નથી શિક્ષક કે નથી પ્રિન્સિપાલ, આ શાળામાં પોતે જ એક-બીજાને ભણાવે છે વિદ્યાર્થીઓ

PC: aajtak.in

શિક્ષણ દ્વારા આગળ વધવાનો પ્રયત્ન દરેક કરે છે પરંતુ કેટલીક વખત ઓછા સંસાધનોના કારણે માર્ગ એટલા સરળ થઈ શકતા નથી. ઉત્તર પ્રદેશના મોહબામાં એક એવી જ શાળા છે જ્યાં નથી શિક્ષક કે નથી કોઈ ભણાવનારું. અહીં વિદ્યાર્થીઓ પોતે જ એક-બીજાના શિક્ષક છે. મોહબા નદીના કિનારે તીરથ સાગર સ્કૂલના આ વિદ્યાર્થી રોજ સવારથી સાંજ સુધી સ્ટડી ક્લબ દ્વારા એક-બીજાને જ્ઞાન આપી રહ્યા છે. જો કોઈ વિદ્યાર્થી ગણિતમાં નબળો છે તો ગણિતમાં કોઈ ખૂબ જ સારો વિદ્યાર્થી નબળા વિદ્યાર્થીને ભણાવવાનું કામ કરશે.

અહીં વિદ્યાર્થીઓની દરેક મુશ્કેલી સરળ થઈ જાય છે. બાળપણમાં કમ્બાઇન સ્ટડીની રીતને અહીંના હજારો વિદ્યાર્થી અપનાવી રહ્યા છે. અહીં ભણી રહેલા વિદ્યાર્થી કહે છે કે અમે એક-બીજાને અભ્યાસ કરાવીએ છે, વાત કરીએ છીએ અને સમસ્યાનું સમાધાન કાઢીએ છીએ. અહીં દરેક વિદ્યાર્થીમાં કંઈક ખાસ છે. તીરથ સાગરથી નીકળીને તમામ વિદ્યાર્થી દેશમાં મોટા પદો પર ફરજ બજાવવાની ઇચ્છા ધરાવે છે.

આ બધા વિદ્યાર્થી સરકારી નોકરી અને પ્રશાસનિક સેવાઓ માટે તૈયારી કરે છે. નદી કિનારે બનેલી આ શાળાનો કોઈ પ્રિન્સિપાલ કે શિક્ષક નથી અને ન તો કોઈ નિયમ છે. વિદ્યાર્થી પોતાના હિસાબે રોજ એક ટૉપિક ઉઠાવે છે જેમાં સૌથી વધારે વિદ્યાર્થીઓને પરેશાની આવી રહી હોય અને પછી મળીને બધા તેને સોલ્વ કરે છે. વિદ્યાર્થીઓ અહીં ચૂંટણીઓના મુદ્દા પર પણ ચર્ચા કરે છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે બુંદેલખંડમાં શિક્ષણ ક્ષેત્રનો પ્રસાર થવો જોઈએ. તો સરકારી નોકરીઓ વધારે નીકળે જેથી લોકોને સારા વિકલ્પ મળી શકે.

અહીં બેઠા દરેક વિદ્યાર્થી એક-બીજાનો સાથ આપી રહ્યા છે. આ બધા ગ્રામીણ અને શહેરી વિસ્તારના એ પરિવારોમાંથી આવે છે જે સરકારી નોકરી માટે કે પછી અભ્યાસ માટે કોચિંગ કરી શકતા નથી. છઠ્ઠા ધોરણનો એક વિદ્યાર્થી સાહિલ કહે છે કે હું બે વર્ષ બાદ શાળામાં આવી રહ્યો છું અને આજે પોતાના સાથીઓને મળીને મને ખૂબ જ ખુશી થઈ રહી છે. અન્ય એક વિદ્યાર્થી ઉમર કહે છે કે અમે લાંબા સમય બાદ પોતાની શાળામાં આવી રહ્યા છીએ અને અમે માસ્ક પહેરીશું અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીશું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp