બધી બાજુ થઈ રહ્યા છે વિધુ વિનોદ ચોપરાની ‘12મી ફેલ’ ફિલ્મના વખાણ, જાણી લો રિવ્યૂ

PC: Glamsham.com

27 ઓક્ટોબરના રોજ વિધુ વિનોદ ચોપરાની ફિલ્મ ‘12મી ફેલ’ સિનેમાઘરોમાં રીલિઝ થઇ ચૂકી છે. આ ફિલ્મમાં વિક્રાંત મેસી મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ IPS મનોજ કુમાર શર્માની સ્ટોરી પર આધારિત છે. જે 2005 બેચના મુંબઈ કેડરના એક અધિકારી છે.

સ્ટોરી

મધ્ય પ્રદેશના ચંબલમાં મનોજ અને તેનો પરિવાર રહે છે. પિતાની નોકરી પછી ઘરની સ્થિતિ ખરાબ ચાલી રહી હોય છે. બે ટાણાનું ભોજન માટે પણ સંઘર્ષ કરવો પડે છે. સ્કૂલમાં એક પ્રામાણિક ઓફિસરના કારણે મનોજ 12મી ક્લાસમાં ચીટિંગ કરી શકતો નથી અને ફેલ થઇ જાય છે. પણ તેને આ વાતનો કોઇ મલાલ નથી. કારણ કે જીવનમાં પહેલીવાર તે કોઇનાથી શીખે છે કે નકલ કરવી ખોટું કામ છે. ત્યાર બાદ તે ફરી પરીક્ષા આપે છે અને સારા અંકથી પાસ થાય છે. ગ્રેજ્યુએશન પછી મનોજની IPS બનવાની સફર શરૂ થઇ જાય છે.

અભિનય

આ ફિલ્મનો આખો ભાર વિક્રાંત મેસીએ પોતાના ખભે ઉપાડ્યો છે અને તેણે તેનું પાત્ર ખૂબ જ સારી રીતે ભજવ્યું છે. ગામથી આવેલ ડરેલો અને સપનાની શોધમાં મનોજના પાત્રને વિક્રાંતે સારી રીતે ભજવ્યું છે. આ ફિલ્મ જોઇ તમે વિક્રાંતના અભિનયના કાયલ થઇ જશો. તો મેધા શંકરે પણ પોતાના પાત્રને સારી રીતે ન્યાય આપ્યો છે. અનંત વિજયે પણ સારું કામ કર્યું છે.

ડિરેક્શન

વિધુ વિનોદ ચોપરા આ ફિલ્મના નિર્માતા અને નિર્દેશક છે. તેણે આ ફિલ્મને જે રીતે પોતાના દિલમાં વિચારી એવી જ રીતે મોટા પરદા પર ઉતારી છે. આ ઉપરાંત બધા કલાકારોએ ખૂબ જ સરસ કામ કર્યું છે. દરેક કલાકારોનો સ્ક્રીન ટાઇમ ડિરેક્ટરે સારી રીતે મેનેજ કર્યો છે. સાથે જ મનોજની સ્ટોરીમાં જે લવ એંગલ ઉમેર્યું છે તે પણ સરસ લાગે છે. કુલ મળીને આ ફિલ્મ જોવાલાયક છે.

‘12મી ફેલ’ એક એવી ફિલ્મ છે, જેને જરૂર જોવી જોઇએ. આને તમે ટોપ ક્લાસ ફિલ્મોની કેટેગરીમાં રાખી શકો છો. ફિલ્મના 147 મિનિટના રનટાઇમમાં ફિલ્મનો દરેક સીન પ્રભાવિત કરે છે અને પ્રેરણા આપે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp