26th January selfie contest

આ મહિલા નથી મોકલતી પોતાના બાળકોને સ્કૂલે, ઘરે રહીને અનોખી રીતે કરાવે છે અભ્યાસ

PC: everymum.ie

આજકાલના સમયમાં બાળકોના જન્મ સાથે જ પેરેન્ટ્સને તેમના સ્કૂલિંગની ચિંતા સતાવે છે. સાથે જ હવે સ્કૂલમાં બાળકોનું એડમિશન કરાવવું પણ મુશ્કેલ બની ગયુ છે. બાળકો માટે બેસ્ટ સ્કૂલમાં એડમિશન માટે પેરેન્ટ્સે લાખો રૂપિયા ડોનેશન આપવું પડે છે. પરંતુ, આજે અમે તમને એક એવી મહિલા વિશે જણાવવાના છીએ જેને ના બાળકોના એડમિશનની ચિંતા રહે છે અને ના તેને બાળકોને સ્કૂલે પહોંચાડવાની ચિંતા છે. હાલમાં આ મહિલાએ પોતાની સ્ટોરી શેર કરી છે અને જણાવ્યું છે કે, તે સ્કૂલે મોકલ્યા વિના કઈ રીતે પોતાના બાળકોને એજ્યુકેટ કરી રહી છે. મહિલાએ જણાવ્યું કે, સોશિયલ મીડિયા પર હું ઘણા પેરેન્ટ્સને જોઉં છું કે તેઓ પોતાના બાળકો માટે સ્કૂલ યુનિફોર્મ અને સ્કૂલમાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓ ખરીદે છે. દર વર્ષે પેરેન્ટ્સને આવુ કરતા જોવુ મને ખૂબ જ પસંદ છે. પરંતુ, મેં પોતે ક્યારેય આવુ નથી કર્યું. મારે મારા બાળકોને બસ સ્ટોપ સુધી છોડવા નથી પડતા અને ના લાસ્ટ મિનિટ પર સ્કૂલ પ્રોજેક્ટ માટે ટેન્શન લેવું પડે છે. આવુ એટલા માટે કારણ કે, મેં ક્યારેય પણ મારા બાળકોને સ્કૂલે નથી મોકલ્યા. મહિલાએ જણાવ્યું, મારા બે બાળકો છે, જેમની ઉંમર 9 વર્ષ અને 6 વર્ષ છે. બંને જ બાળકો સ્કૂલે નથી જતા.

મહિલાએ જણાવ્યું કે, બાકીના પેરેન્ટ્સની સરખામણીમનાં અમારી ગરમીની રજાઓ ખૂબ જ તણાવમુક્ત પસાર થાય છે. ગરમીની સિઝનમાં અમે આઈસ્ક્રીમ ખાઈએ છીએ, પાર્કમાં ફરીએ છીએ અને લાઈબ્રેરીમાં પણ જઈએ છીએ. સાથે જ અમે આવનારા મહિનાને લઈને ચર્ચા કરીએ છીએ. જો કોઈકને જિયોલોજીમાં રસ હોય તો અમે સ્પ્રિંગ દરમિયાન નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમમાં જઈએ છીએ. અઠવાડિયાના બાકી દિવસોમાં સવારના સમયે અહીં બાળકોની ભીડ નહિવત હોય છે. અમે ગરમીઓમાં કેમ્પિંગ કરી શકીએ છીએ. મહિલાએ જણાવ્યું કે, અમે ઘણી નાની અને મોટી ટ્રિપ્સ પર પણ જઈએ છીએ.

મહિલાએ જણાવ્યું કે, હોમસ્કૂલિંગમાં અમે અમારા બાળકોને દરરોજ અને આખુ વર્ષ ભણાવીએ છીએ. અમારું માનવુ છે કે, બાળકો હંમેશાં શીખે છે. સ્પ્રિંગ્સ દરમિયાન અમે બાળકોને ખેતરમાં કામ કરવા માટે પણ લઈ જઈએ છીએ જેથી, તેમને જાણકારી મળે કે પાક કઈ રીતે થાય છે. મહિલાએ જણાવ્યું કે, મારા 6 વર્ષના બાળકને પ્રકૃતિ સાથે સંકળાયેલી બાબતો પ્રેરિત કરે છે, જ્યારે મારા 9 વર્ષના દીકરાને વીડિયો ગેમ્સ રમવું ખૂબ જ પસંદ છે. જેમા પ્લેયર્સ ખેતી કરે છે, પાક ઉગાડે છે અને તેને વેચે છે. મહિલાએ એવુ પણ જણાવ્યું કે, રાત્રે ડિનરના સમયે અમે ઈકોનોમિક્સ, પોલિટિક્સ અને ઈકોલોજી વિશે વાત કરીએ છીએ.

મહિલાએ જણાવ્યું કે, અમને આ હોમસ્કૂલિંગનો કોન્સેપ્ટ ખૂબ જ પસંદ છે. ગરમીઓમાં અમારી રજાઓ ખૂબ જ આરામદાયકરીતે પસાર થાય છે. આ દરમિયાન અમે રિલેક્સ કરીએ છીએ, જ્યારે બાકીના પેરેન્ટ્સને પોતાના બાળકોને તૈયાર કરીને સ્કૂલે મોકલવાની જલ્દી હોય છે.

હોમસ્કૂલિંગના ફાયદા

  • બાળકોના અભ્યાસ પર હોય છે માતા-પિતાનું કંટ્રોલ.
  • હોમસ્કૂલિંગ દ્વારા પેરેન્ટ્સ અને બાળકોની વચ્ચે એક મજબૂત રિલેશનશિપ બને છે.
  • હોમસ્કૂલિંગમાં એક ફિક્સ ટાઈમિંગમાં અભ્યાસ કરવાને બદલે તમે ક્યારેય પણ પોતાના બાળકોને ભણાવી શકો છો.
  • હોમસ્કૂલિંગ દ્વારા પેરેન્ટ્સ બાળકો પર વધુ ધ્યાન આપે છે.
  • તેમા પેરેન્ટ્સ પોતાના બાળકોના છૂપાયેલા ટેલેન્ટ વિશે જાણી શકે છે.
  • હોમસ્કૂલિંગમાં પેરેન્ટ્સ બાળકોને એ સબ્જેક્ટમાં વધુ હેલ્પ કરી શકે છે જેમા તેઓ ખૂબ જ નબળા છે.
  • તે માતા-પિતા અને બાળકોની વચ્ચે ડિસ્કશન શરૂ કરવામાં પણ મદદ કરે છે, જ્યાં માતા-પિતા પણ બાળકો પાસેથી શીખી શકે છે.
  • તેના દ્વારા માતા-પિતા બાળકોને જણાવી શકે છે કે ટેન્શન વિના એન્જોય કરતા-કરતા પણ ભણી શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp