બાળકોને સોશિયલ મીડિયાનું એડિક્શન છોડાવવા USની આ સ્કૂલની જેમ વિચારવું પડશે

PC: sakraworldhospital.com

આજે સોશિયલ મીડિયા ફક્ત સામાન્ય વયસ્કો જ નહીં પણ નાના નાના છોકરાઓ અને કિશોરો સુધી પોતાની પહોંચ બનાવી ચૂક્યું છે. વૈશ્વિક સ્તર પર પેરેન્ટ્સ બાળકોની આ આદતથી હેરાન થઇ ચૂક્યા છે. એટલું જ નહીં, સ્કૂલ પણ બાળકોના સોશિયલ મીડિયામાં વધતા ઇન્ટરેસ્ટને ગંભીરતાથી લે છે.

અમેરિકાની સિએટલ પબ્લિક સ્કૂલે તો તેના પર સખત પગલા ઉઠાવતા કેટલીક સોશિયલ મીડિયા કંપનીઓ જેવી કે, ટિકટોક, ઇન્સ્ટાગ્રામ, ફેસપુક, યુટ્યુબ અને સ્નેપચેટ પર કેસ કર્યો છે. સ્કૂલોનું કહેવું છે કે, સોશિયલ મીડિયાથી બાળકો અને કિશોરોનો માનસિક વિકાસ નથી થઇ રહ્યો. સ્કૂલે 91 પાનાંની પિટિશનમાં કહ્યું છે કે, આ કંપનીઓ પોતાનો વોચ ટાઇમ વધારવા માટે બાળકોને શિકાર બનાવી રહી છે.

હાલમાં જ થયેલા નવા અધ્યયનમાં ચોંકાવનારા પરિણામ આવ્યા છે. આ રિસર્ચમાં બાળકોની બ્રેન મેપિંગમાં જોવા મળ્યું કે, વર્ષ દર વર્ષ બાળકોના મગજ પર તેની અસર પડી રહી છે. જે ટીન એજના બાળકો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટને વારે વારે ચેક કરે છે, તેમના બ્રેનનો આકાર નાનો થઇ રહ્યો છે. અમેરિકાની યૂનિવર્સિટી ઓફ નોર્થ કેરોલિનાના ન્યૂરો સાયન્ટિસ્ટે તેના પર સ્ટડી કર્યું છે.

આ સ્ટડીમાં રિસર્ચર્સે સતત ત્રણ વર્ષો સુધી નોર્થ કેરોલિનાની અમુક સ્કૂલોના 170 વિદ્યાર્થીઓનો ડેટા લીધો છે. આ દરમિયાન રિસર્ચર્સે શરૂઆતથી જ દિવસમાં ઓછામાં ઓછું એક વખત અને 20થી વધારે વખત લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબૂક, ઇન્સ્ટાગ્રામ અને સ્નેપચેટ વગેરેનો ઉપયોગ કરવાના આધાર પર બાળકોને વિભાજિત કર્યા છે.

આ દરમિયાન બાળકોનું બ્રેન મેપિંગ પણ કરવામાં આવ્યું છે જેમાં તપાસ વ્યવહારથી તેમના મગજના વિકાસ સંબંધી અલગ અલગ પરિવર્તન જોવા મળ્યા છે. સ્ટડીમાં જોવા મળ્યું કે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લાઇક, કોમેન્ટ, નોટિફિકેશન અને મેસેજ ચેક કરતા રહેવાની ઇચ્છા વિકસિત કરે છે. તેમાં 12થી 15 વર્ષોના કિશોરોનું મગજ ઓછું વિકસિત થઇ રહ્યું છે.

ભોપાલના જાણીતા મનોચિકિત્સક ડો. સત્યકાંત ત્રિવેદી કહે છે કે, હાલમાં જ કરેલા રિસર્ચમાં કહ્યું છે કે, સોશિયલ મીડિયાના ઉપયોગથી બાળકોમાં તણાવની સમસ્યા વધી છે. મોબાઇલની લતે બાળકોમાં એન્ક્ઝાઇટીથી લઇને ઇટિંગ ડિસઓર્ડરની સમસ્યા પેદા કરી છે. મોબાઇલ પર સમય વિતાવી રહેલા બાળકો માટે સ્કૂલોએ પણ સ્ટ્રીક્ટ થવું જોઇએ. આપણે સોશિયલ મીડિયાને લઇને સિએટલ પબ્લિક સ્કૂલ જેવા જ પગલા ઉઠવવા પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp