યુનિવર્સિટીઓની મનમાની બંધ કરવા ભૂપેન્દ્ર પટેલની સરકાર આ બિલ લાવી રહી છે

PC: outlookindia.com

ટૂંક સમયમાં ગુજરાતની જૂની યુનિવર્સિટીઓમાં સેનેટ અને સિન્ડિકેટની ચૂંટણી પર બ્રેક લાગી જશે. તમામ રાજ્ય યુનિવર્સિટીઓ, જે ઘણા કિસ્સાઓમાં અલગ અધિકારી અને સ્વાયત્તતા ધરાવે છે. એ પણ ખતમ થઇ જશે. ભૂપેન્દ્ર પટેલ સરકાર રાજ્યની યુનિવર્સિટીઓમાં એક સિસ્ટમ બનાવવા માટે કોમન યુનિવર્સિટી બિલ લાવી રહી છે.

ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકાર વિધાનસભાના ચોમાસું સત્રમાં કોમન યુનિવર્સિટી બિલ રજૂ કરી શકે છે. રાજ્યની યુનિવર્સિટીઓમાં સમાનતા લાવવા માટે સરકાર દ્વારા આ બિલનો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. જો આ બિલ વિધાનસભામાં પસાર થઈ જશે તો રાજ્યની જૂની યુનિવર્સિટીમાં સિન્ડિકેટ અને સેનેટ સભ્યોની સિસ્ટમનો અંત આવશે. તેની જગ્યાએ, એક બોર્ડ ઓફ ગવર્નન્સ/બોર્ડ ઓફ મેનેજમેન્ટની વ્યવસ્થા ગોઠવવામાં આવશે. આ બોર્ડના સભ્યોની પસંદગી સેનેટ અને સિન્ડીકેટ સભ્યોની ચૂંટણીની જેમ નહીં થાય, બલ્કે તેમની નિમણુંક સરકાર તરફથી કરવામાં આવશે. એવામાં રાજ્યની જુની યુનિવર્સિટીઓમાં થતી સેનેટ અને સિન્ડીકેટ ચૂંટણી ખતમ થઇ જશે.

રાજ્યની Gujarat Technological University (GTU) જેવી અનેક નવી યુનિવર્સિટીમાં સેનેટ અને સિન્ડીકેટ સભ્યો નથી. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, ગુજરાત યુનિવર્સિટી, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી જેવી જૂની યુનિવર્સિટીઓમાં હજુ પણ સેનેટ અને સિન્ડીકેટ સભ્યો હોય છે. આમાં ઘણા સભ્યો મતદાન પછી ચૂંટાય છે. કેટલાક સેનેટ અને સિન્ડીકેટ સભ્યોની નિમણૂંક સરકાર દ્વારા કરવામાં આવે છે. આ બિલ પાસ થયા બાદ સેનેટ અને સિન્ડીકેટ સભ્ય પદનો અંત આવી જશે. ગુજરાતન 16 યુનિવર્સિટીમાં હજુ પણ 8 સેનેટ અને સિન્ડીકેટમોજુદ છે. વર્ષ 2009 પછી બનેલી બધી યુનિવર્સિટીઓમાં બોર્ડ ઓફ ગર્વનન્સ કામ કરે છે.

નવા ડ્રાફ્ટ બિલમાં યુનિવર્સિટીઓના વાઇસ ચાન્સેલરો (કુલપતિ)નો કાર્યકાળ વધારવાનો પ્રસ્તાવ છે. આ ત્રણ વર્ષથી વધારીને પાંચ વર્ષ કરવામાં આવ્યો છે, જોકે એક ટર્મ પછી વાઈસ ચાન્સેલરને બીજી તક નહીં મળે. આ નવા બિલમાં  જોગવાઈ કરવામાં આવી છે. અત્યારે વર્તમાન કુલપતિને પુનઃનિયુક્તિની તક છે. આ નવા બિલથી વિદ્યાર્થી રાજકારણને પણ અસર થવાની શક્યતા છે.

આ બિલ પર શૈક્ષણિક અને રાજકીય વર્તુળોમાં વિવાદ થવાની પણ શક્યતા છે, કારણ કે ગુજરાતના વર્તમાન રાજકારણમાં કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષોમાં એવા ઘણા નેતાઓ છે જેઓ યુનિવર્સિટીના રાજકારણથી આગળ આવ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રી રહી ચૂકેલા ચીમનભાઈ પટેલ વડોદરાની M S.યુનિવર્સિટીના વિદ્યાર્થી સંઘના પ્રથમ પ્રમુખ બન્યા હતા. આ પછી તેઓ બે વખત રાજ્યના મુખ્યમંત્રી બન્યા. આ સિવાય ઘણા એવા ધારાસભ્યો છે જેઓ યુનિવર્સિટીના રાજકારણમાંથી બહાર નીકળીને વિધાનસભામાં પહોંચ્યા છે.

કોમન યુનિવસિટી બિલથી રાજ્યોની યુનિવર્સિટીની સ્વાયત્તતા ખતમ થઇ જશે. એ પછી યુનિવર્સિટીનું સંચાલન એક પ્રકારના નિયમોથી જ થશે. યુનિવર્સિટીમાં પ્રોફેસર અને અન્ય સ્ટાફની નિમણુંક અને વિદ્યાર્થીઓની પ્રવેશ પ્રક્રિયા પણ બદલાવવાના આસાર છે. રાજ્યની બધા યુનિવર્સિટી માટે કોમન એન્ટ્રન્સ જેવી વ્યવસ્થા હોય શકે છે. એટલું જ નહી પ્રોફેસરો અને સ્ટાફની ભરતી પણ એક જ જગ્યાએથી થશે. એવામાં યુનિવર્સિટીની મનમાની પર રોક લાગશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp