26th January selfie contest

ના હોમવર્ક, ના પરીક્ષા, જાણો શા માટે વર્લ્ડક્લાસ છે ફિનલેન્ડનું એજ્યુકેશન

PC: siedu.com

આજકલ દિલ્હીમાં સ્વીડનથી નજીક ઉત્તર યુરોપિયન દેશ ફિનલેન્ડમાં એજ્યુકેશન સિસ્ટમની ચર્ચા ઘણો જોરશોરથી ચાલી રહી છે. બરફથી ઘેરાયેલો આ નાનકડો દેશ ફિનલેન્ડ પોતાના સારા એજ્યુકેશન સિસ્ટમ માટે આખી દુનિયામાં ઓળખ બનાવી ચૂક્યું છે. તો ચાલો જાણી લઈએ કે કેમ અહીંની એજ્યુકેશન સિસ્ટમની ચર્ચા થઈ રહી છે. ત્યાં એવી કંઈ ખાસ વાત છે કે દિલ્હીના ટીચર્સને અહીં ટ્રેનિંગ પર મોકલી રહ્યા છે.

ફિનલેન્ડના એજ્યુકેશન સિસ્ટમમાં વિદ્યાર્થીઓ માટે ઘણા રીતની સુવિધાઓ આપવામાં આવે છે જે તેમના અભ્યાસને રસપ્રદ બનાવે છે. દિલ્હી યુનિવર્સિટીમાં શિક્ષા વિભાગની શિક્ષિકા પ્રો. હનીત ગાંધી કહે છે કે આશરે 10 વર્ષ પહેલા ફિનલેન્ડના એજ્યુકેશન સિસ્ટમ પર આખી દુનિયામાં ચર્ચા થવા લાગી છે. તેમની સિસ્ટમમાં બાળકોને કોનસેપ્ટ સમજાવવા પર ઘણું કામ કરવામાં આવે છે. ત્યાં દરેક વિષયને બાળકોને સમજાવવા માટે સૌથી પહેલા તેનો કોનસેપ્ટ સમજાવવામાં આવે છે કે તે વિષયને સમજવાની જરૂર કેમ છે. તેમને માત્ર સવાલ-જવાબના કોનસેપ્ટમાં નથી સમજાવવામાં આવતા.

પ્રો. ગાંધી કહે છે કે જો તમે ઉદાહરણ તરીકે સમજો તો માની લો કે તેમને ઈતિહાસ ભણાવવો છે તો ઘટનાઓને સમય-કાળ પરિસ્થિતિના હિસાબથી યાદ કરાવવાના બદલે તેને ક્રોનોલોજીના આધાર પર સમજાવવામાં આવે છે. બાળકો તેમાં રૂચિ લેવા લાગે છે, આ રીતે તે પોતાને જ તે વિષયને ઊંડાણથી સમજી જાય છે. ભણવવાનો જે આ અલગ અંદાજ છે તેના કારણે તે બાળકોનો સ્કૂલમાં કંટાળો આવતો નથી. ત્યાં બાળકો સ્કૂલમાં થનારી એક્ટિવિટીઝ જેવી કે અભ્યાસ સિવાય ખેલકૂદ વગેરે પણ પસંદ કરે છે. બાળકોની પર્સનાલિટીનો વિકાસ સ્કૂલની અંદર હોય છે.

ત્યાં ન બાળકોને હોમવર્કની એટલી ચિંતા રહે છે ન આ વાતની કે તેમને ફેલ કરી દેવામાં આવશે. ત્યા નો ડિટેન્શન એટલે કે તેમને અભ્યાસમાં શીખવાના લિહાઝથી આંકવામાં આવતા નથી. તેમને કોનસેપ્ટના હિસાબથી આંકવામાં આવે છે. બાળકોના એસેસમેન્ટ ટીચર્સ કરે છે, તેનાથી ત્યાં એક્ઝામ લેવાની રીત વિદ્યાર્થી કેન્દ્રિત હોય છે. અહીં અભ્યાસ માટે સાત વર્ષની ઉંમરે શરૂઆત કરવામાં આવે છે અને 16 વર્ષ સુધી કોઈ પરીક્ષા બાળકોને આપવાની હોતી નથી. કદાચ આ જ કારણ છે કે ત્યાં ટ્યુશન કલ્ચર પણ નથી. ન તો બાળકોમાં ફેઈલ થવાનો ડર, કોઈ સ્ટ્રેસ કે એન્ઝાયટી. સ્ટ્રેસની વાત કરીએ તો ત્યાં સાઈકોલોજીકલ કાઉન્સેલિંગ પણ પાઠ્યક્રમનો મહત્વનો ભાગ છે, બાળકોની સમય સમય પર સાઈકોલોજીકલ સ્ક્રીનિંગ કરવામાં આવે છે.

 

ત્યાના વિદ્યાર્થીઓ માટે આ સાત વાત ખાસ છે. પહેલું કે તેઓને ડિટેન્શન અથવા ફેઈલ થવાનો કોનસેપ્ટ જ નથી. કોઈ મન્થલી ટેસ્ટ નથી, પહેલી પરીક્ષા હાઈસ્કૂલમાં થાય છે, કોઈ સ્કૂલના વિદ્યાર્થી અથવા રીજનના સ્કૂલોની વચ્ચે રેન્કિંગ અથવા કોમ્પિટીશન નથી થતી. દરેક ક્લાસ પછી 15 મિનિટ આઉટડોર પ્લે ટાઈમ મળે છે. ઓછામાં ઓછું હોમવર્ક, સાત વર્ષની ઉંમરમાં શરૂ થાય છે અભ્યાસ અને બાળકો માટે પ્રી સ્કૂલ એકદમ ફ્રી છે. આ સિવાય શિક્ષકોની વાત કરીએ તો ફિનલેન્ડમાં ટીચર એજ્યુકેશન ઈન્સ્ટીટ્યૂટમાં એડમિશન સ્ટુડન્ટ્સનું સપનું હોય છે.

ટીચિંગ પ્રોફેશન દેશના ગ્રેજ્યુએટમાંથી ટોપ 10ને પસંદ કરવામાં આવે છે. ટીચર્સને ઓન ધ જોબ ટ્રેનિંગ આપવામાં આવે છે. ટીચિંગના અલગ અલગ મેથડ પર સહકર્મી ટીચર્સ એકબીજાની સાથે કન્સલ્ટેશન કરે છે. ફિનલેન્ડમાં ટીચર્સની સેલરી પણ સારી હોય છે. અહીંની એજ્યુકેશન સિસ્ટમ સંપૂર્ણ રીતે ડી-સેન્ટ્રાઈઝ છે. ઈન્સપેક્શનનો કોઈ નિયમ નથી, બધી જવાબદારી ટીચર્સ અને પ્રિન્સિપલની હોય છે. ફિનીશ, મેથ્સ અને સાયન્સ સિવાય પહેલા ધોરણથી બાળકોને મ્યુઝિક, આર્ટ, ખેલ, રિજનલ અને ટેક્સટાઈલ હેન્ડીક્રાફ્ટ શીખાવામાં આવે છે. ત્રીજા ધોરણથી ઈંગ્લિશ ભણાવવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp