રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં ગાંજાના છોડ, પત્રકારો ગયા તો ધક્કે ચઢાવ્યા

PC: sandesh.com

રાજકોટની મારવાડી યુનિવર્સ છેલ્લા કેટલાક સમયથી વિવાદોમાં ચાલી રહી છે. આજે વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને આજે NSUI દ્વારા હલ્લાબૉલ કરવામાં આવ્યો હતો. NSUI કાર્યકરો આજે મારવાડી યુનિવર્સિટીએ પહોંચ્યા હતા. યુનિવર્સિટી પર NSUI દ્વારા પોસ્ટર્સ દેખાડીને પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સાથે જ NSUI દ્વારા નિવેદન આપવામાં આવ્યું કે, વાલીઓ સારા શિક્ષણ માટે યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને મોકલે છે ત્યારે આવી વિવાદાસ્પદ યુનિવર્સિટીની માન્યતા રદ્દ કરી દેવી જોઈએ.

તો બીજી બાજુ એક ન્યૂઝ ચેનલ દ્વારા જ્યારે રિયાલિટી ચેક કરવામાં આવી તો મારવાડી યુનિવર્સિટી પર ગાંજાના છોડ એમના એમ જ જોવા મળ્યા હતા. જેને લઈને સવાલ ઉઠ્યો હતો કે વિવાદ થયાને આટલા કલાકો થઈ ગયા છતા કેમ યુનિવર્સિટી કે પોલીસ દ્વારા આ ગાંજાના છોડને કાઢવામાં આવ્યો નથી. તો સાથે જ યુનિવર્સિટી સિક્યોરિટી દ્વારા મીડિયા સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો. પત્રકારો જ્યારે આ છોડ કેમ જેમનો તેમ છે? એ બાબતે પૂછવા ગયા તો સિક્યોરિટી ગાર્ડ દ્વારા મીડિયાકર્મીઓ સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો અને મીડિયાકર્મીઓને રિપોર્ટિંગ કરતા રોકવામાં આવ્યા હતા

રાજકોટમાં પોલીસની પેટ્રોલિંગ વચ્ચે ગુનાખોરી વધી રહી છે. મોરબી રોડ પર આવેલી મારવાડી યુનિવર્સિટીના કેમ્પસમાં ગાંજાના છોડ મળી આવતા પોલીસે ઘટનાસ્થળ પર જઈને સૂકા તેમજ લીલા ગાંજાના છોડ કબજે કરીને આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરી છે. વિદ્યાના ધામમાં ગાંજાનું વાવેતર કોણે કર્યું? તે મોટો સવાલ છે. મારવાડી યુનિવર્સિટી પહેલા પણ વિવાદમાં આવી ચૂકી છે. ત્યાં વધુ એક વાર વિવાદ થયો છે. ગાંજો વાવી નાખ્યો ત્યાં સુધી સત્તાધીશો શું કરતો હતા? કોઈનું ધ્યાન કેમ ન ગયું? ગાંજો કયા કયા વિદ્યાર્થી લેતા હતા. તેની જાણકારી હૉસ્ટેલના રેક્ટર અને સત્તાધીશોને હતી કે કેમ? વગેરે જેવા પ્રશ્નો ઉઠ્યા છે.

મારવાડી યુનિવર્સિટીના એન્જિનિયરિંગ વિભાગના ડીન જાડેજાનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, પોલીસને તપાસમાં સહકાર આપીએ છીએ. યુનિવર્સિટી કેમ્પસમાંથી પોલીસે 1 છોડ કબજે કર્યો હોવાનું જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે મારવાડી યુનિવર્સિટીમાં 52 જેટલા દેશના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ મારવાડી યુનિવર્સિટી પરિસરમાં હોસ્ટેલ નજીક ગાંજાના છોડ ઉગાડ્યા હોવાની જાણકારી મળતા PI સહિતનો સ્ટાફ ઘટનસ્થળે દોડી આવ્યો હતો. પોલીસને તમામ બોય્ઝ હોસ્ટેલ પાસે જ સૂકા અને લીલા ગાંજાના છોડ મળી આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp