઇટ પર થશે

PC: news18.com

Gujarat Public Service Commission (GPSC)ની 2, 9 અને 16 એપ્રિલે લેવાનારી વિવિધ પરીક્ષા મોકુફ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. નવી તારીખો GPSCની વેબસાઇટ પર જણાવવામાં આવશે એવું કહેવામાં આવ્યું છે. પરીક્ષાની આતુરતા પૂર્વક રાહ જોનારા ઉમેદવારોમાં નિરાશા વ્યાપી ગઇ છે. હવે GPSCની પરીક્ષા મોકુફ રાખવા પાછળનું કારણ એવું છે કે 9 એપ્રિલે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની જૂનિયર કલાર્કની પરીક્ષા છે એટલે GPSCની પરીક્ષા પાછળ ઠેલવાનો નિર્ણય લેવામાં આવ્યો.

ગાંધીનગર ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્રારા એક નોટિફિકેશન બહાર પાડીને જાહેરાત કરવામાં આવી છે કે, 29 જાન્યુઆરી 2023 ના દિવસે જૂનિયર કલાર્ક ર્સ્પધાત્મક પરીક્ષા મોકુફ રાખવામાં આવી હતી તે પરીક્ષા હવે 9 એપ્રિલ 2023ના દિવસે સવારે 11થી 12 દરમિયાન લેવામાં આવશે.

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના નોટિફિકેશન પછી હવે GPSCએ જાહેરાત કરી છે કે, 2, 9 અને 16 એપ્રિલે યોજાનારી ગુજરાત વહીવટી સેવા વર્ગ-1, ગુજરાતી મુલ્કી સેવા વર્ગ1અને 2 અને ગુજરાત નગર પાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ-2ની પરીક્ષા મોકુફ રાખવામાં આવી છે. હવે પછીની નવી તારીખો GPSCની વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે. નવી તારીખો માટે ઉમેદવારોએ વેબસાઇટ જોતા રહેવાનું GPSC દ્રારા કહેવામાં આવ્યું છે.

આ પહેલાં 2 માર્ચે પણ GPSCએ એક પરીક્ષા મોકુફ રાખવાની જાહેરાત કરી હતી. જેમાં 26 માર્ચે લેવાનારી મદનીશ ઇજનેર વર્ગ-2ની પ્રાથમિક કસોટી મુલતવી રાકવામાં આવી હતી.

ગુજરાતમાં વારંવાર ફૂટતા પેપરને કારણે પરીક્ષા પધ્ધતિ પર અનેક સવાલો અને વિવાદો ઊભા થયા હતા. જોકે હવે, ભૂપેન્દ્ર પટેલની સરકારે પરીક્ષાના પેપરો ફુટવાની સમસ્યાનો ઉકેલ લાવવા વિધાનસભમાં એક બિલ રજૂ કર્યું હતું.જે મંજૂર કરવામાં આવ્યું હતું. ભરતી પરિક્ષામાં ગેરરીતિ અટકાવવા વિધાનસભામાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ રજૂ કરેલું વિધેયક પસાર થઈ ગયું  આ પહેલા પેપર ફોડનાર સામે કોઈ ચોક્કસ કાયદો ના હોવાના કારણે તેઓને છૂટવાનો અવસર મળતો હતો. પરંતુ હવે કાયદો બનવાને કારણેભવિષ્યમાં કોઈ પેપર ફોડવાની હિંમત કરશે તો 10 વર્ષની સજા અને એક કરોડનો દંડ થશે.

ગુજરાતમાં અવારનવાર સરકારી ભરતીના પેપરલીક થતા સરકારની ટીકા થઈ રહી હતી અને તેમાં પણ છેલ્લે જૂનિયર ક્લાર્કની પરિક્ષાનું પેપર ફૂટતા સરકાર પર દબાણ વધ્યુ. જોકે આરોપીઓેને તાબડતોડ કાર્યવાહી કરતા ઝડપી લેવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp