યુનેસ્કોએ શા માટે કરી શાળામાં સ્માર્ટફોન પર પ્રતિબંધ મૂકવાની માગ?

PC: educationworld.in

સંયુક્ત રાષ્ટ્રના હાલના રિપોર્ટમાં એક મહત્ત્વની અને જરૂરી જાણકારી સામે આવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, શાળાઓમાં સ્માર્ટફોન પર તાત્કાલિક ધોરણે પ્રતિબંધ લગાવવો જોઈએ. એમ કહેવામાં આવે છે કે, શાળાઓમાં સ્માર્ટફોન પર પ્રતિબંધ લગાવવાથી ક્લાસમાં અનુશાસન બન્યું રહેશે અને બાળકોને ઓનલાઇન ડિસ્ટર્બ થતા બચાવી શકાય છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, યુનાઈટેડ નેશનના એજ્યૂકેશન, સાયન્સ એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન (UNESCO)એ શાળામાં મોબાઈલ પર પ્રતિબંધ લગાવવાની વાત કહી છે.

યુનેસ્કોએ કહ્યું કે, ઘણા બધા સમય સુધી સ્ક્રીન સામે રહેવાથી બાળકોની માનસિક સ્થિતિ પર અસર પડવા લાગ્યો છે. યુનેસ્કો પોતાના એજ્યૂકેશન રિપોર્ટમાં કહે છે કે મોબાઈલ ફોન રોજિંદા જીવનની જરૂરિયાત બની ગયો છે. પછી ચૂકવણી કરવાની હોય, બુકિંગ કરવું હોય, સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવો હોય કે, પછી શૈક્ષણિક સંસાધનોની શોધ કરવી હોય. આ યુગમાં સ્માર્ટફોન વિના કામ કરવું મુશ્કેલ છે.

સ્ટેટિસ્કા મુજબ, આખી દુનિયામાં સ્માર્ટફોન ઉપયોગકર્તાઓની કુલ સંખ્યા વર્ષ 2028 સુધીમાં 525 કરોડ કરતા વધુ સુધી પહોંચવાની આશા છે. યુનેસ્કોના ડિરેક્ટર આન્દ્રે અજોલના જણાવ્યા મુજબ, ડિજિટલ યુગમાં સ્માર્ટફોનનું યોગદાન મહત્ત્વનું છે. આ જ કારણ છે કે આજે બાળકો મોબાઈલ ફોન, લેપટોપ, કમ્પ્યુટરને આદી થઈ ગયા છે. સ્માર્ટફોનનો ઉપયોગ સારી રીતે શીખવા સાથે વિદ્યાર્થીઓ અને શિક્ષકોની ભલાઈ માટે થવો જોઈએ, ન કે તેના નુકસાન માટે.

તેમનું કહેવું છે કે, બાળકોએ ટેક્નિકો સાથે અને તેના વિના પણ રહેતા શીખવું જોઈએ. યુનેસ્કોના આ રિપોર્ટમાં ડિજિટલ લર્નિંગથી ઉત્પન્ન થનારી પરેશાનીઓ બાબતે જણાવવામાં આવ્યું છે. કોરોના મહામારી દરમિયાન 50 કરોડ બાળકો શિક્ષણથી વંચિત રહી ગયા હતા. ત્યારબાદ માત્ર ઓનલાઇન લર્નિંગ પર વધારે ફોકસ કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓ સાથે સારી કનેક્ટિવિટી માટે ઇન્ટરનેટના માધ્યમથી અભ્યાસ પર ભાર આપવામાં આવ્યો.

ડિજિટલ લર્નિંગને હજુ વધારવા માટે વર્ષ 2030 સુધી શાળાઓને ઈન્ટરનેટ સાથે જોડવાનું લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું છે. આ દરમિયાન યુનેસ્કોના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે હવે સ્માર્ટફોનના ઉપયોગથી 14 દેશોમાં પ્રી-પ્રાઇમરીથી લઈને હાયર એજ્યૂકેશન સુધીના વિદ્યાર્થીઓની ધ્યાન ભટકી રહ્યું છે. એવામાં એક વખત ધ્યાન ભટક્યા બાદ ફરી શીખવા માટે 20 મિનિટનો સમય લાગી શકે છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, કોલંબિયા થી આઇવરી કોસ્ટ અને ઈટાલી થી નેધરલેન્ડ સુધી દુનિયાના દરેક ચોથા દેશના બાળકો પર સ્માર્ટફોનના ઉપયોગ પર પ્રતિબંધ લગાવી દીધો છે. તો ફ્રાંસ અને ડેનમાર્ક બંનેએ જ ગૂગલ વર્કસ્પેસનો પ્રતિબંધ લગાવી દીધો છે. એ જ પ્રકારે બાંગ્લાદેશ અને સિંગાપુરમાં સ્માર્ટફોનના ઉપયોગ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp