મંત્રી કુબેર ડિંડોર જ્ઞાન સહાયક ઉમેદવારોને કહે- ન જોડાવવું હોય તો ઘરે બેસો,Video
ગુજરાત સરકારના આદિવાસી અને પ્રાયમરી, સેકન્ડરી શિક્ષણ મંત્રી ડો. કુબેર ડિંડોરનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. મંત્રી ગુસ્સામાં કહી રહ્યા છે કે જો ન જોડાવવું હોય તો ઘરે બેસી રહો. આ શબ્દો મંત્રી જ્ઞાન સહાયકોને કહી રહ્યા જેઓ યોજનાનો વિરોધ કરતા હતા.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની બીજી ઇનિંગમાં કેબિનેટ મંત્રી બનનારા ડો. કુબેર ડિંડોરનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. તેઓ શિક્ષક ભરતીને લઇને ઉમેદવારોને જવાબ આપી રહ્યા છે. ઉમેદવારો કાયમી ભરતીની માંગ સાથે લડત ચલાવી રહ્યા છે.
આ બાબતે ગુસ્સે થયેલા મંત્રી ઉમેદવારોને સ્પષ્ટ ભાષામાં કહે છે કે જેમને જ્ઞાન સહાયકમાં જોડાવવું હોય તે જોડાઇ શકે છે અને જે ન જોડાવવા માંગતા હોય તે ઘરે બેસે. તેમણે સાથે એમ પણ કહ્યુ કે કાયમી ભરતી પણ સરકાર કરવાની છે.
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર ગુજરાત શાળા શિક્ષણ પરિષદ, ગાંધીનગરના નામથી જ્ઞાન સહાયકો માટે એક જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી હતી.
બધું માઇક પર ના કહેવાય …વિદ્યા સહાયકોને જવાબ આપતા શિક્ષણમંત્રી … pic.twitter.com/yEWyyHk7nk
— Janak sutariya (@Janak_Sutariyaa) September 10, 2023
ગુજરાતના શિક્ષણ વિભાગ દ્રારા માધ્યમિક વિભાગ માટે જ્ઞાન સહાયક ભરતીની જાહેરાત કરવામાં આવી હતી અને પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો હતો, જેમાં જણાવવામાં આવ્યુ હતું કે, શિક્ષણ વિભાગ અંતગર્ત રાજ્યની સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયકની ભરતી માટે અરજી મંગાવવામાં આવે છે. આ માટે 11 માસનો કરાર કરવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ જ્ઞાન સહાયક માટે મહિને 24,000 રૂપિયાનું માસિક વેતન અને ઉંમર વય મર્યાદા 40 રાખવામાં આવી છે.
આ જાહેરાત પ્રસિદ્ધ થયા પછી ટેટ, ટાટ જેવી પરીક્ષા પાસ કરનારા ઉમેદવારોમાં વિરોધ ઉભો થયો હતો. ઉમેદવારોની માંગણી હતી કે તેમની કાયમી ભરતી કરવામાં આવે. ગાંધીનગર ખાતે ઉમેદવારો વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા.
ગુજરાતના મંત્રી ડો. કુબેર ડિંડોર જ્યાં ઉમેદવારો વિરોધ કરી રહ્યા હતા ત્યાં પહોંચ્યા હતા અને તેમની વાત પહેલાં સાંભળી હતી, પછી ગુસ્સે થઇ ગયા હતા. જેમને જોડાવવું હોય તે જોડાઇ શકે છે, નહીં તો ઘરે બેસી રહો એવા નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.
મંત્રી ડો. કુબેર ડીંડોરે ઉમેદવારોને એમ પણ કહ્યું હતું કે સરકાર કાયમી કરવા માટે વિચારી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp