દિલ્હીમાં ટીચરની વિદ્યાર્થીને સાંપ્રદાયિક ટિપ્પણી- પાકિસ્તાન કેમ ન ગયા? પછી...

PC: indiatoday.com

દિલ્હીમાં એક સ્કૂલના ચાર વિદ્યાર્થીઓએ આરોપ લગાવ્યો છે કે તેમના ટીચરે સાંપ્રદાયિક ટિપ્પણી કરી અને તેમને પૂછ્યું કે વિભાજન દરમિયાન તેમનો પરિવાર પાકિસ્તાન શા માટે ન ગયા. આ ઘટના એવા સમયે સામે આવી છે જ્યારે ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરનો કિસ્સો પહેલાથી જ વિવાદમાં ચાલી રહ્યો છે. વીડિયોમાં એક સ્કૂલ ટીચર મુસ્લિમ વિદ્યાર્થી પર તેના અન્ય ક્લાસમેટ પાસેથી તમાચા મરાવતી જોવા મળે છે. સાથે જ તે મહિલા તૃપ્તા ત્યાગી સાંપ્રદાયિક ટિપ્પણી પણ કરે છે.

દિલ્હી પોલીસે કહ્યું- તપાસ કરી રહ્યા છે

દિલ્હી પોલીસે ધોરણ 9ના વિદ્યાર્થીઓના પરિવારોની ફરિયાદ પછી ગાંધી નગરમાં સરકારી સર્વોદય બાલ વિદ્યાલયની ટીચર હેમા ગુલાટી સામે કેસ દાખલ કર્યો છે. પોલીસે કહ્યું કે, તેઓ આરોપોની તપાસ કરી રહ્યા છે. સાથે એવું પણ કહ્યું કે, વિભાજન દરમિયાન તમે પાકિસ્તાન શા માટે ન ગયા, તમે ભારત કેમ રહી ગયા. ભારતની આઝાદીમાં તમારો કોઇ ફાળો નથી. ફરિયાદની એક કોપીથી જાણ થઇ કે આ FIR શુક્રવારે સાંજે દાખલ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓના પરિવારોએ કહ્યું કે, આ પ્રકારની ટિપ્પણીઓથી સ્કૂલમાં વિવાદ થઇ શકે છે અને તેમણે ટીચરને સસ્પેન્ડ કરવાની માગ કરી છે.

ટીચરને સજા મળે

એક મહિલા જેના બે બાળકો સ્કૂલમાં ભણે છે, તેણે ANIને જણાવ્યું કે, જો આ શિક્ષિકાને સજા મળી નહીં તો આ પ્રકારની હરકત કરવા માટે અન્યોની પણ હિંમત વધશે. તેમને કહેવામાં આવે કે તેઓ માત્ર ભણાવવાનું કામ કરે અને એવા મામલાઓ પર ન બોલે જેમના વિશે તેમને કોઇ જાણકારી જ નથી. આવા ટીચરો વિદ્યાર્થીઓની વચ્ચે મતભેદ પેદા કરે છે. અમારી માગ છે કે તે ટીચરને સસ્પેન્ડ કરી દેવામાં આવે. તેને અન્ય કોઇ સ્કૂલમાં નોકરી ન મળવી જોઇએ.

સ્થાનીય ધારાસભ્ય અને આમ આદમી પાર્ટી નેતા અનિલ કુમાર વાજપેયીએ શિક્ષિકાને આડે હાથે લીધી છે. ધારાસભ્યએ કહ્યું કે, આ એકદમ જ ખોટું છે. એક શિક્ષકની જવાબદારી છે બાળકોને સારી શિક્ષા આપવી. શિક્ષકે કોઇપણ રીતની ધાર્મિક કે પવિત્ર સ્થાનના વિરોધમાં અપમાનજનક ટિપ્પણી કરવી જોઇએ નહીં. આવા લોકોની ધરપકડ કરવી જોઇએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp