12મા ધોરણના પુસ્તકમાંથી ગાંધીજીની હિન્દુ-મુસ્લિમ એકતા અને RSS પર બેનના અંશ હટ્યા

PC: timesofindia.indiatimes.com

રાષ્ટ્રીય શિક્ષણ અનુસંધાન અને પ્રશિક્ષણ પરિષદ (NCERT)ના નવા શૈક્ષણિક સત્ર માટે 12માં ધોરણાંની રાજનૈતિક વિજ્ઞાનના પુસ્તકમાં કેટલાક બદલાવ થયા છે. તેમાં મહાત્મા ગાંધીના મોતનો દેશની સાંપ્રદાયિક સ્થિતિ પર પ્રભાવ અને ગાંધીની હિન્દુ મુસ્લિમ એકતાની અવધારણાને હિન્દુ કટ્ટરપંથીઓને ઉશ્કેર્યા જેવા અંશ નથી. એ સિવાય રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) જેવા સંગઠનો પર થોડા સમય માટે પ્રતિબંધ સહિત ઘણા પાઠ્ય અંશને પણ હટાવી દેવામાં આવ્યા છે. જો કે, NCERTએ એવો દાવો કરો છે કે આ વર્ષે પાઠ્યક્રમમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી અને પાઠ્યક્રમને ગયા વર્ષે જૂનમાં યુક્તિસંગત બનવામાં આવ્યો છે.

ગયા વર્ષે પાઠ્યક્રમને યુક્તિસંગત બનાવવા અને કેટલાક અંશો અપ્રાસંગિક હોવાના આધાર પર NCERTએ ગુજરાત દંગાઓ, મુઘલ દરબાર, ઇમરજન્સી, શીત યુદ્ધ, નક્સલ આંદોલન વગેરેને પાઠ્યક્રમને હટાવી દીધા હતા. પાઠ્યપુસ્તકને યુક્તિસંગત બનવાના નોટમાં મહાત્મા ગાંધીના અંશ બાબતે કોઈ ઉલ્લેખ નથી. NCERTના ડિરેક્ટર દિનેશ સકલાનીએ કહ્યું કે, પાઠ્યક્રમને યુક્તિસંગત બનાવવાની કવાયત ગયા વર્ષે કરવામાં આવી અને આ વર્ષે જે કંઈ થયું છે એ નવું નથી. જો કે તેમણે જાહેરાત કર્યા વિના યુક્તિસંગત બનાવવાની કવાયતના પરિણામ સ્વરૂપ હટાવવામાં આવેલા અંશો બાબતે કોઈ ટિપ્પણી કરી નથી.

NCERTની વેબસાઇટ પર એક નોટમાં કહેવામાં આવ્યું છે કે, કોરોના મહામારીને ધ્યાનમાં લેતા એ અનુભવાયું કે વિદ્યાર્થીઓ પર પાઠ્ય સામગ્રીના ભારને ઓછો કરવામાં આવે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં પાઠ્ય સામગ્રીના ભારને હળવો કરવા અને રચનાત્મક વિચારનો ઉપયોગ કરીને અનુભવના આધાર પર શીખવા પર ભાર આપવામાં આવ્યો છે. આ પરિપ્રેક્ષ્યમાં બધી ધોરણોમાં અને બધા વિષયોમાં પાઠ્યપુસ્તકોને યુક્તિ સંગત બનાવવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.

તેમાં કહેવામાં આવ્યું છે કે વર્તમાન સત્ર બદલાવ બાદ નવા રૂપમાં તૈયાર સત્ર અને વર્તમાન પાઠ્યપુસ્તક યુક્તિસંગત પુસ્તક છે. તેને વર્ષ 2022-23માં યક્તિ સંગત બનાવવામાં આવ્યું હતું અને વર્ષ 2023-24માં પણ ચાલુ રહેશે. શિક્ષણ મંત્રાલયના એક અધિકારીએ નામ જાહેર ન કરવાની શરત પર જણાવ્યું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હેઠળ નવા પાઠ્યક્રમના ઢાંચા પર અત્યારે પણ કામ ચાલી રહ્યું છે અને નવી પાઠ્યચર્યા અકાદમીક સત્ર 2024થી રજૂ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp