આ ગામમાં પહેલીવાર બન્યુ કે 3 દીકરી પોલીસમાં પસંદ થઇ, માએ મંગળસૂત્ર ગીરવે મૂકેલું

PC: aajtak.in

મહારાષ્ટ્રના એક ગામમાં પહેલીવાર એવું બન્યું છે કે એક જ પરીવારની 3 દીકરીઓની પોલીસમાં પસંદગી થઇ હોય. ગરીબ પરિવારની આ દીકરીઓની સફળતાની ચારેકોર ચર્ચા ચાલી રહી છે.

મહારાષ્ટ્રના બીડમાં રહેતા અને શેરડીની ખેતી કરતા એક ગરીબ ખેડૂતની ત્રણ દીકરીઓની મહારાષ્ટ્ર પોલીસમાં પસંદગી થઈ છે. દીકરીઓની આ સફળતા બાદ સમગ્ર ગામમાં ઉજવણીનો માહોલ છે. ખેડૂત મારુતિ જાધવની પત્નીએ પોતાની પુત્રીઓને ભણાવવા માટે મંગળસૂત્ર ગીરો મુક્યું હતું મારુતિ જાધવની દીકરીઓ સોનાલી, શક્તિ અને લક્ષ્મીએ અન્ય છોકરીઓને પણ પ્રેરણા આપવાનું કામ કર્યું છે.

મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં રહેતા શેરડીની ખેતી કરનારા ખેડુતની 3 દીકરીઓ ચર્ચામાં છે.વાસ્તવમાં, ખેડૂત મારુતિ જાધવની ત્રણેય પુત્રીઓ મહારાષ્ટ્ર પોલીસ ફોર્સમાં ઓફિસર તરીકે જોડાઈ  છે,જેના કારણે તેમને અભિનંદન મળી રહ્યા છે. મારુતિ જાધવ પોતાની દીકરીઓની સફળતાથી ખૂબ જ ખુશ છે. તેમનું કહેવું છે કે દીકરીઓએ સમગ્ર જિલ્લાનું નામ રોશન કર્યું છે.

પરલીના સેલુ ટાંડા ગામમાં રહેતા મારુતિ જાધવે શેરડીના મજૂર તરીકે કામ શરૂ કર્યું હતું. થોડા સમય પછી તેમણે શેરડી કાપવાનું કામ શરૂ કર્યું. ગામમાં તેમની પાસે ન તો જમીન છે કે ન તો મિલકત, પરંતુ તેમની ત્રણ પુત્રી અને પુત્રોનો મોટો પરિવાર છે. આવી સ્થિતિમાં, મોટા પરિવારને ચલાવવા માટે, તેમણે દિવસ-રાત મહેનત કરવી પડી રહી હતી.

ઘરની આર્થિક સ્થિતિ ખરાબ હોવા છતા મારુતી જાધવ અને તેમના પત્નીએ સંતાનોને સારું શિક્ષણ આપવાનું નક્કી કર્યું હતું. બાળકોને ભણવામાં કોઇ મુશ્કેલી ન પડે તેના માટે મારુતી જાધવના પત્નીએ પોતાનું મંગળસૂત્ર ગિરવે મુક્યું હતું અને એ પૈસામાંથી બાળકોને ભણાવ્યા હતા.

મારુતી જાધવની સૌથી મોટી પુત્રી સોનાલીની કોરાના મહામારી વખતે મહારાષ્ટ્ર પોલીસમાં પસંદગી થઇ હતી. તો હવે બીજી બે પુત્રીઓ શક્તિ અને લક્ષ્મીની પણ મહારાષ્ટ્ર પોલીસમાં પસંદગી થઇ છે. એક જ પરિવારને 3 દીકરીઓ મહારાષ્ટ્ર પોલીસમાં સેવા આપી રહી છે.

પરલી ગામમાં પહેલીવાર એવું બન્યું છે કે એક જ પરીવારના 3 દીકરીઓ પોલીસમાં ભર્તી થઇ હોય. દીકરીઓની આ સફળતાને કારણે મારુતી અને તેમના પત્નીના ચહેરાં પર તો ખુશી છે જ, પરંતુ ગામમાં પણ ઉસ્તાહનો માહોલ છે, બધા જાધવ પરિવારને અભિનંદન આપી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp