'અમારે ગંદી જમીન પર બેસવું પડે છે...', આ બાળકીએ PM મોદીને કરી ફરિયાદ, જુઓ વીડિયો

સોશિયલ મીડિયાનો જમાનો છે અને દરેક વ્યક્તિ પોતાની વાત સહેલાઈથી સૌથી મોટા અધિકારી કે રાજનેતાની સામે મૂકી શકે છે. ઘણી વખત લોકોની મોટી સમસ્યાઓ પણ આના દ્વારા હલ કરવામાં આવી છે. તેવી જ રીતે એક નાની છોકરીએ પણ સોશિયલ મીડિયા દ્વારા સીધી PM નરેન્દ્ર મોદી પાસે મદદ માંગી છે. એક વીડિયો જાહેર કરીને પોતાની શાળાની ખરાબ અને જર્જરિત ઈમારત સાથે જોડાયેલી સમસ્યાઓને શેર કરીને કહ્યું છે કે, 'મોદીજી, કમસેકમ મારી વાત તો સાંભળી લો.' વાયરલ વીડિયોમાં જમ્મુ-કાશ્મીરના કઠુઆના લોહિયા મલ્હાર ગામની સિરત નાઝ કહી રહી છે કે, 'જુઓ અમારે કેવી ગંદી જમીન પર બેસીને અભ્યાસ કરવો પડે છે.'

વીડિયોમાં બાળકી પહેલા PM નરેન્દ્ર મોદીને તેની તબિયત વિશે પૂછે છે, અને પછી તેનું નામ જણાવે છે. સિરત કહે છે, 'PM મોદીજી, મારે તમને એક વાત કહેવી છે. હું અહીં જમ્મુની એક સરકારી શાળામાં અભ્યાસ કરું છું, જેની હાલત ખૂબ જ ખરાબ છે. આ પછી તે કેમેરો ફેરવે છે અને તેની શાળા બતાવે છે. તે કહે છે કે, આ પ્રિન્સિપાલ રૂમ અને સ્ટાફ રૂમ સામે છે અને જુઓ આ ફ્લોર કેટલો ગંદો અને ખરાબ છે. અમને અહીં બેસીને ભણાવવામાં આવે છે.'

આ પછી, તે કેમેરા સાથે આગળ વધે છે અને કહે છે, 'ચાલો હું તમને શાળાની મોટી ઇમારત બતાવું.' જ્યારે તે કેમેરો ફેરવે છે, ત્યારે દેખાય છે કે શાળામાં બાંધકામ અધૂરું છે. સિરત વધુમાં કહે છે. 'જુઓ અહીં છેલ્લા 5 વર્ષથી બિલ્ડીંગ કેટલી ગંદી છે, ચાલો હું તમને અંદરથી બતાવું. આ પછી તે એક ગંદો ફ્લોર બતાવે છે અને કહે છે, 'અમે આના પર બેસીને અભ્યાસ કરીએ છીએ.'

સીરત નિર્દોષતાથી આગળ કહે છે, 'હું તમને વિનંતી કરું છું કે, તમે અમારી શાળાને એકદમ સારી બનાવી આપો. અમારે બેસી રહેવું પડે તો અમારો ગણવેશ ગંદો થઈ જાય અને મા અમને માર મારે છે. અમારી પાસે કોઈ બેન્ચ નથી.' આ પછી, તે સીડીઓ પર ચઢે છે અને શાળાનો કોરિડોર બતાવે છે, જે ખૂબ જ ગંદો છે. આ પછી તે શાળાના શૌચાલય તરફ જાય છે, અને કહે છે કે, 'જુઓ અમારું શૌચાલય કેટલું ગંદુ છે, અમારે અહીં ગટરમાં જવું પડે છે.'

અંતમાં સિરત કહે છે, PM મોદીજી, તમે આખા દેશને સાંભળો છો, તો મારી પણ વાત સાંભળો, અમારી શાળાને એકદમ સુંદર બનાવી દો. એકદમ સુંદર, કે જ્યાં અમારે નીચે બેસવું ન પડે. જેથી અમારી મમ્મી અમને ન મારે અને અમે આરામથી અભ્યાસ કરી શકીએ. કૃપા કરીને મોદીજી, અમારી શાળાનું નિર્માણ કરાવી આપો.'

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.