છાત્રોને 100 ટકા સ્કોલરશિપના નામે બેંગલુરૂની ફ્રોડ IT કંપનીએ 18 કરોડ પડાવી લીધા

PC: indianexpress.com

100 સ્કોલરશીપ અને નોકરીની ગેરંટીની એક લોભામણી લાલચમાં આવીને બેંગુલુરમા 2000 વિદ્યાર્થીઓ ફસાયા છે અને તેમાંથી 50 વિદ્યાર્થીઓ ગુજરાતના છે. વિદ્યાર્થીઓના 18 કરોડ ચાઉં કરી જનાર કંપનીના CEOની પોલીસે ધરપકડ કરી છે. ઓનલાઇન ફ્રોડના અનેક કિસ્સાઓ સામે આવવા છતા અને RBIની સાવચેતી રાખવાની વારંવારની જાહેરાત છતા અનેક લોકો આવ ફ્રોડમાં ફસાતા જ રહે છે.

બેંગલુરુની ગીકલર્ન એજ્યુટેક સર્વિસ કંપનીએ ઓનલાઇન ડેટા સાયન્સ આર્કિટેક્ટના પ્રોગામનો કોર્સ 100 ટકા સ્કોલરશીપ અને નોકરીની ગેરંટી સાથેની Online ઓફર કરી હતી. આ લોભામણીની જાહેરાત જોઇને લગભગ 2000 વિદ્યાર્થીઓએ કંપનીને એગ્રીમેન્ટ અને દસ્તાવેજો જમા કરાવી દીધા હતા. એ પછી ગીકલર્ન એજ્યુટેક કંપનીએ એવી કરામત કરી તે આ દસ્તાવેજોના આધારે વિદ્યાર્થીઓના નામે લોન લઇ લીધી અને સ્કોલરશીપના થોડા પૈસા આપી દીધા પછી હાથ અધ્ધર કરી દીધા. હવે વિદ્યાર્થીઓને લોનના હપ્તા ભરવા પડે છે.

બેંગલુરુની ગીકલર્ન એજ્યુટેક સર્વિસ કંપનીની લોભામણી જાહેરાતથી દેશના જુદા જુદા રાજ્યોના નોકરી વાંચ્છુક યુવાનો ફસાઇ ગયા હતા. કંપની તરફથી યુવાનોને કહેવામાં આવ્યું હતું કે ડેટા સાયન્સ આર્કિટેક્ટના પ્રોગામનો કોર્સ 100 ટકા સ્કોલરશીપ આપવામાં આવશે. આ માટે કંપની એજ્યુકેશન લોન લેશે , જેથી તમને સ્કોલરશીપ મળી શકે અને કોર્સ પત્યા બાદ બેંગુલુર, પુણે,મુંબઇ, કોચીન, ચેન્નઇ, દિલ્હી NCR વગેરે શહેરોમાં જોબ અપાવશે. નોકરી મળી ગયા પછી તમારે લોનની રકમ પરત આપવાની રહેશે. કંપની કહેતી હતી કે અમે ઘણાં બધા લોકોને નોકરી અપાવી છે.

આ લોભામણી વાતમાં વિદ્યાર્થીઓ આવી ગયા અને કંપનીમાં દસ્તાવેજો જમા કરાવી દીધા હતા. આ કંપનીએ એજ્યુકેશન લોન નહી, પરંતુ ઉંચા વ્યાજના દરે લોન લીધી હતી અને લોનના રૂપિયા વિદ્યાર્થીના ખાતમાં જમા થવાને બદલે કંપનીના ખાતામાં જમા થતા હતા. કંપની કહેતી કે તેઓ પોતે હપ્તા ભરી દેશે. પરંતુ થોડા સમય પછી કંપનીએ લોનના હપ્તા ભરવાના બંધ કરી દીધા અને વિદ્યાર્થીઓના ખાતામાંથી રૂપિયા કપાવવા માંડ્યા.

ગુજરાતના એડવોકેટ મનીષ રાઠોડે કહ્યું હતું કે ગાંધીનગર અને અમદાવાદના બે વિદ્યાર્થીઓ મારી પાસે આવ્યા હતા જે કંપનીની લોભામણી જાહેરાતનો ભોગ બન્યા હતા. બેંગલુરુના જયાનગર પોલીસ સ્ટેશનમાં 500થી વધારે ફરિયાદ નોંધાઇ છે.

જાણવા મળેલી વિગત મુજબ વિદ્યાર્થીઓની ફરિયાદને આધારે પોલીસે કંપનીના  CEO અને હોદ્દાદારોની ધરપકડ કરી છે. તેમને કોર્ટમાં રજી કરાયા છે, પોલીસ તપાસ ચાલું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp