કારણ વિના શાળામાં બાળકો 20થી વધુ દિવસ રહ્યા ગેરહાજર તો પેરેન્ટ્સને થઇ શકે છે જેલ

PC: moneycontrol.com

સાઉદી આરાબમાં માતા-પિતાની મુશ્કેલીઓ વધી શકે છે. જો માતા-પિતા તેમના બાળકોના અભ્યાસને લઇ બેદરકાર રહે છે અને તેમના સ્કૂલમાં ગેરહાજર રહેવા પર કશું કરતા નથી તો તેમની સામે કાર્યવાહી થઇ શકે છે. કારણ વિના 20થી વધારે દિવસ સુધી બાળકોના શાળાએ ન આવવા પર સાઉદી આરાબમાં માતા-પિતાને જેલમાં નાખવાની જોગવાઇ કરવામાં આવશે.

સાઉદી આરાબમાં હાલમાં જ આવેલા આ નવા ફરમાને લોકોને મુશ્કેલીમાં નાખી દીધા છે. જો વિદ્યાર્થી કોઇ ખાસ કારણ વિના 20 દિવસથી વધુ સ્કૂલમાંથી ગાયબ રહે છે તો માતા-પિતાને જેલ થઇ શકે છે. આ નિર્ણય આખા દેશમાં ગુણવત્તાયુક્ત અભ્યાસને જાળવવા માટે ચાઇલ્ડ પ્રોટેક્શન એક્ટ હેઠળ લેવામાં આવ્યો છે. આ નવા ફરમાન હેઠળ જો કોઇ બાળક 20 દિવસથી વધારે સમય માટે શાળામાંથી ગેરહાજર છે અને તેની પાછળ કોઇ ખાસ કારણ પણ નથી તો બાળકના માતા-પિતા પર કાર્યવાહી થશે.

કોર્ટમાં જશે કેસ, વધશે મુશ્કેલી

ચાઇલ્ડ પ્રોટેક્શન લૉ હેઠળ બાળકોના પેરેન્ટ્સ સામે આખી કાર્યવાહી થશે. તપાસ પછી કેસને કોર્ટમાં મોકલી દેવામાં આવશે. જ્યાં સરકાર માતા-પિતાને એક નક્કી સમય માટે જેલ મોકલી શકે છે. આ સજા ત્યારે આપવામાં આવશે જ્યારે માતા-પિતાની બેદરકારી સાબિત થશે. જો કોર્ટમાં એ સાબિત થઇ જાય છે કે પેરેન્ટ્સ તેમના બાળકોના સ્કૂલથી ગાયબ થવા પર ધ્યાન આપી રહ્યા નથી તો તેમને સજા થશે.

શાળાના પ્રિન્સિપલની ફરિયાદ બાદ લેવાશે એક્શન

માતા-પિતા સામે થનારી આ કાયદાકીય કાર્યવાહીના ઘણાં સ્ટેજ રહેશે. પહેલું એ કે, શાળાના પ્રિન્સિપલે એજ્યુકેશન વિભાગને કેસની ઈન્ક્વાયરી માટે કહેવાનું રહેશે. ત્યાર પછી આગળ કેસને એજ્યુકેશન વિભાગ જોશે. ફેમિલી કેર વિભાગ પેરેન્ટ્સનો પક્ષ સાંભળશે. કોર્ટમાં કેસ લઇ જવા પહેલા આખા મામલાની તપાસ થશે. ત્યાર પછી ગુનો સાબિત થવા પર માતા-પિતાને જેલ થશે.

લગ્નના 4 વર્ષ સુધી સંતાન માટે તરસ્યા, હવે એકસાથે 4 દીકરા-દીકરીઓને આપ્યો જન્મસાઉદી આરાબમાં 6 મિલિયનથી વધારે વિદ્યાર્થીઓ બે મહિનાના ઉનાળા વેકેશન પછી શાળાએ પરત ફર્યા છે. એક અગત્યના વિકાસમાં સાઉદી એજ્યુકેશન મિનિસ્ટ્રીએ માધ્યમિક વિદ્યાલયના અભ્યાસક્રમમાં પૃથ્વી વિજ્ઞાન, અવકાશ અને ઘટના સંબંધી નવા વિષયો સામેલ કરવાનું ગ્રીન સિગ્નલ આપી દીધું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp