IIT ડિરેક્ટર કહે- માંસ ખાવા અને જાનવરોને મારવાથી લેન્ડસ્લાઇડ-વાદળ ફાટ્યા, Video

PC: tbsnews.net

IIT મંડીના ડિરેક્ટર લક્ષ્મીધર બેહરાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જેમાં દાવો કરવામાં આવ્યો કે માંસ ખાવા માટે જાનવરોને મારવાથી હિમાચલમાં લેન્ડસ્લાઇડ અને વાદળ ફાટ્યા. નિર્દોષ જાનવરોને કાપવાનું પર્યાવરણના ક્ષરણ સાથે સહજીવી સંબંધ છે.

તેમણે એક સભામાં વિદ્યાર્થીઓને સંબોધિત કરતા કહ્યું કે, લોકો એ નથી જોઇ રહ્યા છે માંસ માટે જાનવરોને મારવાથી પર્યાવરણ પર તેની શું અસર પડી રહી છે. પણ લોકો તેને ટૂંક સમયમાં જોશે. લેન્ડસ્લાઇડ, વાદળ ફાટવા...જે તમે વારે વારે જોઇ રહ્યા છો, આ બધું પશુ ક્રૂરતાનો પ્રભાવ છે. વીડિયો પહેલા યૂટ્યૂબ પર શેર કરવામાં આવ્યો. ત્યાર પછી ટ્વીટર પર એક યૂઝર દ્વારા તેને શેર કરવામાં આવ્યો. જોત જોતામાં વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયો.

વીડિયોમાં પહેલા ડિરેક્ટરે વિદ્યાર્થીઓને પૂછ્યું કે, સારા વ્યક્તિ બનવા માટે તેમણે શું કરવાનું રહેશે? સારા વ્યક્તિ બનવા માટે તમારે માંસ ખાવાનું નથી. હા કે ના? પોતાના સંબોધનને આગળ વધારતા તેમણે વિદ્યાર્થીઓને 'નો મીટ ઈટિંગ' નારો લગાવવા કહ્યું.

જાણ હોય તો જુલાઇ અને ઓગસ્ટમાં હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વાદળ ફાટવા અને લેન્ડસ્લાઇડની ઘણી ઘટનાઓ સામે આવી હતી. જેને લઇ બંને રાજ્યોમાં મોટા પ્રમાણમાં ગંભીર નુકસાન થયું છે. આ ઘટનાઓમાં લગભગ 250 લોકોના મોત થયા છે.

આ વીડિયો ચર્ચામાં ત્યારે આવ્યો જ્યારે કોંગ્રેસ નેતા જયરામ રમેશે તેને લઇ વિરોધ કર્યો. જયરામ રમેશે ટ્વીટ કરી કે, તે ડિરેક્ટર પદ પર રહેવાને લાયક નથી. તે આ પદ પર જેટલો વધારે સમય રહેશે એટલું જ વધારે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ નુકસાન પહોંચાડશે.

આ નિવેદનને લઇ જયરામ રમેશે પ્રધાનમંત્રી મોદીના એક નિવેદનનો પણ હવાલો આપ્યો છે. પોસ્ટ કરી જયરામ રમેશે લખ્યું કે, પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે આપણા પૂર્વજોને પ્લાસ્ટિક સર્જરી વિશે જાણકારી નહોતી. તેમણે બાળકોને એવું પણ કહ્યું કે જળવાયુ પરિવર્તન થયું નથી. એક વરિષ્ઠ મંત્રી ન્યૂટન અને આઈંસ્ટાઇન વચ્ચેનો ફરક નથી કરી શકતા. તો બીજી બાજુ અન્ય નેતા ડાર્વિનને અભ્યાસક્રમમાંથી હટાવવાને યોગ્ય ગણાવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp